ગાયિકા રાજલ બારોટ અને નેહા સુથારની રાજકારણમાં એન્ટ્રી, જાણો કોણ કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ બરબારનો જામ્યો છે. જેમ-જેમ તમામ પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે તેમ-તેમ જેમને ટિકિટ નથી મળી રહી તેઓ પક્ષથી નારાજ થઈને રાજીનામાં ધરી રહ્યા છે અથવા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે.  આ દરમિયાન કેટલાક એવા વ્યક્તિઓને પણ ટિકિટ મળી રહી છે, જેઓ પહેલી વખત રાજકારણમાં પ્રવેશી રહ્યા છે. એવી જ રીતે ગુજરાતની 2 જાણીતી સિંગર સ્વ. મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટ અને નેહા સુથારે હવે રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે.

મળતી માહિતી મુજબ, ભાજપે રાજલ બારોટને ગીર સોમનાથની ઉના નગરપાલિકાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે નેહા સુથારને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની એક તાલુકા પંચાયતની સીટ પર ટિકિટ આપવામાં આવી છે. ગુજરાતમાં સેનેડા ફેમ સિંગર સ્વ. મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ હવે રાજકારણમાં પ્રવેશ કરી રહી છે. તેઓ ઉના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-7માંથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે. લોકસંગીતના ક્ષેત્રમાં પોતાની ઓળખ ઉભી કરનાર રાજલ બારોટ હવે જાહેર જીવનમાં નવી જવાબદારી સ્વીકારવા તૈયાર થઈ છે.

મુંબઇ સમાચારના અહેવાલ મુજબ, ગુજરાતરાજલ બારોટનો જન્મ 20 ઓક્ટોબર 1993ના રોજ થયો હતો. તે 7 વર્ષની હતી ત્યારે માતાનું અવસાન થયું હતુ. 13 વર્ષની થઈ ત્યારે પિતાનું અવસાન થયું હતું. મણિરાજ બારોટની જેમ રાજલ બારોટ પણ ગુજરાતની એક લોકપ્રિય ગાયિકા છે. તેને સંગીત વારસામાં મળ્યું છે. અત્યાર સુધી 100થી વધુ ગીતો પણ ગાયા છે. રાજલ બારોટે પ્રથમ ગીત વર્ષ 2006માં ગાયું હતુ. પિતાના પગલે ચાલીને રાજલ પણ જાણીતી સિંગર બની ગઈ છે. તેના આલ્બમને પણ લાખો વ્યૂઝ મળે છે.

rajal-barot
instagram.com/rajalbarotofficial

રાજલ બારોટે ફેબ્રુઆરી, 2025માં ઉનાના અલ્પેશ બાંભણીયા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પ્રસંગમાં કિંજલ દવે, ગીતા રબારી સહિત અનેક સેલિબ્રિટી હાજર રહ્યા હતા. લગ્ન બાદ જ્યારે રાજલ બારોટ ઉના સાસરે પહોંચી ત્યારે બાંભણિયા પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

રાજલ બારોટ ઉનાના બાંભણીયા પરિવારની પુત્રવધૂ હોવાથી સ્થાનિક સ્તરે તેમને મોટું સમર્થન મળે તેવી શક્યતા છે. ભાજપે ગ્લેમર અને સ્થાનિક પ્રભુત્વના સમન્વય સાથે આ બેઠક જીતવા માટે ચોક્કસ રણનીતિ ઘડી છે.રાજલ બારોટની એન્ટ્રીથી ઉના નગરપાલિકાની આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે. ચાહકો અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

neha-suthar1
instagram.com/nehasuthar.p

બીજી તરફ પ્રખ્યાત સિંગર નેહા સુથારને ભાજપે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પંચાયતની કુદેડા બેઠક પરથી નેહા સુથારને ટિકિટ આપવામાં આવી છે. નેહા સુથાર સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા ધરાવે છે અને તેમના લાખો ફોલોઅર્સ છે, જેના કારણે તેમની ઉમેદવારી વધુ ચર્ચામાં આવી છે.

તો વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપે સોશિયલ મીડિયા (ઈન્સ્ટાગ્રામ) સ્ટાર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે. જેને લઈને પણ વિવાદ થયો છે, તેની સામે ભાજપના જ નયના પરમારે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે.

આ બંને ગાયિકાઓ અને સોશિયલ મીડિયા સ્ટારની પસંદગીથી ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાર્ટી નવા અને યુવા ચહેરાઓને પ્રોત્સાહન આપી રહી છે. સાથે જ લોકપ્રિયતા અને જનસંપર્ક ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપીને મતદારો સુધી વધુ સારી રીતે પહોંચવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.