રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’

મેઘાલય હનીમૂન હ*ત્યા કેસની આરોપી સોનમે ફરી જેલ ભેગું થવું પડશે. સુપ્રીમ કોર્ટે તેના જામીન રદ કરતા 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. તેના પતિ રાજા રઘુવંશીનો જીવ લેવાની આરોપી સોનમના જામીન રદ કરતા કોર્ટે માન્યું કે તે જામીન માટે હકદાર નથી.

જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે કહ્યું કે સોનમ તેની ધરપકડ સમયે કારણ જાણતી હતી. જો ધરપકડ મેમોમાં કોઈપણ ટાઇપોગ્રાફિકલ ભૂલ હતી, તો તે જામીન આપવા માટે આધાર નહીં હોઇ શકે. ટ્રાયલ હાલમાં એક મહત્ત્વપૂર્ણ તબક્કામાં છે; જો કાર્યવાહી ધીમે આગળ વધશે અને છ મહિનાની અંદર પૂર્ણ ન થાય, તો તે નવી જામીન અરજી દાખલ કરી શકે છે.

sonam-raghuvanshi
abplive.com

શું છે મામલો?

ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીએ 11 મે, 2025ના રોજ સોનમ સાથે લગ્ન કર્યા હતા. આ બંને તેમના હનીમૂન માટે મેઘાલય ગયા હતા. ત્યાં રાજા ચેરાપુંજીમાં ગુમ થઈ ગયો હતો. પાછળથી તેનો મૃ*તદેહ ઊંડી ખાડીમાંથી મળી આવ્યો હતો. તપાસ બાદ પોલીસે સોનમ રઘુવંશી, તેના કથિત પ્રેમી રાજ કુશવાહા અને અન્ય સાથીઓ સામે હ*ત્યાનો કેસ નોંધ્યો હતો. 9 જૂન, 2025ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી સોનમની ધરપકડ કરવામાં આવી હતી.

સોનમને જામીન કેવી રીતે મળ્યા?

ધરપકડના સમયે બેદરકારીપૂર્વક તૈયાર કરાયેલ બેદરકારીપૂર્વક તૈયાર કરાયેલ અરેસ્ટ મેમો સોનમના જામીનનો આધાર બની ગયો. પોલીસે અરેસ્ટ મેમો અને કેસ ડાયરીમાં આ ઘટના માટે કલમ 103ને બદલે BNSની કલમ 403 લખી દીધી હતી. જ્યારે, BNSમાં આવી કોઈ કલમ નથી. 28 એપ્રિલ, 2026ના રોજ, નીચલી કોર્ટે સોનમને શરતી જામીન આપી દીધા હતા, અને કહ્યું કે, આરોપીની ધરપકડનું સાચું કારણ ન જણાવવું બંધારણની કલમ 22(1)નું સીધું ઉલ્લંઘન છે. 29 જૂનના રોજ, હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો.

sonam1
thehindu.com

હાઈકોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટ પહોંચેલી મેઘાલય પોલીનો પક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કર્યું હતું. તેમણે કહ્યું કે સોનમ લાંબા સમય સુધી ફરાર હતી. તેણે તેના સાથીઓના કહેવાથી આત્મસમર્પણ કર્યું હતું. તેને સંપૂર્ણ જાણકારી હતી કે તે શા માટે ફરાર છે અને શા માટે તે આત્મસમર્પણ કરી રહી હતી. તેની ધરપકડ સમયે પોલીસે તરફથી પણ તેની માહિતી આપવામાં આવી હતી. બાદમાં મેજિસ્ટ્રેટે પણ પાછળથી ધરપકડનો આધાર ગણાવ્યો હતો. એવામાં માનવીય ભૂલથી અરેસ્ટ મેમોમાં એક કલમનો ખોટો ઉલ્લેખ જામીનનો આધાર નહીં બની શકે.

ન્યાયાધીશો આ વાતથી સંમત હતા કે સોનમ ધરપકડનું કારણ જાણતી હતી. તેમણે કેસના તથ્યો અને આરોપોની ગંભીરતાને ધ્યાનમાં લેતા માન્યું કે તેની જામીન પર મુક્તિ ગેરવાજબી હતી. સોનમ તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે તે શિલોંગમાં જ છે અને બધી જામીન શરતોનું પાલન કરી રહી છે. તેને જેલમાં પાછી મોકલવાની કોઈ જરૂર નથી; પરંતુ, કોર્ટે આ દલીલને ફગાવી દીધી.

SC
newindianexpress.com

આ આદેશ બાદ, સોલિસિટર જનરલે ન્યાયાધીશોનું ધ્યાન એ તરફ આકર્ષિત કર્યું કે આવા કેસો ખૂબ વધી ગયા છે. છૂટાછેડા લેવાને બદલે, પૂર્વયોજિત કાવતરા દ્વારા જીવનસાથીઓનો જીવ લેવામાં આવી રહ્યો છે. આના પર, ન્યાયાધીશ સુંદરેશે કહ્યું કે, નવી પેઢી કદાટ આપણા કરતા વધુ જાણકાર છે, પરંતુ તેઓ માનસિક દબાણનો સામનો કરવામાં સક્ષમ નથી. જ્યારે ન્યાયાધીશ વરાલેએ કહ્યું કે, નવી પેઢીનું જ્ઞાન પરિવારના વડીલોને બદલે વોટ્સએપ અને મોબાઇલ ફોનથી આવી રહ્યું છે. વડીલો પણ તેમને ભાવનાત્મક ટેકો આપવાને બદલે, તેમના હાથમાં મોબાઇલ ફોન આપી દે છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.