કૂતરા પ્રેમીઓની અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું, 'ખતરનાક કૂતરાઓને ઇન્જેક્શન આપો, જો આનું પાલન નહીં થાય તો કાર્યવાહી કરાશે'

સુપ્રીમ કોર્ટે આજે શાળા, કોલેજ, હોસ્પિટલ, રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએથી કૂતરાઓને દૂર કરવાના આદેશમાં ફેરફાર કરવા માટે કૂતરા પ્રેમીઓની અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે, તેનો અગાઉનો આદેશ યથાવત રહેશે, અને તેમની રસીકરણ કરાયા પછી પણ આ સ્થળોએથી દૂર કરાયેલા કૂતરાઓને પરત લાવવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ગૌરવ સાથે જીવવાના અધિકારમાં કૂતરાના કરડવા કે હુમલાના ભય વિના સુરક્ષિત રીતે જીવવાનો અધિકાર પણ શામેલ છે. આ સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, તેના આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Supreme-Court-Stray-Dogs2
hindi.news18.com

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, પ્રાણી જન્મ નિયંત્રણ નિયમોના યોગ્ય અમલીકરણમાં ગંભીર બેદરકારી થઇ છે અને જેના કારણે આ સમસ્યા વધી ગઈ છે. ખાસ કરીને કૂતરા કરડવાની ઘટનાઓનો વ્યાપ ઘણો વધી ગયો છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં, ફક્ત એક મહિનામાં જ 1,084 લોકોને કૂતરા કરડ્યા હતા, જેમાં નાના બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે, તમિલનાડુમાં, છેલ્લા 4 મહિનામાં કૂતરા કરડવાના લગભગ બે લાખ કેસ નોંધાયા હતા.

Supreme-Court-Stray-Dogs
hindi.news18.com

કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્યોએ તેના અગાઉના આદેશોનો યોગ્ય રીતે અમલ કર્યો નથી. કોર્ટ રાજ્યોની આ બેદરકારીને ગંભીરતાથી લેશે. જો રાજ્યો પાલન નહીં કરે, તો તેમની સામે અવમાનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તેમને જવાબદાર પણ ઠેરવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને રખડતા કૂતરાઓની ઘટનાઓને સંબોધવા માટે મજબૂત પ્રણાલીઓ વિકસાવવા વિનંતી કરી. કોર્ટે જણાવ્યું હતું કે, ગૌરવ સાથે જીવવાના અધિકારમાં એ પણ શામેલ છે કે લોકો કૂતરાના કરડવા અથવા હુમલાના ભય વિના સુરક્ષિત રીતે જીવન જીવી શકે.

Supreme-Court2
samacharjagat.com

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કુતરાઓના કરડવાની વધતી ઘટનાઓ વિશે જણાવ્યું હતું કે, રાજ્ય ફક્ત મૂક પ્રેક્ષક બની શકે નહીં, અને કોર્ટ પણ જમીની વાસ્તવિકતાને અવગણી શકે નહીં. બાળકો અને વૃદ્ધો બધા કૂતરા કરડવાનો ભોગ બની રહ્યા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, તેના આદેશોનો યોગ્ય રીતે અમલ કરનારા અધિકારીઓ સામે કોઈ FIR કે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવશે નહીં.

About The Author

Related Posts

Top News

SRH સામે હાર છતા ચેન્નઈ પ્લેઓફમાં પહોંચી શકે છે, આ રહ્યું 'જાદુઈ' સમીકરણ

IPL 2026માં અત્યાર સુધી 63 મેચ રમાઈ ચૂકી છે. આ મેચો બા, ત્રણ ટીમો પ્લેઓફમાં પ્રવેશ મેળવી ચૂકી...
Sports 
SRH સામે હાર છતા ચેન્નઈ પ્લેઓફમાં પહોંચી શકે છે, આ રહ્યું 'જાદુઈ' સમીકરણ

'વિજય સરકાર ગમે ત્યારે પડી શકે છે', એમ.કે. સ્ટાલિનની ભવિષ્યવાણી, DMK કાર્યકર્તાઓને કહ્યું- 'ચૂંટણી માટે તૈયાર રહો'

DMKના વડા એમ.કે. સ્ટાલિનનું માનેવું છે કે અભિનેતા વિજયના નેતૃત્વ હેઠળની તમિલનાડુ સરકાર ગમે ત્યારે પડી શકે છે. ભૂતપૂર્વ...
Politics 
'વિજય સરકાર ગમે ત્યારે પડી શકે છે', એમ.કે. સ્ટાલિનની ભવિષ્યવાણી, DMK કાર્યકર્તાઓને કહ્યું- 'ચૂંટણી માટે તૈયાર રહો'

કૂતરા પ્રેમીઓની અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું, 'ખતરનાક કૂતરાઓને ઇન્જેક્શન આપો, જો આનું પાલન નહીં થાય તો કાર્યવાહી કરાશે'

સુપ્રીમ કોર્ટે આજે શાળા, કોલેજ, હોસ્પિટલ, રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએથી કૂતરાઓને દૂર કરવાના...
National 
કૂતરા પ્રેમીઓની અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું, 'ખતરનાક કૂતરાઓને ઇન્જેક્શન આપો, જો આનું પાલન નહીં થાય તો કાર્યવાહી કરાશે'

‘અમે તમારા પર વિશ્વાસ કેમ કરીએ?’, નોર્વેમાં ભારતની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે પૂછ્યો સવાલ, જવાબ આખી દુનિયા સાંભળી રહી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં વિદેશ પ્રવાસ પર છે. નોર્વેની તેમની મુલાકાત અંગે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ...
World 
‘અમે તમારા પર વિશ્વાસ કેમ કરીએ?’, નોર્વેમાં ભારતની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે પૂછ્યો સવાલ, જવાબ આખી દુનિયા સાંભળી રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.