LPG સંકટ વચ્ચે કેરોસીનની વાપસી, પેટ્રોલપંપો પર થશે વેચાણ, સરકારે નિયમો હળવા કર્યા

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષોને કારણે તેલ અને ગેસનો વૈશ્વિક પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે વિશ્વભરના અનેક દેશો બળતણ સંકટનો સામનો કરી રહ્યા છે. ભારતને પણ આ કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ઉકેલવા માટે કેન્દ્ર સરકાર ઘણા પગલાં ઉઠાવી રહી છે. આ સંદર્ભમાં સરકારે હવે ઘરોમાં કેરોસીનનો સરળ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પેટ્રોલિયમ સલામતી અને લાઇસન્સિંગ નિયમોમાં કામચલાઉ છૂટછાટ આપી છે.

કેન્દ્ર સરકાર દ્વારા 29 માર્ચે જાહેર કરાયેલ ગેઝેટ નોટિફિકેશન અનુસાર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS/ સરકારી રાશનની દુકાન) દ્વારા 60 દિવસના સમયગાળા માટે સુપિરિયર કેરોસીન ઓઇલ (SKO)નો એડ-હોક પુરવઠો મંજૂર કર્યો છે. આ પહેલનો હેતુ સામાન્ય લોકોને બળતણની અછતનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવાનો છે. તેમાં દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

kerosene2
navbharattimes.indiatimes.com

સરકારે સ્પષ્ટતા કરી છે કે કેરોસીનનો પુરવઠો ફક્ત ઘરેલુ હેતુઓ માટે જેમ કે રસોઈ અને અજવાળા સુધી મર્યાદિત રહેશે, જેથી તેનો દુરુપયોગ અટકાવવી શકાય. આ ફેરફારો હેઠળ, જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સંચાલિત પસંદગીના પેટ્રોલ પંપોને કેરોસીનનો સંગ્રહ અને વિતરણ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જે પેટ્રોલ પંપને આ માટે પસંદ કરવામાં આવશે, તે મહત્તમ 5,000 લીટર કેરોસીન સંગ્રહ કરી શકશે.

જિલ્લામાં મહત્તમ બે પેટ્રોલ પંપ નિયુક્ત કરવામાં આવશે, જ્યાં કેરોસિન વેચાણ માટે ઉપલબ્ધ હશે. સૂચનામાં વધુમાં જણાવાયું છે કે કેરોસીનના સંગ્રહ, પરિવહન અને વિતરણમાં સામેલ ડીલરો અને વાહનોને પેટ્રોલિયમ નિયમો, 2002ની ચોક્કસ લાઇસન્સિંગ જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ મુક્તિનો હેતુ સપ્લાય ચેઇનને ઝડપી બનાવવા અને છેવાડા સુધી વિતરણ સુનિશ્ચિત કરવાનો છે. આ નિર્ણય હેઠળ, જાહેર વિતરણ પ્રણાલી (PDS) દ્વારા કેરોસીનનો પુરવઠો અસ્થાયી રૂપે ફરી શરૂ કરવામાં આવી રહ્યો છે, જ્યાં તેને પહેલા તબક્કાવાર રીતે બંધ કરવામાં આવ્યું હતું, જેથી હાલના ફ્યૂલ રિટેલ નેટવર્ક દ્વારા ઝડપથી વિતરણ સુનિશ્ચિત કરી શકાય. આ દરમિયાન, પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (PESO) દ્વારા જાહેર કરાયેલ સલામતી માર્ગદર્શિકા અને ઓપરેશનલ પ્રોટોકોલ અમલમાં રહેશે.

kerosene
indiatoday.in

શું ભારતમાં કેરોસીન પર પ્રતિબંધ છે?

નોંધનીય છે કે ભારતમાં કેરોસીનનું વેચાણ સમગ્ર દેશમાં અચાનક બંધ કરવામાં આવ્યું નહોતું, તેના બદલે તબક્કાવાર ઘટાડવામાં આવ્યું હતું. 2015થી કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના અને સૌભાગ્ય યોજના જેવી યોજનાઓ દ્વારા LPG અને વીજળી કનેક્શનોને પ્રોત્સાહન આપ્યું છે. સાથે જ, જાહેર વિતરણ વ્યવસ્થા (PDS/રાશનની દુકાનો) દ્વારા સબસિડીવાળા કેરોસીનનું વેચાણ ધીમે-ધીમે તબક્કાવાર બંધ કરવામાં આવ્યું હતું. 2018 અને 2020ની વચ્ચે, દિલ્હી, હરિયાણા અને ચંદીગઢે PDS હેઠળ કેરોસીનનું વેચાણ બંધ કર્યું અને પોતાને કેરોસીન-મુક્ત જાહેર કર્યા.

