ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે, ઈથેનોલ બનાવવાનું ભારે પડ્યું, સંકટ ઉકેલવા સરકારની દોડધામ

ભારતનું ખાંડ બજાર હાલ એક અસાધારણ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ખેતરોમાં શેરડીનો પૂરતો પાક છે, ઈથેનોલ પ્રોગામ માટે સેંકડો ડિસ્ટિલરીઓ પણ તૈયાર છે અને સ્થાનિક પુરવઠો જાળવી રાખવા સરકારે નિકાસ પર પહેલેથી જ નિયંત્રણો લાદેલા છે. છતાં પણ ખાંડના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી રહ્યા છે, જેને કારણે કેન્દ્ર સરકારને દાયકાઓથી ટાળવામાં આવી રહેલા વિકલ્પ એટલે કે ખાંડની આયાત કરવા અંગે વિચારવાની ફરજ પડી છે. નિષ્ણાતો આ સંકટ માટે મુખ્યત્વે ઈથેનોલ ઉત્પાદન માટે શેરડીનો ઉપયોગ વધારવાને જવાબદાર ગણાવી રહ્યા છે.

આયાતની દિશામાં આગળ વધતા પૂર્વ તૈયારી રૂપે, ભારત સરકાર ખાંડ પર લાગતી 100% આયાત ડ્યુટી હટાવવાની યોજના બનાવી રહી હોવાનો અહેવાલ મંગળવારે રોઇટર્સ  દ્વારા આપવામાં આવ્યો હતો.

02

ખાંડના ભાવમાં આ ઉછાળો અત્યંત સંવેદનશીલ સમયે આવ્યો છે. ભારતમાં તહેવારોની મોસમ નજીક આવી રહી છે, જ્યારે મીઠાઈઓ અને પ્રોસેસ્ડ ફૂડની માંગમાં ભારે વધારો થાય છે. બીજી તરફ, ભારત સરકાર E20 લક્ષ્યાંક તરફ આગળ વધી રહી હોવાથી શેરડીનો મોટો હિસ્સો ઈથેનોલ ઉત્પાદન તરફ વાળવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે બળતણ સુરક્ષા અને ખાદ્ય ચીજોના ભાવ વચ્ચે નીતિ વિષયક સંતુલન જાળવવું મુશ્કેલ બની ગયું છે.

ખાંડના મુખ્ય વેપાર કેન્દ્ર ગણાતા મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં જથ્થાબંધ ખાંડના ભાવ ઓગસ્ટના શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 20% વધીને ક્વિન્ટલ દીઠ રૂ. 5,350ની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયા છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા અનુસાર મંગળવારે દેશમાં ખાંડનો સરેરાશ છૂટક ભાવ કિલો દીઠ રૂ. 52.3 નોંધાયો હતો.

કેટલાક બજારોમાં આ ઉછાળો વધુ તીવ્ર રહ્યો છે. પંજાબમાં ખાંડનો છૂટક ભાવ કિલો દીઠ રૂ. 65ની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે મુંબઈ, ભોપાલ અને અન્ય બજારોના કેટલાક વિસ્તારોમાં ભાવ રૂ. 58થી 63 પ્રતિ કિલોની રેન્જમાં પહોંચ્યા છે.

03

આગામી દિવસોમાં ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા મુખ્ય તહેવારો આવી રહ્યા હોવાથી, ખાંડની અછત તહેવારોમાં મોંઘવારીનું સ્વરૂપ ન લે તે માટે સરકાર તાકીદે પગલાં ભરી રહી છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમથી ખાંડની જેમ ખાદ્ય ચીજોના ભાવ ન ખોરવાય તે માટે યોગ્ય સંતુલન જાળવવું જરૂરી છે.

ખાંડના ભાવમાં થયેલા આ વધારાના મૂળમાં પુરવઠાની અછત છે. કાચા તેલની આયાત પર નિર્ભરતા ઘટાડવા અને E20 લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ભારતે શેરડીનો ઉપયોગ ઈથેનોલ બનાવવા માટે વધાર્યો છે. ઓલ ઈન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશન (AIDA) ના જણાવ્યા અનુસાર, સરકારે આ હેતુ માટે છેલ્લા કેટલાક વર્ષોમાં ડઝનબંધ ડિસ્ટિલરીઓ સ્થાપવા પર ભાર મૂક્યો છે. આ કારણે 2025ના મધ્ય સુધીમાં 499 સ્થળોએ ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક આશરે 1,822 કરોડ લિટર સુધી પહોંચી ગઈ છે.

