'વંદે માતરમ'ના ફક્ત પહેલા બે છંદ ગાવા પર કેમ અડગ છે કોંગ્રેસ? 89 વર્ષ જૂના કયા રેફરન્સને બનાવી રહી છે ઢાળ?

રાષ્ટ્રીયગીત 'વંદે માતરમ'ને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે, કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)એ પોતાના ઐતિહાસિક વલણનો પુનરોચ્ચાર કર્યો છે. બુધવારે યોજાયેલી CWCની બેઠક દરમિયાન પાર્ટીના કાર્યક્રમોમાં 'વંદે માતરમ'ના ફક્ત પહેલા બે છંદ જ ગાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોંગ્રેસે સ્પષ્ટતા કરી કે આ નિર્ણય ઓક્ટોબર 1937માં પસાર થયેલા CWCના સત્તાવાર ઠરાવ પર આધારિત છે.

congress2
newindianexpress.com

વિવાદ ક્યારે શરૂ થયો?

આ વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે તાજેતરમાં દક્ષિણ ગોવામાં કોંગ્રેસ પરિષદ દરમિયાન પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં 'વંદે માતરમ'ના ફક્ત પહેલા બે છંદ ગાવામાં આવ્યા. ત્યારબાદ, ભાજપે કોંગ્રેસ પર અધૂરું રાષ્ટ્રીય ગીત ગાવાનો આરોપ લગાવતા નિશાન સાધ્યું.

ભાજપ પર વળતો પ્રહાર કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું હતું કે તેમણે એ જ 'વંદે માતરમ'નું ગાયું હતું જે દાયકાઓથી મોટા નેતા ગાતા આવ્યા છે. ખડગેએ કહ્યું કે, મેં એ જ 'વંદે માતરમ' ગાયું હતું જે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને અટલ બિહારી વાજપેયી ગાતા હતા. જો આ કોઇ ગુનો હોય, તો ગાંધીજી, નેહરુ અને સરદાર પટેલ સામે કેસ દાખલ કરાવો. ભાજપને રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાન અંગે કોંગ્રેસ દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયોની માહિતી નથી. તેમના જન્મ પહેલાં જ કોંગ્રેસે આ બાબતે ઠરાવ પસાર કર્યો હતો. હું ફક્ત છેલ્લા 80 વર્ષથી ચાલી આવતી પ્રથાનું પાલન કરી રહ્યો છું.

કોંગ્રેસ ફક્ત પહેલા બે છંદ જ કેમ ગાય છે?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા 1875માં રચિતઅને બાદમાં હ નવલકથા આનંદમઠમાં સામેલ કરવામાં આવેલા વંદે માતરમના સંપૂર્ણ સ્વરૂપ પર 1930ના દાયકામાં વ્યાપક બહેસ થઈ હતી. ગીતના શરૂઆતના બે છંદ ફક્ત માતૃભૂમિના કુદરતી સૌંદર્યન અને વંદનાનો ઉલ્લેખ કરે છે. પછીના છંદોમાં વિશિષ્ટ ધાર્મિક અને પૌરાણિક સંદર્ભો સામેલ છે.

congress1
deccanherald.com

કોંગ્રેસનું કહેવું છે કે પંડિત જવાહરલાલ નેહરુએ ઓક્ટોબર 1937માં આ મુદ્દા પર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની સલાહ લીધી હતી. ટાગોરે અભિપ્રાય આપ્યો હતો કે પહેલા બે છંદ સમાવેશી રાષ્ટ્રીય ગીત માટે આદર્શ છે, જ્યારે પછીના ભાગો બધા ભાગ સમુદાયોના સંયુક્ત રાષ્ટ્રીય સંમેલનો માટે યોગ્ય ન પણ હોય. ત્યારબાદ 1937માં, CWCએ સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો જેમાં ભલામણ કરવામાં આવી હતી કે સાર્વજનિક અને રાષ્ટ્રીય મંચો પર પહેલા બે છંદ જ ગાવાની ભલામણ કરી હતી.

About The Author

Related Posts

Top News

ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે, ઈથેનોલ બનાવવાનું ભારે પડ્યું, સંકટ ઉકેલવા સરકારની દોડધામ

ભારતનું ખાંડ બજાર હાલ એક અસાધારણ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ખેતરોમાં શેરડીનો પૂરતો પાક છે, ઈથેનોલ પ્રોગામ...
Business 
ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે, ઈથેનોલ બનાવવાનું ભારે પડ્યું, સંકટ ઉકેલવા સરકારની દોડધામ

'વંદે માતરમ'ના ફક્ત પહેલા બે છંદ ગાવા પર કેમ અડગ છે કોંગ્રેસ? 89 વર્ષ જૂના કયા રેફરન્સને બનાવી રહી છે ઢાળ?

રાષ્ટ્રીયગીત 'વંદે માતરમ'ને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે, કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)એ પોતાના...
'વંદે માતરમ'ના ફક્ત પહેલા બે છંદ ગાવા પર કેમ અડગ છે કોંગ્રેસ? 89 વર્ષ જૂના કયા રેફરન્સને બનાવી રહી છે ઢાળ?

શરીર મનુષ્યનું, ચહેરો કૂતરાનો... મધ્ય પ્રદેશમાં શખ્સ 'કૂતરો' કેમ બન્યો? કહ્યું- નસબંધી છતા 6 ગલુડિયા આવી ગયા

શરીર મનુષ્યનું, પણ ચહેરો કૂતરાનો... મધ્ય પ્રદેશના ખંડવામાં એક જાહેર ફરિયાદ સુનાવણીમાં એક શખ્સ કૂતરાનું માસ્ક પહેરીને પહોંચ્યો ત્યારે...
National 
શરીર મનુષ્યનું, ચહેરો કૂતરાનો... મધ્ય પ્રદેશમાં શખ્સ 'કૂતરો' કેમ બન્યો? કહ્યું-  નસબંધી છતા 6 ગલુડિયા આવી ગયા

ડોકટરો ડિલિવરી પછી મહિલાના પેટમાં મોજા અને નેપકિન ભૂલી ગયા! અઠવાડિયા પછી કાઢ્યા

મહારાષ્ટ્રના બીડ જિલ્લા હોસ્પિટલમાં ડોકટરોની ગંભીર બેદરકારીનો પર્દાફાશ થયો છે. 19 વર્ષની ગર્ભવતી મહિલા ડિલિવરી માટે હોસ્પિટલમાં પહોંચી હતી. પરિવારના...
National 
ડોકટરો ડિલિવરી પછી મહિલાના પેટમાં મોજા અને નેપકિન ભૂલી ગયા! અઠવાડિયા પછી કાઢ્યા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.