‘આજે બધા હાજર છે એટલે તું બચી ગયો..’, PM મોદીના વતનમાં કોંગ્રેસના કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટરને લાફા ઝીંકી દીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગામમાં ભાજપના કોર્પોરેટરને લાફો મારી પતાવી દેવાની ધમકી આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના વડનગર નગરપાલિકાની સામાન્ય સભામાં બની છે. કોંગ્રેસના સભ્ય મહેન્દ્ર ઠાકોરે દંડકના હાથમાંથી વ્હીપ ઝૂંટવી લીધો. આ સમયે ત્યાં હાજર ભાજપના કોર્પોરેટર સમીર પટેલ વ્હીપનો કાગળ પરત લેવા માટે વચ્ચે પડતા મહેન્દ્ર ઠાકોર વધુ ઉશ્કેરાઈ ગયા અને સમીર પટેલ સાથે ઝપાઝપી કરી જાહેરમાં અપશબ્દો કહીને ગાલ પર બે લાફા ઝીંકી દીધા હતા અને કહ્યું કે, ‘આજે બધા હાજર છે એટલે તું બચી ગયો છે, પણ જો લાગમાં આવીશ તો તને પતાવી દેવો છે. આ અંગે વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર-4ના ભાજપના કોર્પોરેટર સમીર વસંતલાલ પટેલે વિપક્ષના સભ્ય સામે વડનગર પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, 30 મેના રોજ સવારે લગભગ 11:00 અગિયાર વાગ્યાના સુમારે વડનગર નગરપાલિકાના સભાખંડમાં ચૂંટાયેલા સભ્યોની એક સામાન્ય સભા યોજાઈ હતી. સભાની કાર્યવાહી શરૂ થાય તે પૂર્વે નગરપાલિકા પ્રમુખ મીતીકા શાહની સૂચનાથી દંડક જતીન દરજી ભાજપના સભ્યોને પાર્ટીનો વ્હીપ વાંચી સંભળાવવા માટે ઊભા થયા હતા. આ દરમિયાન વિપક્ષના સભ્ય મહેન્દ્ર ઠાકોર એકાએક ઉશ્કેરાઈને દંડક પાસે ધસી ગયા હતા અને તેમની સાથે બહેસ કરી હાથમાંથી વ્હીપનો કાગળ ઝૂંટવી લીધો હતો.

vadnagar
divyabhaskar.co.in

આ સમયે ત્યાં હાજર કોર્પોરેટર સમીર પટેલ વ્હીપનો કાગળ પરત લેવા માટે વચ્ચે પડતા આરોપી મહેન્દ્ર ઠાકોર વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને સમીરકુમાર સાથે ઝપાઝપી કરી જાહેરમાં અપશબ્દો બોલવા લાગ્યા હતા. સમીરકુમારે ગાળો બોલવાની ના પાડતા આરોપીએ તેમને ગાલ પર બે લાફા ઝીંકી દીધા હતા. આ અચાનક બનેલી ઘટનાથી સભાખંડમાં ખળભળાટ મચી ગયો હતો. આ દરમિયાન પાલિકાના ઉપપ્રમુખ જયંતીજી ઠાકોરે વચ્ચે પડીને સમીરકુમારને વધુ માર ખાતા બચાવ્યા હતા.

ત્યારબાદ આરોપી મહેન્દ્ર ઠાકોરે ભાજપ પાર્ટીના વ્હીપનો કાગળ ફાડીને નીચે ફેંકી દીધો હતો, જેના ટુકડા ભાજપના અન્ય સભ્ય વિરલ પટેલે એકઠા કર્યા હતા. ઘટના બાદ આરોપીએ જાહેરમાં ધમકી આપતા જણાવ્યું હતું કે, 'આજે બધા હાજર છે એટલે તું બચી ગયો છે, પણ જો લાગમાં આવીશ તો તને ખતમ કરી દેવો છે.' ત્યારબાદ ભાજપના અન્ય સભ્યો ગીરિશ પટેલ અને વિક્રમજી ઠાકોરે આરોપીને સમજાવી શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આરોપી મહેન્દ્ર ઠાકોર સભામાં પોતાનો વિરોધ નોંધાવી અધવચ્ચેથી જ જતા રહ્યા હતા.