AIDA દ્વારા શેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ઈથેનોલના કાચા માલમાં શેરડીનો હિસ્સો લગભગ 30-35% છે, જ્યારે બાકીનો જથ્થો મકાઈ અને ચોખામાંથી મેળવવામાં આવે છે. શેરડીનો આ ડાયવર્ઝન ખાંડના બજાર પર સીધી અસર કરી રહ્યો છે.

કૃષિ નિષ્ણાત અને લખનૌ યુનિવર્સિટીના પ્રોફેસર સુધીર પંવારે જણાવ્યું હતું કે, ઈથેનોલ ઉત્પાદન માટે શેરડીનો જથ્થો ડાયવર્ટ કરવાને કારણે ભારતમાં ખાંડના ભાવ ઊંચા સ્તરે પહોંચ્યા છે. પંવારનું માનવું છે કે ખાંડના બજારમાં આટલી બધી તંગી ન હોવી જોઈતી હતી અને તેઓ શંકા વ્યક્ત કરે છે કે ઉત્પાદન સિવાયના પરિબળો પણ આ ભાવવધારા માટે જવાબદાર છે.

04

તેમણે ઉમેર્યું, ખાંડ માટે બજારનું પૂર્વાનુમાન આટલું ખરાબ નહોતું, જે દર્શાવે છે કે સ્ટોકિસ્ટો અને છૂટક વેપારીઓ દ્વારા બજારમાં કૃત્રિમ તંગી અથવા સટ્ટાખોરી કરવામાં આવી રહી છે. જો શેરડી ઈથેનોલ ઉત્પાદન તરફ ન વાળી હોત તો ભાવ નિયંત્રણમાં રહ્યા હોત. તેમની મુખ્ય ચિંતા એ છે કે ભારતની ફ્યુઅલ પોલિસી ખાદ્ય પદાર્થોના ભાવની કિંમતે ન હોવી જોઈએ.

ઉત્તર પ્રદેશ પ્લાનિંગ કમિશનના પૂર્વ સભ્ય રહી ચૂકેલા પંવારે જણાવ્યું કે, ઈથેનોલ તરફ શેરડીનું ડાયવર્ઝન ખાંડના ભોગે ન થવું જોઈએ અને તેનાથી ખાદ્ય પદાર્થોના ભાવ ન વધવા જોઈએ. આપણને શેરડીનું ઉત્પાદન, ભારતની ખાંડની જરૂરિયાત, તેમજ આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને ભાવના સચોટ અંદાજની જરૂર છે. આ ઉપરાંત પાકના રોગચાળાને કારણે પણ પુરવઠાની સ્થિતિ પર અસર પડી છે. તેમણે ઉમેર્યું કે, પાકમાં રોગચાળો આવવાને કારણે 2025-26માં ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં શેરડીની ઉત્પાદકતા અને ખાંડની રિકવરી ઘટી છે. આ સ્થિતિ ત્યારે સર્જાઈ છે જ્યારે શેરડીનું વાવેતર ક્ષેત્ર વધ્યું હતું.

'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના અહેવાલ મુજબ, દેશમાં વરસાદની અછત હોવા છતાં, જુલાઈમાં શેરડીનું વાવેતર અન્ય પાકો (જેવા કે ડાંગર, કઠોળ, કપાસ અને તેલીબિયાં) ની સરખામણીએ ગયા વર્ષના સમાન ગાળા કરતાં 1.5% વધુ હતું. આ સ્થિતિ વધુ જટિલ સવાલ ઊભો કરે છે: જો વાવેતર ક્ષેત્ર વધ્યું છે, તો પછી પુરવઠો કેમ ઓછો છે?

પંવારના મતે તેનો જવાબ એ બાબતમાં છુપાયેલો છે કે અંતે કેટલી શેરડીમાંથી ખાંડ બનાવાય છે અને કેટલી ઈથેનોલ તરફ વાળવામાં આવે છે.

તેમણે કહ્યું, જ્યારે સરકારે શેરડી અને ખાંડના ઉત્પાદનના અંદાજો બહાર પાડ્યા ત્યારે સ્થિતિ આટલી ગંભીર નહોતી. એનો અર્થ એ થયો કે કાં તો આંકડા સાચા નહોતા, અથવા બજારમાં કૃત્રિમ હેરાફેરી થઈ છે, અથવા ઈથેનોલ તરફનું ડાયવર્ઝન અસંતુલિત હતું.

05

સરકારના નીતિગત નિર્ણયો દર્શાવે છે કે સ્થિતિ કેટલી ઝડપથી બદલાઈ છે. ભારત બ્રાઝિલ પછી વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ નિકાસકાર દેશ છે. ભારત 1960થી ખાંડની નિકાસ કરે છે અને 2021-22માં તેણે રેકોર્ડ 12 મિલિયન ટનથી વધુ ખાંડની નિકાસ કરી હતી. પરંતુ સ્થાનિક ઉપલબ્ધતાને પ્રાધાન્ય આપવા માટે સરકારે નિકાસ નીતિ પર સતત અંકુશ મૂક્યો છે.

