ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય આપ્યો. ભોજશાળા સંકુલના ASI સર્વે અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે હાઈકોર્ટના આદેશ પર હાલ માટે રોક લગાવવામાં આવશે નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભોજશાળા સંકુલ ખાતે હાલની પૂજા વિધિઓ કોઈ વિક્ષેપ વિના ચાલુ રહેશે.

જોકે, સુપ્રીમ કોર્ટે બંને પક્ષો વચ્ચે સંતુલન જાળવવા અને શાંતિ જાળવવા માટે એક કામચલાઉ વ્યવસ્થા પણ પૂરી પાડી હતી. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે દર શુક્રવારે નમાઝ માટે ભોજશાળા સંકુલની નજીક એક જગ્યા પૂરી પાડવામાં આવે. આ નમાઝ બપોરે 1 થી 3 વાગ્યાની વચ્ચે થશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ એક વચગાળાની અને કામચલાઉ વ્યવસ્થા છે, જે આ મામલે કોર્ટ દ્વારા અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે.

Worship-Bhojshala.jpg-2

આ સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે નમાઝને લગતી તમામ મૂંઝવણો અને અફવાઓનો અંત લાવ્યો. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, મુખ્ય ભોજશાળા સંકુલની અંદર નમાઝ પઢવા માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી. તેના બદલે, સ્થાનિક વહીવટીતંત્રને દર શુક્રવારે બપોરે 1 થી 3 વાગ્યા દરમિયાન ભોજશાળા સંકુલની નજીક નમાઝ માટે સલામત અને યોગ્ય સ્થળ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને પણ કડક સૂચનાઓ મોકલી આપી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, ASI કોર્ટની પૂર્વ અને લેખિત પરવાનગી વિના ભોજશાળા સંકુલના મૂળ માળખામાં કોઈ ભૌતિક ફેરફાર કે છેડછાડ કરશે નહીં. કોર્ટે હિન્દુ પક્ષ, કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી છે, જેમાં તેમના જવાબો માંગવામાં આવ્યા છે. આ મામલે આગામી સુનાવણી 3 અઠવાડિયામાં થશે.

Worship-Bhojshala

સુનાવણી દરમિયાન, મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટને મધ્યપ્રદેશ હાઈકોર્ટના અગાઉના આદેશને તાત્કાલિક સ્ટે આપવા અને પૂર્વસ્થિતિ પુનઃસ્થાપિત કરવા અપીલ કરી હતી. મધ્યપ્રદેશ સરકારે કોર્ટમાં મુસ્લિમ પક્ષની આ માંગનો વિરોધ કર્યો હતો. સરકાર તરફથી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, મુસ્લિમ પક્ષે હાઇકોર્ટના આદેશના 2 મહિના પછી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે કોર્ટને ખાતરી આપી હતી કે બંને પક્ષો સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી સુરક્ષા અને દર્શન-પૂજા વ્યવસ્થાથી સંપૂર્ણપણે સંતુષ્ટ અને શાંત છે. આ વચગાળાની વ્યવસ્થા ચાલુ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો હાલના સમયમાં વહીવટીતંત્રને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ખુબ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

Worship-Bhojshala.jpg-4
tnpnews.in

બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટે આ મામલાની સંવેદનશીલતાને સ્વીકારી. તેણે ટિપ્પણી કરી કે આ ખૂબ જ ગંભીર મામલો છે અને એવો કોઈ આદેશ પસાર થવો જોઈએ નહીં જે હાલના સમયમાં સામાન્ય લોકોમાં તણાવ કે દુશ્મનાવટ પેદા થઇ જાય. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને શાંતિ અને સંયમ રાખવાની અપીલ કરી અને જણાવ્યું કે કોર્ટ આ સંવેદનશીલ વિવાદને સંપૂર્ણ રીતે ઉકેલવા માટે તૈયાર છે. જો જરૂરી હોય તો, કોર્ટ આ મામલે દૈનિક સુનાવણી કરવા માટે પણ તૈયાર છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.