'NEET પરીક્ષાને સંપૂર્ણપણે ખતમ કરી દો', CJP પ્રદર્શન વચ્ચે CM વિજયે કરી અનેક માંગ; રાહુલ વિશે પણ બોલ્યા

'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના વિરોધ પ્રદર્શન વચ્ચે તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલાપતિએ કેન્દ્ર સરકાર સમક્ષ એક મોટી માંગ કરી છે. તેમણે NEET પરીક્ષાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની હાકલ કરી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી વિજયે વિરોધ પ્રદર્શન દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયત પર પણ પ્રતિક્રિયા આપી છે.

vijay
indiatoday.in

વિજય થલાપતિની પાર્ટી, TVKX પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘NEET પરીક્ષાના અમલીકરણ બાદ ન માત્ર તેની વિશ્વસનીયતા કલંકિત થઈ છે, પરંતુ વિદ્યાર્થીઓ માનસિક તણાવનો પણ સામનો કરી રહ્યા છે, અને તેમના ભવિષ્યના સપના એક મોટા પ્રશ્નાર્થમાં બદલાઈ ગયા છે. TVKએ જણાવ્યું હતું કે NEET પરીક્ષાને કારણે દર વર્ષે વિદ્યાર્થીઓને થતા નુકસાનમાં ઘટાડો થવાનું નામ લઇ રહ્યું નથી. એટલે, તેઓ કેન્દ્ર સરકાર NEET પરીક્ષાને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાની માંગ કરે છે.

CM વિજયે રાહુલ ગાંધીની અટકાયત વિશે શું કહ્યું?

વડાપ્રધાનના નિવાસસ્થાને ધરણા પર બેઠા રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓની અટકાયતમાં લેવા અંગે TVKએ જણાવ્યું હતું કે રાજધાનીમાં લોકશાહીનું દમન સંપૂર્ણપણે નિંદનીય છે. TVKએ લખ્યું કે, દિલ્હીમાં યુવાનોના અહિંસક વિરોધને ટેકો આપવા માટે આગળ આવેલા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દિલ્હી પોલીસ દ્વારા ધસડીને હાથકડી લગાવીને લઇ જવું લોકશાહી અધિકારો પર ખુલ્લો હુમલો છે. આ ખૂબ જ નિંદનીય છે.

rahul-gandhi1
theguardian.com

વડાપ્રધાનના નિવાસસ્થાને ધરણામાં કોણ-કોણે ભાગ લીધો હતો?

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓએ NEET પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી બદલ વડાપ્રધાન મોદીના રાજીનામાની માંગણી સાથે તેમના નિવાસસ્થાન બહાર ધરણા કર્યા હતા. બાદમાં, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા સુપ્રિયા સુલે પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ત્યારબાદ, વિપક્ષના નેતાઓને ધરણા સ્થળ પરથી બળજબરીથી હટાવવામાં આવ્યા હતા અને પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતી. ત્યારબાદ તેમને રાત્રે જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.