'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષાની જવાબદારી સંભાળશે અને તેના બદલે તેને પૈસા ચૂકવવા જોઈએ. અમેરિકા લાંબા સમયથી આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગને સુરક્ષિત કરવામાં ભૂમિકા ભજવી રહ્યું છે  એટલે તેની, આ જવાબદારી માટે ભરપાઇ પણ થવી જોઈએ.

ઈરાન પર નિશાન સાધતા ટ્રમ્પે કહ્યું કે, તેઓ ખૂબ જ ખરાબ લોકો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે એક કરાર થયો હતો, પરંતુ ઈરાને તેનું ઉલ્લંઘન કર્યું. જો અમેરિકા મહત્ત્વપૂર્ણ સ્ટ્રેટઓફ હોર્મુઝને સુરક્ષિત કરે છે, તો તેના માટે ટે વાજબી ચૂકવણી મળવી જોઈએ.

તેમણે કહ્યું કે અમેરિકા આ ​​વ્યૂહાત્મક દરિયાઈ માર્ગનો રક્ષક બનશે, જેથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર અને તેલ પુરવઠામાં કોઈ વિક્ષેપ ન આવે. ટ્રમ્પના મતે, વિશ્વ માટે આ જળમાર્ગની સુરક્ષા મહત્ત્વપૂર્ણ છે, અને આ જવાબદારી નિભાવતા દેશોને યોગ્ય વળતર મળવું જોઇએ.

trump1
bbc.com

પશ્ચિમ એશિયા એક મુખ્ય વ્યૂહાત્મક મોરચો બનીને સામે આવ્યો છે; અહીં વિશ્વના ક્રૂડ ઓઇલનો મોટો હિસ્સો દરિયાઈ માર્ગો દ્વારા આ પ્રદેશમાંથી પસાર થાય છે. અમેરિકા-ઈરાન સંબંધો અને વૈશ્વિક ઉર્જા સુરક્ષાના સંદર્ભમાં ટ્રમ્પના નિવેદનોને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો છે અને ઈરાન ઇચ્છે કે ન ઇચ્છે, તે ખુલ્લો જ રહેશે. અમેરિકાના તથાકથિત ઈરાની નાકાબંધી ફરીથી લાગૂ કરી રહ્યું છે, જે ફક્ત ઈરાની જહાજો અથવા તેના ગ્રાહકોના જહાજોની અવરજવરને અસર કરશે.

trump2
sputniknews.in

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે, અન્ય તમામ દેશોએ આ મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગનો સ્વતંત્ર અને નિષ્પક્ષ ઉપયોગ કરવાની પરવાનગી હશે. ટ્રમ્પે જાહેરાત કરી કે, હવેથી, અમેરિકાને હોર્મુઝ સ્ટ્રેટના રક્ષક તરીકે ઓળખવામાં આવશે. હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી નિભાવવા માટે, અમેરિકાને તમામ દરિયાઈ કાર્ગો પર 20 ટકા ફી ચૂકવવી જોઈએ; આ રકમ સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા ખર્ચ માટે હશે.

 અમેરિકન રાષ્ટ્રપતિએ એવો પણ દાવો કર્યો કે, એક દિવસ અગાઉ ઇરાની પ્રતિનિધિઓ સાથે લગભગ 11 કલાક ચાલી હતી, અને તમામ મુદ્દાઓ પર સર્વસંમતિ બની હતી; જોકે, તેમના મતે બેઠક પૂર્ણ થયા પછી ઇરાની પક્ષે સંપર્ક કરીને ફરીથી કહ્યું કે કરારમાં ચોક્કસ ફેરફારો કરવાની જરૂર છે. ઇરાન છેલ્લા 47 વર્ષથી આ રીતે લોકોને રોકી રહ્યું છે અને આ મુદ્દો ઘણા સમય પહેલા ઉકેલાઈ જવો જોઈતો હતો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 09-08-2026 દિવસ: રવિવાર મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.