પત્ની છે, નોકરાણી નહીં... રસોઈ બનાવવા, કપડા ધોવામાં પણ મદદ કરો; છૂટાછેડા માંગતા પતિને સુપ્રીમ કોર્ટનો ઠપકો

પતિએ પત્નીને રસોઈ, સફાઈ અને કપડાં ધોવા જેવા ઘરના કામોમાં બરાબર મદદ કરવી જોઈએ, તમે જીવનસાથી સાથે લગ્ન કર્યા છે, નોકરાણી સાથે નહીં.. આ કડક ટિપ્પણી સુપ્રીમ કોર્ટે કરી છે. પતિ-પત્ની વચ્ચે ઘરકામ અંગેનો ઘરેલું વિવાદ કોર્ટના દરવાજા સુધી પહોંચી ગયો હતો. પતિએ ક્રૂરતાના આધારે છૂટાછેડાની માંગણી કરી હતી. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જો પત્ની રસોઈ બનાવી શકતી નથી કે ઘરકામ યોગ્ય રીતે કરી શકતી નથી, આવા આરોપોને 'માનસિક ક્રૂરતા'ના આધાર નહીં બનાવી શકાય.

કોર્ટે મૌખિક રીતે કહ્યું કે, સમય હવે બદલાઈ ગયો છે. આજના સમયમાં, પતિએ પણ ઘરકામમાં પત્નીને મદદ કરવી જોઈએ. રસોઈ હોય કે સાફ સફાઈ, પતિએ ઘરના દરેક કામમાં પત્નીને બરાબર મદદ કરવી જોઈએ કારણ કે, તમે કોઇ નોકરાણી સાથે તો લગ્ન કરી રહ્યા નથી. કર્ણાટક હાઈકોર્ટના એક આદેશ પડકારતી અરજીની સુનાવણી કરતા ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે આ ટીપ્પણી કરી હતી. કોર્ટે નીચલી કોર્ટના આદેશને રદ કર્યો હતો જેમાં ક્રૂરતાના આધારે વ્યક્તિને છૂટાછેડા આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

SC3
facebook.com/SupremeCourtOfIndia

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદારના વકીલે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી પ્રયાસો નિષ્ફળ ગયા છે. તેમના લગ્ન 2017માં થયા હતા અને 2019થી તેઓ અલગ રહે છે. છૂટાછેડાની માંગ કરી રહેલા અરજદારે દલીલ કરી હતી કે નીચલી કોર્ટે ક્રૂરતાના આધારે છૂટાછેડા પહેલાથી જ મંજૂર કરી દીધા છે, હું છૂટાછેડા ઇચ્છું છું. તેના પર બેન્ચે તેને પૂછ્યું કે આ કેસમાં કથિત 'ક્રૂરતા' શું હતી?

આના પર અરજદારના વકીલે કહ્યું કે પત્ની અયોગ્ય વર્તન કરતી હતી અને ભોજન બનાવતી નહોતી. આ અંગે ટિપ્પણી કરતા ન્યાયાધીશ નાથે કહ્યું કે, તમારે આ બધા કામોમાં બરાબર હિસ્સો લેવો જોઈએ. રસોઈ બનાવવી, સફાઈ કરવી, કપડાં ધોવા, બધું. આજનો સમય બદલાઈ ગયો છે. હાઇકોર્ટનું આમ કહેવું બરાબર હતું કે આ ક્રૂરતા માટેનું કારણ બની શકે નહીં, કારણ કે, તમે કોઇ નોકરાણી સાથે લગ્ન કરી રહ્યા નથી; તમે જીવનસાથી સાથે લગ્ન કરી રહ્યા છો.

SC
facebook.com/SupremeCourtOfIndia

તમને જણાવી દઇએ છે કે પતિ અને પત્ની બંને સરકારી શાળામાં નોકરી કરે છે. આ કેસની સુનાવણી કરતા બેન્ચે કહ્યું કે, બંને પક્ષોને વ્યક્તિગત રીતે બોલાવવામાં આવે અમે તેમની સાથે વાત કરવા માંગીએ છીએ. કોર્ટે આ કેસની આગામી સુનાવણી 27 એપ્રિલે નક્કી કરી છે, બંને પક્ષોને તે તારીખે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.