સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય તો દુનિયા સુધી કેવી રીતે પહોંચશે તેલ? આ છે વૈકલ્પિક માર્ગો

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ તાજેતરમાં ચેતવણી આપી હતી કે, જો પરિસ્થિતિ વધુ વણસી જશે તો હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલનું એક ટીપું પણ નહીં જવા દે. આ દરિયાઈ માર્ગ ફારસની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડે છે. માત્ર 33 કિલોમીટર પહોળો આ દરિયાઈ માર્ગ પરથી વિશ્વના ક્રૂડ ઓઈલનો લગભગ 20-25% હિસ્સો પસાર થાય છે.

સાઉદી અરેબિયા, ઇરાક, કુવૈત, કતાર અને UAE જેવા દેશો આ માર્ગ પરથી તેમના મોટાભાગના તેલની નિકાસ કરે છે. ભારતની કુલ તેલ આયાતનો 35-40% પણ આ માર્ગ દ્વારા થાય છે. અહીં સંકટ આવે છે તો તેલના ભાવમાં તેજ વધારો અને સપ્લાય ચેઇન પર અસર શકે છે. જો કે, સત્ય એ છે કે વૈશ્વિક તેલ પુરવઠો સંપૂર્ણપણે આ એક માર્ગ પર નિર્ભર નથી. અન્ય ઘણા દરિયાઈ માર્ગો અને વૈકલ્પિક પાઇપલાઇન છે જે વિવિધ દેશો સુધી તેલ પહોંચાડે છે.

માત્ર હોર્મુઝ જ નહીં, આ માર્ગો પણ છે લાઇફલાઇન

હોર્મુઝ સૌથી સંવેદનશીલ 'ચોકપોઇન્ટ' હોવા છતા વૈશ્વિક સ્તર પર દરરોજ લગભગ 100 મિલિયન બેરલ તેલની જરૂરિયાત હોય છે, જેમાથી માત્ર 20-25% હિસ્સો જ હોર્મુઝમાંથી પસાર થાય છે. બાકીના તેલને વિશ્વની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરતા મુખ્ય દરિયાઈ ચોકપોઇન્ટ અને પાઇપલાઇન્સ સુધી પહોંચાડવા માટે અન્ય ઘણા મુખ્ય માર્ગો છે:

Malacca Strait
theshipyardblog.com

સ્ટ્રેટ ઓફ મલાક્કા:

મલેશિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે સ્થિત, આ માર્ગ વિશ્વના સૌથી મહત્ત્વ પૂર્ણ શિપિંગ માર્ગોમાંથી એક છે. 2025માં દરરોજ 23 મિલિયન બેરલ તેલ તેમાંથી પસાર થતું હતું. આફ્રિકા, અમેરિકા અને રશિયાથી એશિયા જતા ઘણા તેલ ટેન્કર આ માર્ગથી પસાર થાય છે.

સુએઝ કેનાલ:

ઇજિપ્તમાં સ્થિત આ નહેર લાલ સમુદ્રને ભૂમધ્ય સમુદ્ર સાથે જોડે છે. આ નહેર યુરોપ અને અમેરિકા સુધી તેલ પરિવહન માટેનો સૌથી ટૂંકો અને સસ્તો માર્ગ છે. નાઇજીરીયા અને અંગોલા જેવા આફ્રિકન દેશોમાંથી તેલ પણ આ જ માર્ગે યુરોપ પહોંચે છે.

બાબ અલ-મંદેબ:

યમન અને જીબુતી વચ્ચે સ્થિત, આ સામુદ્રધુની લાલ સમુદ્રનો પ્રવેશદ્વાર છે. સુએઝ કેનાલ તરફ જતા બધા ટેન્કરોને આ સોયની અણી જેવા માર્ગમાંથી પસાર થવું પડે છે. દરરોજ લાખો બેરલ તેલ તેમાંથી પસાર થાય છે.

turkey strait
forbesindia.com

તુર્કી સ્ટ્રેટ:

તે કાળા સમુદ્રને ભૂમધ્ય સમુદ્ર સાથે જોડે છે. રશિયા, કઝાકિસ્તાન અને અઝરબૈજાનનું તેલ આ માર્ગ દ્વારા યુરોપિયન બજારો સુધી પહોંચે છે. નોર્વે અને યુનાઇટેડ કિંગડમમાંથી તેલ નિકાસ આ માર્ગ દ્વારા થાય છે, જે યુરોપના ઉર્જા બજાર માટે મહત્ત્વપૂર્ણ છે.

કેપ ઓફ ગુડ હોપ:

આફ્રિકાના દક્ષિણ છેડે આવેલો આ રુટ ત્યારે ઉપયોગ થાય છે, જ્યારે જ્યારે સુએઝ કેનાલ અથવા લાલ સમુદ્રમાં તણાવ વધે છે. ઘણા ટેન્કરો યુરોપ અને એશિયા સુધી પહોંચવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. આ માર્ગ લાંબો અને ખર્ચાળ છે, પરંતુ કટોકટીના સમયમાં સૌથી સલામત વિકલ્પ સાબિત થાય છે.

Strait of Hormuz
vajiramandravi.com

હોર્મુઝ સ્ટ્રેટથી બચતી મુખ્ય પાઇપલાઇન્સ

કેટલાક દેશોએ નિર્ભરતા ઘટાડવા માટે બાયપાસ પાઇપલાઇન્સ બનાવી છે. સાઉદી અરેબિયાની પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇન, જે યાનબુ બંદર (લાલ સમુદ્ર) સુધી તેલને પહોંચાડે છે, તેની ક્ષમતા દરરોજ લાખો બેરલ છે. UAEની હબશન-ફુજૈરાહ પાઇપલાઇન અબુ ધાબીથી ફુજૈરાહ બંદર (ઓમાનના અખાત) સુધી તેલ લઈ જાય છે, જે હોર્મુઝથી બહાર છે.

About The Author

Related Posts

Top News

પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક

ઇન્દોરના કુખ્યાત હનીમૂન કેસમાં એક મોટો સુધારો સામે આવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપીની પત્ની સોનમ રઘુવંશીને જામીન આપી દીધા છે....
પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક

ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માએ મંગળવારે દારૂ કંપની ડિયાજિયો સ્કોટલેન્ડ સાથે સંકળાયેલા કથિત લાંચ કેસના સંદર્ભમાં કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ...
National 
ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?

રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે

IPL 2026માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ કેપ્ટન રિયાન પરાગ ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયો છે....
Sports 
રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે

UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ તેલ ઉત્પાદક દેશોના સંગઠન OPECમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. UAE 1 મે...
Business 
UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.