પાકિસ્તાન તો માત્ર એક ચહેરો છે; યુદ્ધ રોકવા પાછળ આ દેશનો હાથ... અમેરિકા-ઈરાન યુદ્ધવિરામની ઇનસાઇડ સ્ટોરી

ઈરાનમાં અચાનક થયેલા યુદ્ધવિરામ અંગે હવે એક મોટો ખુલાસો થયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ચીને પડદા પાછળ મહત્ત્વની ભૂમિકા ભજવતા ઇરાનને વાટાઘાટો માટે રાજી કર્યું. ટ્રમ્પે તો અહી સુધી કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે ચીનની પહેલ વિના આ યુદ્ધવિરામ શક્ય નહોતું.

અહેવાલો અનુસાર, ચીને સીધા આગળ વધવાને બદલે, પાછલા બારણે કૂટનીતિનો માર્ગ પસંદ કર્યો. તેણે પાકિસ્તાન, તુર્કી અને ઇજિપ્ત જેવા દેશો દ્વારા ઈરાનને પોતાનો સંદેશ પહોંચાડ્યો. આ મધ્યસ્થીઓ દ્વારા ચીન સતત ઈરાનને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું કે વધતું યુદ્ધ ફક્ત પ્રદેશ માટે જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર માટે પણ જોખમી સાબિત થઈ શકે છે.

રસપ્રદ વાત એ છે કે ચીને સત્તાવાર રીતે આ ભૂમિકા સ્વીકારી નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે ફક્ત એટલું જ કહ્યું કે, ‘બધા પક્ષોએ ઇમાનદારી દર્શાવવી જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે સંઘર્ષનો અંત લાવવો જોઈએ. તેમણે એ પણ સ્વીકાર્યું કે આ યુદ્ધ વૈશ્વિક ઉર્જા સુરક્ષા અને અર્થતંત્ર માટે ગંભીર બની ચૂક્યું છે.

china
aljazeera.com

ચીને હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો સાથ આપ્યો

યુદ્ધવિરામ પહેલા ચીનનું વલણ વધુ સ્પષ્ટ થઇ ગયું હતું, જ્યારે તેણે રશિયા સાથે મળીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક ઠરાવ પર વીટો કરી દીધો. આ ઠરાવ હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજોના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાની વાત પર કેન્દ્રિત હતો. અમેરિકાએ આ પગલાની સખત નિંદા કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકન એમ્બેસેડર માઇક વોલ્ટ્ઝે કહ્યું કે, ‘ચીન અને રશિયા નીચલું સ્તર પહોંચી ગયા છે અને તેઓ એવા સમયે ઈરાન સાથે ઊભા થઈ ગયા, જ્યારે તે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓને જોખમમાં મૂકી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, સ્ટ્રેટ બંધ કરીને ઈરાન વૈશ્વિક અર્થતંત્રને બંધક બનાવી રહ્યું છે.

જોકે, વિશ્લેષકોનું માનવું છે કે ચીનની બેવડી કૂટનીતિ હતી. એક તરફ તે ખુલ્લેઆમ અમેરિકનાના ઠરાવનો વિરોધ કરી રહ્યું હતું, તો બીજી બાજુ પડદા પાછળ શાંતિની દિશામાં કામ કરી રહ્યું હતું. આ પાછળનો ઉદ્દેશ્ય પોતાને જવાબદાર વૈશ્વિક શક્તિ તરીકે રજૂ કરવાનો હતો, જે કટોકટીના સમયે ઉકેલો શોધવા માટે સક્ષમ છે.

shahbaz1
indiatoday.in

પાકિસ્તાને યુદ્ધવિરામ કરવવાનો કર્યો દાવો

આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાને મુખ્ય ભૂમિકા ભજવી. અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો માટે ઇસ્લામાબાદને પસંદ કરવામાં આવ્યું હતું, જે સ્પષ્ટ સંકેત છે કે પાકિસ્તાન એક મુખ્ય મધ્યસ્થી તરીકે સામે આવ્યું છે. જો કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન બાદ, એવી ધારણા મજબૂત થઈ રહી છે કે વાસ્તવિક કૂટનીતિ ચીનના હાથમાં હતી, અને પાકિસ્તાનનો ઉપયોગ ફક્ત ફેસ તરીકે કરવામાં આવ્યો હતો.

ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, ‘પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે થયેલી વાતચીતના આધારે, અને તેમના અનુરોધ પર કે હું આજે રાત્રે ઈરાન સામે મોકલવામાં આવી રહેલી વિનાશક લશ્કરી કાર્યવાહી રોકી દઉં. અને શરત એ છે કે ઈરાન તાત્કાલિક, સંપૂર્ણ અને સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે સહમત થાય, હું ઈરાન પર બોમ્બમારો અને હુમલાઓને બે અઠવાડિયાના સમયગાળા માટે મુલતવી રાખવા સહમત છું.

હવે પ્રશ્ન એ છે કે, શું આ યુદ્ધવિરામ લાંબા ગાળા માટે ટકશે, કે પછી તે ફક્ત એક કામચલાઉ રાહત સાબિત થશે? હાલ માટે, એક વાત જરૂર સ્પષ્ટ છે કે, આ યુદ્ધમાં માત્ર લશ્કરી શક્તિ જ નહીં, પરંતુ કૂટનીતિ પણ એટલી જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે અને આ વખતે, ચીને આ રમતમાં પોતાની ઉપસ્થિતિ મજબૂતીથી નોંધાવી દીધી છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.