‘મદદ કરો સાહેબ!’ માતા અને પુત્રી કલેક્ટરના પગમાં પડી ગઇ; જનસુનાવણીમાં મચી ગયો હોબાળો

મધ્ય પ્રદેશના જબલપુરમાં કલેક્ટર કચેરીમાં જનસુનાવણી દરમિયાન એ સમયે હોબાળો મચી ગયો, જ્યારે એક મહિલા અને તેની પુત્રી ન્યાય માટે આજીજી કરતી કલેક્ટરના પગમાં પડી ગઇ. પીડિત મહિલા મહિનાઓથી પોતાની પુત્રી માટે સુરક્ષા માટે પોલીસ અધિકારીઓ પાસે દોડી રહી હતી, પરંતુ ન્યાય ન મળતા તેણે જનસુનાવણી દરમિયાન કલેક્ટર રાઘવેન્દ્ર સિંહના પગ પકડી લીધા. આ અચાનક બનેલી આ ઘટનાથી કલેક્ટરે પણ આશ્ચર્યચકિત કરી દીધી અને તેમણે તાત્કાલિક હાજર અધિકારીઓને પીડિત મહિલાની ફરિયાદ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો.

ઉલ્લેખનીય છે ધમાપુર વિસ્તારની રહેવાસી પૂજા દુબે ઘણા મહિનાઓથી તેના પડોશના કેટલાક અસામાજિક તત્વોની હેરાનગતિથી પરેશાન છે. પૂજા દુબેનો આરોપ છે કે, પોડાશમાં રહેનારા કેટલાક છોકરાઓ છેલ્લા ઘણા દિવસોથી તેની પુત્રીને હેરાન કરી રહ્યા છે. તેઓ વારંવાર છેડતી કરે છે અને જો તે વિરોધ કરે તો તો તેનો જીવ લઇ લેવાની ધમકી આપે છે. તેની ફરિયાદ લઇને તે ઘણી વખત પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની વાત કહી.

mother
patrika.com

પીડિત મહિલાનો આરોપ છે કે તેના ઘરની પાછળ ભગવતી બેન અને તેના પરિવારના સભ્યો, વારંવાર તેમની સાથે વિવાદ કરે છે, મારામારી કરે છે અને તેના પરિવારને ગાળો ભાંડીને પરેશાન કરી રહ્યા છે. તેની પુત્રીને છેડતી કરવામાં આવતી હોવા અંગે ફરિયાદ છતા પોલીસે કાર્યવાહી કરી રહી નથી. તેણે અગાઉ જનસુનાવણી દરમિયાન પોલીસ અધિક્ષકને પણ ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં; એટલે આજે તે, ​​કલેક્ટરની જનસુનાવણીમાં પોતાની ફરિયાદ લઇને પહોંચી છે.

mother2
aajtak.in

મહિલાએ જણાવ્યું કે તે છેલ્લા 4 વર્ષથી આ પ્રકારની હેરાનગતિ સહન કરી રહી છે અને હવે વહીવટીતંત્ર પાસે જ ન્યાયની આશા છે. તેનું કહેવું હતું કે, જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો તેના પરિવાર પર મોટો હુમલો થઈ શકે છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા, કલેક્ટર રાઘવેન્દ્ર સિંહે સ્થળ પર જ મહિલા અને તેની પુત્રીની ફરિયાદો સાંભળી. તેમણે જિલ્લા પંચાયતના CEO સાથે કેસની વિગતોની સમીક્ષા કરી, તાત્કાલિક પોલીસ અધિક્ષકનો સંપર્ક કર્યો અને જરૂરી કાર્યવાહી માટે સૂચનાઓ આપી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને નિષ્પક્ષ તપાસ કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.