'પતિ હોટલમાં બીજી મહિલા સાથે રોકાયો...', પત્નીએ પૂછ્યું તો ગોપનીયતાના ઉલ્લંઘનના નામે કોર્ટ પહોંચી ગયો પતિ

સુપ્રીમ કોર્ટે પતિ-પત્નીના સંબંધો, લગ્નેત્તર સંબંધો અને ગોપનીયતાના અધિકાર અને તેના ઉલ્લંઘન અંગે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. એક મહિલાએ તેના પતિને બીજી મહિલા સાથે રોકાવા અંગે પ્રશ્ન કર્યો, ત્યારે પતિએ ગોપનીયતાના ઉલ્લંઘનને લઇને સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો.. બંને પક્ષોને સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચૂકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશવાસીઓને બંધારણની કલમ 21 હેઠળ ગોપનીયતાનો અધિકાર છે, પરંતુ આ અધિકારનો દુરુપયોગ નહીં કરી શકાય.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પતિ કે પત્ની ગોપનીયતાના અધિકારનો ઉપયોગ તેમના જીવનસાથી પાસેથી મોબાઇલ કોલ રેકોર્ડ અને હોટેલ રોકાણની વિગતો છુપાવવાનો આધાર નહીં બનાવી શકાય, ખાસ કરીને ત્યારે જ્યારે આ બાબતમાં વ્યભિચાર સાબિત કરવાનો સમાવેશ થાય છે. પત્નીની તરફેણમાં ચૂકાદો આપતા, કોર્ટે પતિની અરજીને ફગાવી દીધી કે, જેમાં તેણે દલીલ કરી હતી કે તેની પત્ની સાથે ખાનગી માહિતી શેર કરવી અથવા તેને સાર્વજનિક કરવી એ તેના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે.

husband-wife
x.com/i/grok

ન્યાયાધીશ મનમોહન અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે દિલ્હી હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગોપનીયતાના અધિકાર પર ભલાઇને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો લાદી શકાય છે. દિલ્હી હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો, જેમાં પતિને તેની પત્નીને તેના હોટલમાં રોકાવા અને કોલ રેકોર્ડની વિગતો પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પતિએ હાઈકોર્ટના આ નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

husband-wife
x.com/i/grok

આ દંપતીએ 1998માં લગ્ન કર્યા હતા અને 2000માં તેમને એક પુત્રીનો જન્મ થયો હતો. થોડા સમય પછી, પત્નીને તેના પતિના બીજી મહિલા સાથેના સંબંધોની જાણ થઈ; પતિ આ બીજી મહિલા સાથે જયપુરની એક હોટલમાં રોકાયો હતો. વિશ્વાસઘાતની જાણ થતા પત્નીએ વ્યભિચારના આધારે છૂટાછેડા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પોતાના આરોપોને સાબિત કરવા સમર્થન આપવા માટે તેણે તેના પતિના ફોન કોલ રેકોર્ડ અને તેના હોટલ રોકાણની વિગતો રજૂ કરવાની માંગ કરી. પરંતુ, પતિએ આ માંગણીને તેની ગોપનીયતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

About The Author

Related Posts

Top News

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ

હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બ્રાન્ડ Vidaએ તેનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. તેના VX2 પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, કંપનીએ...
Tech and Auto 
હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.