- National
- શરીર મનુષ્યનું, ચહેરો કૂતરાનો... મધ્ય પ્રદેશમાં શખ્સ 'કૂતરો' કેમ બન્યો? કહ્યું- નસબંધી છતા 6 ગલુડિય...
શરીર મનુષ્યનું, ચહેરો કૂતરાનો... મધ્ય પ્રદેશમાં શખ્સ 'કૂતરો' કેમ બન્યો? કહ્યું- નસબંધી છતા 6 ગલુડિયા આવી ગયા
શરીર મનુષ્યનું, પણ ચહેરો કૂતરાનો... મધ્ય પ્રદેશના ખંડવામાં એક જાહેર ફરિયાદ સુનાવણીમાં એક શખ્સ કૂતરાનું માસ્ક પહેરીને પહોંચ્યો ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે, આ ફક્ત મજાકિયો અંદાજ નહોતો; પરંતુ રખડતા કૂતરાઓની વધતી સંખ્યા અને તેમની નસબંધી પર ખર્ચાયેલા લાખો રૂપિયા સામે વિરોધનું એક અનોખી રીત હતી. કૂતરો બનીને આવેલા શખ્સે મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રશ્ન કરતા કહ્યું કે નસબંધી કરાવવા છતા તે છ ગલુડિયાઓનો પિતા બની ગયો.
મંગળવારે ખંડવામાં જાહેર ફરિયાદ સુનાવણી દરમિયાન એક અનોખું દૃશ્ય જોવા મળ્યું. જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રખડતા કૂતરાઓની નસબંધી અને સંબંધિત સમસ્યાઓના મુદ્દાઓ પર પ્રકાશ પાડવા માટે વિરોધ પક્ષના નેતા દીપક (મુલ્લૂ) રાઠોડ, એક શખ્સને કૂતરાનો માસ્ક પહેરાવીને કલેક્ટરના સભાગૃહમાં પહોંચી ગયા. શરીર મનુષ્યનું હતું, પરંતુ ચહેરો કૂતરાનો હતો. આ અનોખા અંદાજમાં તેમણે શહેરની વધતી જતી રખડતા કૂતરાઓની વસ્તી અને કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો.
https://twitter.com/gharkekalesh/status/2089966845696811434?s=20
રાઠોરે આરોપ લગાવ્યો છે કે મહાનગરપાલિકાએ છેલ્લા ચાર વર્ષમાં ખંડવામાં કૂતરાઓના નસબંધી પર આશરે ₹40 લાખ ખર્ચ્યા છે; છતા કૂતરાઓની સંખ્યા ઘટવાને બદલે ર વધી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે આ જ સમયગાળા દરમિયાન શહેરમાં 13,225 કૂતરા કરડવાના બનાવો નોંધાયા છે.
સુનાવણીમાં કટાક્ષ કરતા તેમણે કહ્યું કે 'કૂતરાવ'ની નસબંધી કરાવવામાં આવી હતી, છતા તે છ ગલુડિયાઓનો પિતા બની ગયો. આ દ્વારા, તેમણે અધિકારીઓનું ધ્યાન નસબંધી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ અને છેતરપિંડી તરફ દોર્યું. તેમણે આ બાબતની તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. શરૂઆતમાં કલેક્ટરના સભાગૃહની બહાર પોલીસ કર્મચારીઓએ કૂતરાના વેશમાં આવેલા શખ્સને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાદમાં અધિકારીઓના હસ્તક્ષેપ બાદ તેને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી.
જન સુનાવણીમાં હાજર લોકો પણ કૂતરાના વેશમાં આવેલા શખ્સને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. થોડીવાર પછી, માહોલમાં હળવી મજાક પણ થઈ, પરંતુ ફરિયાદની ગંભીરતાને જોતા અધિકારીઓએ આને ધ્યાનથી સાંભળ્યું. એડિશનલ કલેક્ટર કાશીરામ બડોલેએ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સાથે ફરિયાદની ચર્ચા કરી. તેમણે કહ્યું હતું કે કૂતરાઓના નસબંધીના નામે ₹40 લાખના બિલની પ્રક્રિ અને કામ ન થવાની ફરિયાદ મળી છે. આ બાબતની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે, અને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે, ખાંડવા શહેરમાં રખડતા કૂતરાઓની સમસ્યા યથાવત છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, શહેરમાં આશરે 10,000 રખડતા કૂતરા છે. તો, કૂતરા કરડવાના બનાવો પણ મોટી સંખ્યામં નોંધાયા છે. 2025માં 3,961 લોકોને કૂતરા કરડ્યા હતા, જ્યારે જુલાઈ 2026 સુધીમાં 2,463 લોકો કૂતરા કરડવાથી ઇજાગ્રસ્ત થયા છે. જોકે, બંને વર્ષમાં કૂતરા કરડવાથી કોઈ મૃત્યુ થયું નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા કૂતરાઓની વસ્તીને નિયંત્રિત કરવા માટે, આ વર્ષે 2,100 કૂતરાઓની નસબંધી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ અધિકારી સંજય શુક્લાના જણાવ્યા અનુસાર, કૂતરાઓના નસબંધી અને રસીકરણ માટે ₹21 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમના ખંડવા નોડલ અધિકારી ડૉ. યોગેશ શર્માના જણાવ્યા અનુસાર, 2025માં 3,961 કૂતરા કરડવાના બનાવો સામે આવ્યા હતા. આ બધા વ્યક્તિઓને સારવાર આપવામાં આવી હતી, અને આ સમયગાળા દરમિયાન કૂતરા કરડવાથી કોઈ મૃત્યુ નોંધાયું નથી. તો, જુલાઈ 2026 સુધીમાં 2,463 લોકોને કૂતરા કરડ્યા છે. તે બધાને સારવાર આપવામાં આવી, અને અત્યાર સુધી કૂતરા કરડવાથી મૃત્યુના કોઈ અહેવાલ નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના રેકોર્ડ અનુસાર, ખંડવા શહેરમાં રખડતા કૂતરાઓની વસ્તી લગભગ 10,000 હોવાનો અંદાજ છે. જોકે, કોર્પોરેશન પાસે કૂતરાઓની સંખ્યા અંગે કોઈ અલગથી સર્વે નથી. કૂતરાઓની વસ્તી શહેરની કુલ વસ્તીના આશરે 3 ટકા હોવાનો અંદાજ છે. આશરે 2.75 લાખની વસ્તીના આધારે, આ સંખ્યા 9,166 ની આસપાસ થાય છે.

