બોલો! હવે ચોર ઘરેણાં છોડીને ગેસના બાટલા ચોરતા થઈ ગયા, રસોડામાંથી સિલિન્ડર ઉપાડી ગયા

દેશમાં ગેસની દેશવ્યાપી અછત વચ્ચે હવે કિંમતી ઘરેણાંને બદલે ગેસ સિલિન્ડર ચોરોના નિશાના પર આવી ગયા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચોરો એક ઘરમાં ઘૂસી ગયા હતા, પરંતુ તેમણે ઘરેણાં અને અન્ય કિંમતી વસ્તુઓને હાથ પણ ન લગાવ્યો અને માત્ર ગેસ સિલિન્ડર લઈને ફરાર થઈ ગયા.

આ ઘટના દારાગંજ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા ત્રિવેણી બંધ વિસ્તારમાં બની હતી. આ વિસ્તારના રહેવાસી જ્ઞાનચંદ્ર શનિવારે રાત્રે રાત્રિભોજન કર્યા બાદ તેના પરિવાર સાથે સૂવા જતા રહ્યા હતા. અડધી રાત બાદ  ચોરો તેમના ઘરમાં ઘૂસી ગયા અને સીધા રસોડામાં પહોંચીને ગેસ ભરેલું સિલિન્ડર ચોરી ગયા. જ્યારે પરિવારના સભ્યો સવારે ઉઠ્યા, ત્યારે તેઓ રસોડામાં રાખેલ સિલિન્ડર ગાયબ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ખાસ વાત એ છે કે, ચોરોએ રસોડામાં રહેલી અન્ય વસ્તુઓ અને બાજુના રૂમમાં રાખેલા દાગીનાને અડક્યા પણ નહોતા. આનાથી સ્પષ્ટ થાય છે કે તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય ગેસ સિલિન્ડર ચોરવાનો હતો.

LPG-cylinder1
deccanchronicle.com

કહેવામાં આવી રહ્યું છે કે જ્ઞાનચંદ્ર બે દિવસ અગાઉ જ ખૂબ જ મુશ્કેલીથી ગેસ એજન્સીમાંથી સિલિન્ડર મેળવવામાં સફળ રહ્યો હતો. તેમણે તેને સુરક્ષિત રાખવા માટે સાંકળથી બાંધીને રાખ્યો હતો. છતાં, ચોરો તેને ચોરી કરવામાં સફળ રહ્યા. આ ઘટનાના સમાચાર આજુબાજુમાં ફેલાતાં રહેવાસીઓ હેરાન રહી ગયા, જેના કારણે વિવિધ ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ. કેટલાક લોકોએ આ ઘટનાને આપત્તિમાં અવસર શોધવાની ઘટના ગણાવી રહ્યા છે.

આ અગાઉ પણ, પ્રયાગરાજના બહરિયા વિસ્તારમાં આવી જ ઘટના સામે આવી હતી, જ્યાં ચોરોએ જલાલપુર સિકંદરામાં સ્થિતિ પંડિત જવાહરલાલ નહેરુ ઇન્ટર કોલેજના સ્ટોરરૂમનું તાળું તોડીને ગેસ સિલિન્ડર અને અગ્નિશામક યંત્ર સહિત અનેક અન્ય વસ્તુઓની ચોરી કરી હતી. તે કિસ્સામાં પોલીસે રવિવારે સૂરજ ધુરિયા નામના સ્થાનિક ગ્રામીણની ધરપકડ કરી હતી અને ચોરાયેલ સિલિન્ડર અને અન્ય વસ્તુઓ કબજે કરી હતી.

LPG-cylinder2
indiatvnews.com

દારાગંજમાં બનેલી ઘટના બાદ, પોલીસે કેસ નોંધીને ચોરોની શોધખોળ શરૂ કરી છે. સતત સામે આવી રહેલી આવી ઘટનાઓથી સ્પષ્ટ છે કે આ સમયે ચોરોના નિશાના પર ગેસ સિલિન્ડર છે, અને લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.

About The Author

Top News

PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલી ભીષણ કટોકટી અને ઉર્જા પુરવઠામાં અવરોધો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ...
National 
PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.