2025-26ની ખાંડની મોસમ માટે સરકારે માત્ર 2 મિલિયન મેટ્રિક ટનનો નિકાસ કોટા મંજૂર કર્યો હતો, જે 2021-22ના 12 મિલિયન ટન કરતાં ઘણો ઓછો હતો.

ત્યારબાદ 2026માં પરિસ્થિતિ વધુ કડક બનાવીને સરકારે સ્થાનિક પુરવઠો જાળવવા, ભાવ નિયંત્રિત કરવા અને ભવિષ્યના ઉત્પાદન તથા વૈશ્વિક બજારની અનિશ્ચિતતાઓ સામે તૈયારી કરવાના ભાગરૂપે 13 મેથી 30 સપ્ટેમ્બર સુધી ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ બાન લાદી દીધો હતો.

આ પ્રતિબંધ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે અગાઉ ભારતે લાંબા ગાળાના સંપૂર્ણ બાનને બદલે નિકાસ પર મર્યાદા (કોટા) કે ચોક્કસ જથ્થાત્મક નિયંત્રણોનો ઉપયોગ કર્યો હતો. અગાઉના નિયંત્રણો દરમિયાન પણ યુએસ અને યુરોપિયન યુનિયન સહિતના દેશોને કોટા-આધારિત અને પ્રાથમિકતા વાળી નિકાસ ચાલુ રહી હતી. આટલા કડક પગલાં છતાં સ્થાનિક બજારમાં ભાવ સતત વધી રહ્યા છે.

ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન (AISTA) ના જણાવ્યા અનુસાર, વર્તમાન 2025-26ના માર્કેટિંગ વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં ભારતે 2,01,547 ટન ખાંડની નિકાસ કરી હતી, જેમાં યુનાઈટેડ આરબ અમીરાત મુખ્ય આયાતકાર દેશ રહ્યો હતો.

હવે અહેવાલો મુજબ, સરકાર ખાંડ પરની આયાત ડ્યુટી ઘટાડવાના આગામી પગલા પર વિચાર કરી રહી છે. આ નિર્ણયથી લગભગ એક દાયકામાં પ્રથમ વખત વિદેશી ખાંડ ભારતીય બજારમાં આવી શકશે, જેથી તહેવારોની શરૂઆતમાં જ સ્થાનિક પુરવઠો વધારી શકાય.

બોમ્બે સુગર મર્ચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ અશોક જૈને રોઇટર્સને જણાવ્યું હતું કે, સ્થાનિક સ્તરે ખાંડનો પુરવઠો ખૂબ ઓછો છે. તહેવારોની સીઝનમાં પુરવઠો વધારવા અને ભાવ ઘટાડવામાં માત્ર આયાત જ મદદ કરી શકે છે.

અંતરરાષ્ટ્રીય ખાંડ બજારમાં ભારતનું પુનરાગમન વૈશ્વિક સ્તરે પણ અસર કરી શકે છે. વિશ્વના સૌથી મોટા ખાંડ વપરાશકારોમાંથી એક હોવાને નાતે, ભારતની આયાતથી લંડન અને ન્યુ યોર્કના ખાંડના બેન્ચમાર્ક ભાવને ટેકો મળી શકે છે, ભલે તે નવી દિલ્હીને દેશની અંદર ભાવ અંકુશમાં રાખવામાં મદદ કરે.

sugar
aajtak.in

ખાંડના ભાવમાં વર્તમાન ઉછાળો રાતોરાત આવ્યો નથી. ભારતમાં ખાંડનો છૂટક ભાવ 2023ની શરૂઆતમાં કિલો દીઠ રૂ. 40-45 હતો, જે ઓગસ્ટ 2026 સુધીમાં વધીને રૂ. 50ને પાર કરી ગયો છે (જોકે વિવિધ રાજ્યો, ગુણવત્તા અને બજારો અનુસાર ભાવમાં તફાવત છે). ભાવવધારાની આ ગતિ છેલ્લા કેટલાક મહિનાઓમાં ખૂબ ઝડપી બની છે.

ઓગસ્ટ 2026ના મધ્ય સુધીમાં, સમગ્ર ભારતનો દૈનિક સરેરાશ છૂટક ભાવ કિલો દીઠ રૂ. 51.7 થી 52.3 સુધી પહોંચી ગયો હતો. જે એક મહિનામાં આશરે 7-8% નો અને ઓગસ્ટ 2025ના સરેરાશ રૂ. 46.3 પ્રતિ કિલોની સરખામણીએ વાર્ષિક ધોરણે 12-13% નો વધારો દર્શાવે છે. તહેવારોની સીઝન પહેલાં આવ્યા આ તીવ્ર ઉછાળાએ કેન્દ્ર સરકારને તાકીદે પગલાં લેવા મજબૂર કરી છે.