PDS દ્વારા સબસિડીવાળા કેરોસીનનું વેચાણ બંધ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદૂષણ ઘટાડવાનો, પેટ્રોલ અને ડીઝલની ભેળસેળને રોકવાનો અને સબસિડીના બોજને ઓછો કરવાનો હતો. 2020 સુધીમાં મોટાભાગની જગ્યાઓમાં કેરોસીનનું વિતરણ નેટવર્ક લગભગ સંપૂર્ણપણે સમાપ્ત થઇ ગયું હતું. જોકે, જે રાજ્યોમાં LPG અને વીજળીની પહોંચ મર્યાદિત હતી ત્યાં કેરોસીનનો મર્યાદિત પુરવઠો જળવાઈ રહ્યો હતો. સબસિડી પાછી ખેંચી લેવાથી ખુલ્લા બજારમાં કેરોસીનના ભાવમાં પણ વધારો થયો હતો અને LPG કનેક્શન અને ગેસ સિલિન્ડરોની સરળતાથી ઉપલબ્ધતાને કારણે લોકોમાં તેનો ઉપયોગ ઘટ્યો. પરિણામે બજારમાંથી કેરોસીન ધીમે-ધીમે અદૃશ્ય થઈ ગયું, જેના કારણે સરકાર માટે બળતણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની જરૂર ન પડી.

LPG
thehansindia.com

ભારત સામે આવેલા LPG સંકટનું મૂળ કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ છે. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ, અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો. તેમણે આ લશ્કરી કાર્યવાહી માટે ઇરાનના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમોને જવાબદાર ઠેરવ્યા હતા. ઇરાને અમેરિકા અને તેના સાથીઓ પર દબાણ લાવવા માટે હોર્મુઝ સ્ટ્રેટને અવરોધિત કરી દીધો. આ વિશ્વના મુખ્ય દરિયાઈ માર્ગોમાંથી એક છે, જેમાંથી લગભગ 20 ટકા વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠો પસાર થાય છે. હોર્મુઝ સ્ટ્રેટના અવરોધથી વૈશ્વિક ઉર્જા પુરવઠામાં વિક્ષેપ પડ્યો. ભારત તેની LPG જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત કરે છે, જેમાંથી લગભગ 50 ટકા ગેસ ગલ્ફ દેશોમાંથી મેળવે છે. પરિણામે, સપ્લાય ચેઇનમાં કોઈપણ વિક્ષેપની સીધી અસર સ્થાનિક બજાર પર પડે છે.

About The Author

Related Posts

Top News

કોકરોચ જનતા પાર્ટી મામલે CBI તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી,  કહ્યું- આને આટલું...

સુપ્રીમ કોર્ટ હાલમાં એક અસાધારણ કાનૂની અને રાજકીય વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વ્યંગાત્મક આંદોલન...
કોકરોચ જનતા પાર્ટી મામલે CBI તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી,  કહ્યું- આને આટલું...

જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટો ખેલ થયો, AAPના 1ની ધરપકડ અને 2 સભ્ય 1 મિનિટ મોડા પડતા ભાજપની જીત

જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ...
Gujarat 
જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટો ખેલ થયો, AAPના 1ની ધરપકડ અને 2 સભ્ય 1 મિનિટ મોડા પડતા ભાજપની જીત

કિલો ડુંગળીના 50 પૈસા... 600 કિલો ડુંગળી વેચીને ખેડૂતને મળ્યા 301 રૂપિયા, પોતાના ખિસ્સામાંથી રૂ. 1082 ચૂકવ્યા

ડુંગળીના ભાવ ઘટવાને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના ધારુર તાલુકાના અરણવાડી ગામના ખેડૂત સંતોષ...
Agriculture 
કિલો ડુંગળીના 50 પૈસા... 600 કિલો ડુંગળી વેચીને ખેડૂતને મળ્યા 301 રૂપિયા, પોતાના ખિસ્સામાંથી રૂ. 1082 ચૂકવ્યા

રાહુલે કહ્યું- '1 વર્ષમાં મોદી સરકાર પડી જશે', ભાજપે કહ્યું- અરાજકતા ફેલાવવાનું કાવતરું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર આગામી એક વર્ષમાં પડી જશે તેવો દાવો કરાયા બાદ, ભાજપના અગ્રણી નેતાઓએ...
Politics 
રાહુલે કહ્યું- '1 વર્ષમાં મોદી સરકાર પડી જશે', ભાજપે કહ્યું- અરાજકતા ફેલાવવાનું કાવતરું
Copyright (c) Khabarchhe All Rights Reserved.