સુપ્રીમ કોર્ટે સંજય કપૂર મિલકત વિવાદ પર પરિવારને ચેતવણી આપતા કહ્યું કે, 'આપણે ખાલી હાથે આવ્યા હતા, અને ખાલી હાથે જ જવાનું છે..'

સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે સંકળાયેલા એસ્ટેટ અને કૌટુંબિક ટ્રસ્ટ વિવાદના કિસ્સામાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જ્યાં સુધી પરિવાર વચ્ચે ચાલી રહેલી મધ્યસ્થી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી, કોઈપણ પક્ષે સમાધાનના પ્રયાસોને જોખમમાં મૂકી શકે તેવું કોઈ પગલું ન લેવું જોઈએ. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, તે મધ્યસ્થીની પ્રગતિ પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) આ સમયગાળા દરમિયાન પાલન અંગે કોઈ દબાણ લાવી શકશે નહીં.

25

સંજય કપૂરની માતા, રાની કપૂરે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ મામલો પહેલાથી જ મધ્યસ્થી માટે મોકલવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો સતત બોર્ડ મીટિંગ્સ અને વહીવટી નિર્ણયો લેવાતા રહ્યા તો વિવાદ વધુ વધી શકે છે. રાની કપૂરના વકીલે દલીલ કરી હતી કે, આવી મીટિંગ્સ ફેમિલી ટ્રસ્ટ અને તેની સાથે સંકળાયેલી સંપત્તિઓને અસર કરી શકે છે, જે મધ્યસ્થી પ્રક્રિયાને નબળી પાડે છે.

બીજી બાજુ, પ્રિયા કપૂર અને અન્ય પક્ષોએ કોર્ટમાં દલીલ કરી હતી કે, આ મીટિંગ્સ નિયમો અનુસાર જ યોજાઈ હતી. તેમના વકીલોએ બતાવ્યું કે, બોર્ડ મીટિંગ્સ RBI માર્ગદર્શિકા અને કંપનીઓમાં ડિરેક્ટરોની નિમણૂકને નિયંત્રિત કરતા નિયમો અનુસાર બોલાવવામાં આવી હતી. આ ફક્તને ફક્ત કોર્પોરેટ ગવર્નન્સ સંબંધિત પ્રક્રિયા છે.

27

સુનાવણી દરમિયાન, જસ્ટિસ J.B. પારડીવાલાએ બંને પક્ષોને સલાહ આપતા કહ્યું, 'આપણે બધા ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જઈશું. આપણે ફક્ત આપણા આત્માને જ સાથે લઈ જઈશું. પરિવારના દરેક વ્યક્તિના મનમાં આ મામલાનો ઉકેલ લાવવાની ઇચ્છા હોવી જોઈએ, અને કોઈએ ભારે હૃદયથી મધ્યસ્થીનો સંપર્ક ન કરવો જોઈએ.'

ખરેખર, રાની કપૂરે સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે સંજય કપૂરની ત્રીજી પત્ની, પ્રિયા સચદેવ કપૂર અને અન્ય ઘણા પક્ષોને RK ફેમિલી ટ્રસ્ટના મામલામાં દખલ કરતા અટકાવવામાં આવે. તેઓ દલીલ કરે છે કે, કોર્ટે 7 મેના રોજ આ મામલે મધ્યસ્થી શરૂ કરી હતી, અને આ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કોઈ વહીવટી નિર્ણયો લેવા જોઈએ નહીં.

26

આ ઉપરાંત, રાની કપૂરે 8 મેના રોજ રઘુવંશી ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બહાર પડાયેલી નોટિસને પણ પડકાર્યો હતો. આ નોટિસમાં 18 મેના રોજ કંપનીની બોર્ડ મીટિંગ બોલાવવાની માંગ કરવામાં આવી હતી. રાની કપૂરે કોર્ટને મીટિંગ પર સ્ટે મૂકવાની વિનંતી કરી, એવી દલીલ કરી કે કંપની પાસે ઘણી બધી કૌટુંબિક સંપત્તિ છે અને આ સમય દરમિયાન લેવામાં આવેલ કોઈપણ નિર્ણય વિવાદને વધારી શકે છે.

About The Author

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.