શું હવે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવું ઉત્તર પ્રદેશમાં પણ થશે? કેમ થઈ રહ્યો છે બળવો?

ઉત્તર પ્રદેશના DyCM કેશવ પ્રસાદ મૌર્યએ કાનપુરમાં મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો હતો કે 25થી 26 સમાજવાદી પાર્ટીના સાંસદો હાલમાં પક્ષ બદલવા અને પક્ષને તોડવા માટે પુરી રીતે તૈયારીમાં છે. TMC અને શિવસેનામાં થયેલા વિભાજનનો ઉલ્લેખ કરીને, BJPના નેતાઓ સમાજવાદી પાર્ટીમાં વિભાજનનો દાવો કરી રહ્યા છે. DyCM કેશવ પ્રસાદ મૌર્યએ સ્પષ્ટતા કરી હતી કે, BJP હાલ તેમના પક્ષમાં પોતે વિભાજન નથી કરી રહ્યું, પરંતુ આ નેતાઓ 2027ની UP વિધાનસભા ચૂંટણી સુધીમાં પોતાની મેળે જ તેને છોડી દેશે. આ રાજકીય ઉથલપાથલ વચ્ચે, રામ મંદિર મુદ્દા પર પણ નિવેદનો આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં જ મમતા બેનર્જીની પાર્ટીને તોડવામાં આવી છે અને તેમાંથી સાંસદોએ બળવો કરીને NDAને સમર્થન આપી દીધું છે. જ્યારે આજે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડીને તેના 6 સાંસદોએ બળવો કર્યો છે. સૌથી મોટો સવાલ છે કે આ બળવો થઈ કેમ રહ્યો છે અને આ ક્યાં જઈને રોકાશે?

DyCM Keshav Prasad Maurya
abplive.com

આ પહેલા, રાજ્ય સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભર દ્વારા કરવામાં આવેલા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સનસનાટી મચી ગઈ હતી. રાજભરે લખ્યું હતું કે, સમાજવાદી પાર્ટીમાં મોટું વિભાજન થશે અને રામ ગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર સુપરત કર્યો છે. ખાણકામ અને ગોમતી રિવર ફ્રન્ટ કૌભાંડનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, સમગ્ર ઉત્તર પ્રદેશ આના મુખ્ય સૂત્રધારોને જાણે છે, શંકાની સોઈ પોતાના તરફ આવે તેમ હોવાથી સમાજવાદી પાર્ટી ચિંતિત છે, અને આખી સમાજવાદી પાર્ટી BJPમાં જોડાવા માટે તૈયાર છે. આ બાજુ, UPના મંત્રી મનોજ પાંડેએ પણ કહ્યું કે, સત્તામાં હોય ત્યારે લોકોને ભગાડી દે તેવી સમાજવાદી પાર્ટી સાથે કોઈ પણ રહેવા માંગતું નથી.

DyCM Keshav Prasad Maurya
jagran.com

સમાજવાદી પાર્ટીના નેતાઓએ આ દાવાઓ પર તીવ્ર પ્રતિક્રિયા આપી. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય માતા પ્રસાદ પાંડેએ લખનઉમાં કહ્યું કે, ઓમ પ્રકાશ રાજભર ખુદ પોતે જ એક કૌભાંડી છે. તેમણે આરોપ લગાવ્યો કે, રાજ્યમાં સરમુખત્યારશાહી છે અને CMની ભાષા શૈલી અયોગ્ય છે. જ્યારે, સમાજવાદી પાર્ટીના નેતા રવિદાસ મેહરોત્રાએ રાજભરને બેવડા ચહેરાવાળા વ્યક્તિ ગણાવતા કહ્યું કે, તેઓ ફક્ત તેમના મંત્રી પદને જાળવી રાખવા માટે આવા નિવેદનો આપે છે. તેમણે દાવો કર્યો કે, સમાજવાદી પાર્ટીનો એક પણ નેતા BJPમાં જોડાશે નહીં અને 2027માં અખિલેશ યાદવના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે.

આ દરમિયાન, કાનપુરમાં રામ મંદિર દાનપેટીમાંથી ચોરી અંગે બોલતા, DyCM કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, આ મામલો તપાસ હેઠળ છે, તો પછી FIR કેમ દાખલ કરવી? તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, જેણે પણ દાનપેટીના પૈસાની જેણે પણ ઉચાપત કરી છે તેને ફક્ત કાનૂની સજા જ નહીં, પણ જીવનમાં ક્યારેય સુખ પણ નહીં મળે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તપાસ પૂર્ણ થયા પછી, બધા પૈસા પાછા મળી જશે અને હનુમાન દાદા બધું બરાબર કરી દેશે.

About The Author

Related Posts

Top News

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ

હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બ્રાન્ડ Vidaએ તેનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. તેના VX2 પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, કંપનીએ...
Tech and Auto 
હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.