આથી સત્તાવાળાઓ માત્ર આયાત પર જ નહીં, પરંતુ જથ્થાબંધ વેપારીઓ દ્વારા ખાંડના સંગ્રહ પર મર્યાદા લાદવા પર પણ વિચાર કરી રહ્યા છે, જેથી સટ્ટાખોરી અને સંગ્રહખોરીથી અછત વધુ ગંભીર ન બને. આ અગાઉ, અધિકારીઓ ઈથેનોલ તરફ ડાયવર્ટ કરાતી શેરડીનો જથ્થો ઘટાડીને ખાંડના ઉત્પાદનને પ્રાધાન્ય આપવાના વિકલ્પ પર પણ વિચારણા કરી રહ્યા હતા. રોઇટર્સના 10 ઓગસ્ટના રિપોર્ટ મુજબ, આ મુદ્દે સપ્ટેમ્બરના અંત સુધીમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

06

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી. અનંત નાગેશ્વરને 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'માં લખેલા સહ-લેખિત આર્ટિકલમાં સૂચન કર્યું હતું કે, પેટ્રોલમાં ઈથેનોલ બ્લીન્ડિંગ કરતી વખતે સરકારે 'ખોરાક વિરૂદ્ધ બળતણ' વચ્ચેના સંતુલન પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. 17 ઓગસ્ટના રોજ પ્રકાશિત થયેલા આ લેખમાં તેમણે લખ્યું હતું કે, ભારત ખોરાક અને બળતણ વચ્ચેના આર્થિક અને સામાજિક ખર્ચનું સંપૂર્ણ મૂલ્યાંકન ન કરી લે ત્યાં સુધી સરકારે E20 સ્તરે જ રોકાઈ જવું જોઈએ અને તેનાથી ઉચ્ચ બ્લેન્ડિંગ તરફ આગળ ન વધવું જોઈએ.

 

About The Author

Top News

ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે, ઈથેનોલ બનાવવાનું ભારે પડ્યું, સંકટ ઉકેલવા સરકારની દોડધામ

ભારતનું ખાંડ બજાર હાલ એક અસાધારણ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ખેતરોમાં શેરડીનો પૂરતો પાક છે, ઈથેનોલ પ્રોગામ...
Business 
ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે, ઈથેનોલ બનાવવાનું ભારે પડ્યું, સંકટ ઉકેલવા સરકારની દોડધામ

'વંદે માતરમ'ના ફક્ત પહેલા બે છંદ ગાવા પર કેમ અડગ છે કોંગ્રેસ? 89 વર્ષ જૂના કયા રેફરન્સને બનાવી રહી છે ઢાળ?

રાષ્ટ્રીયગીત 'વંદે માતરમ'ને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે, કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)એ પોતાના...
'વંદે માતરમ'ના ફક્ત પહેલા બે છંદ ગાવા પર કેમ અડગ છે કોંગ્રેસ? 89 વર્ષ જૂના કયા રેફરન્સને બનાવી રહી છે ઢાળ?

શરીર મનુષ્યનું, ચહેરો કૂતરાનો... મધ્ય પ્રદેશમાં શખ્સ 'કૂતરો' કેમ બન્યો? કહ્યું- નસબંધી છતા 6 ગલુડિયા આવી ગયા

શરીર મનુષ્યનું, પણ ચહેરો કૂતરાનો... મધ્ય પ્રદેશના ખંડવામાં એક જાહેર ફરિયાદ સુનાવણીમાં એક શખ્સ કૂતરાનું માસ્ક પહેરીને પહોંચ્યો ત્યારે...
National 
શરીર મનુષ્યનું, ચહેરો કૂતરાનો... મધ્ય પ્રદેશમાં શખ્સ 'કૂતરો' કેમ બન્યો? કહ્યું-  નસબંધી છતા 6 ગલુડિયા આવી ગયા

ડોકટરો ડિલિવરી પછી મહિલાના પેટમાં મોજા અને નેપકિન ભૂલી ગયા! અઠવાડિયા પછી કાઢ્યા

મહારાષ્ટ્રના બીડ જિલ્લા હોસ્પિટલમાં ડોકટરોની ગંભીર બેદરકારીનો પર્દાફાશ થયો છે. 19 વર્ષની ગર્ભવતી મહિલા ડિલિવરી માટે હોસ્પિટલમાં પહોંચી હતી. પરિવારના...
National 
ડોકટરો ડિલિવરી પછી મહિલાના પેટમાં મોજા અને નેપકિન ભૂલી ગયા! અઠવાડિયા પછી કાઢ્યા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.