આ સમગ્ર હિંસક ઘટના અંગે ભોગ બનનાર કોર્પોરેટર સમીરકુમારે પોતાની પાર્ટીના હોદ્દેદારો અને સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ વડનગર પોલીસ સ્ટેશને આરોપી મહેન્દ્રભાઈ ઈશ્વરજી ઠાકોર (રહે. વડનગર) વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પાલિકાની સામાન્ય સભામાં લોકશાહીના ચીંથરા ઉડતી આ ઘટના સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

ફરિયાદી, ભાજપના કોર્પોરેટર સમીર પટેલે કહ્યું કે, આ ઘટના લોકશાહી માટે દુઃખદ છે. કોંગ્રેસના સભ્ય ભાજપનો વ્હીપ ઝૂંટવાનો પ્રયાસ કરે અને અમે પાર્ટીનો વ્હીપ બચાવવા જઈએ એટલે અમને લાફો મારે ધક્કામૂકી કરે. 14 મહિલા કોર્પોરેટરોની હાજરીમાં ગાળાગાળી કરે એ સાબિત કરે છે કે કોંગ્રેસ નાસીપાસ થઈ ગઈ છે. કોંગ્રેસનું કલ્ચર હંમેશાં અરાજતાકથી ભરેલું રહ્યું છે.

vadnagar
facebook.com

કોંગ્રેસના કોર્પોરેટર મહેન્દ્ર ઠાકોરે જણાવ્યું કે અત્યારે હું હરિદ્વાર છું. 30 તારીખે 11:00 વાગ્યે સામાન્ય સભાનો સમય હતો. એ દરમિયાન અધ્યક્ષ પોતે મોડા આવ્યા હતા. સભા 11:11 વાગ્યે ચાલુ કરી. એ દરમિયાન પ્રમુખે પોતાના પર્સમાંથી એક કવર કાઢ્યું. એ કવર કોર્પોરેટર જતીનભાઈને આપતા એ ભાઈ વ્હીપ વાંચવા લાગ્યા. આ દરમિયાન મેં કહ્યું એજન્ડા છે તો એની ચર્ચા કરો એ લોકોએ કહ્યું આ અમારી પાર્ટીનો વ્હીપ છે. મેં કહ્યું પાર્ટીનો વ્હીપ સામાન્ય સભા શરૂ થાય એ પહેલા આપવો પડે અલગ મીટિંગ કરીને, નગરપાલિકા સભા કક્ષમાં તમે વ્હીપ વાંચી નહીં શકો એનો મેં વિરોધ કર્યો હતો.

10 વાર કહેવા છતા અધ્યક્ષે મને કહ્યું કે અમારી પાર્ટીનો વ્હીપ વાંચશે જ. તો મેં કહ્યું કે નગરપાલિકા એક્ટના અધિનિયમમાં પાર્ટીનો વ્હીપ સામાન્ય સભા શરૂ થયા પછી ના વંચાય. આ વાત મેં ચીફ ઓફિસરને પણ કહી, પરંતુ એ ચૂપ રહ્યા. તેમણે વધુમાં કહ્યું કે, એ લોકો વ્હીપ વાંચી રહ્યા હતા. હું રોકવા ગયો એ દરમિયાન પ્રમુખ સહિત 5 લોકોએ મને ઘેરી લીધો મારા પર એટેક કર્યો. એટલે મેં સ્વબચાવમાં હાથાપાઈ કરી હશે. મારો કોઈ ઈરાદો નહોતો. મારા પર ખોટો આક્ષેપ છે. મારો કોઈ વાંક નથી.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.