- World
- વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી
વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી
એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે પાકિસ્તાન સાથેની સરહદ પણ બંધ કરી દીધી હતી. સરહદ બંધ થવાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે.
બંને દેશો વચ્ચે વધતા તણાવને કારણે, બંને દેશો વચ્ચે લગ્નની આશા ઓછી થઈ ગઈ છે. જોકે, હવે, લગભગ દોઢ વર્ષ પછી, આશાઓ ફરી જાગી છે. એક અહેવાલ દર્શાવે છે કે આશરે 150 પાકિસ્તાની દુલ્હનોએ મસ્કત, કોલંબો, ઢાકા, કતાર અને દુબઈથી ભારતના વિવિધ શહેરોમાં કનેક્ટિંગ ફ્લાઇટ્સનો ઉપયોગ કર્યો હતો અને લગ્નની વિધિઓ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયે, એક સમ્માનીય ધાર્મિક સ્થળ સાથે મળીને, આવા પ્રવાસને ખાસ છૂટ આપી હતી.
આ આદેશ મુજબ, પાકિસ્તાની સંબંધીઓને દુલ્હન સાથે જવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ એ શરત સાથે કે તેઓ ચોક્કસ સમયમર્યાદામાં પાછા ફરશે. આ જ કારણ છે કે કેટલાક લગ્નો ખુબ સાદગીથી કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની દુલ્હનો તેમના વિઝા પરમિટ અને દસ્તાવેજો પ્રાપ્ત કરીને ખૂબ ખુશ થઈ ગઈ હતી.
જો કે ભારતીય વિઝા ધરાવતા પાકિસ્તાનીઓ સામાન્ય પરિસ્થિતિઓમાં વાઘા બોર્ડર પરથી સરળતાથી મુસાફરી કરી શકતા હતા, પરંતુ હવે સરહદ બંધ થવાને કારણે તેમને હવાઈ મુસાફરી કરવાની જરૂર પડે છે. પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર હજુ પણ બંધ રાખ્યું છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ વર્ષે જૂનથી એપ્રિલ વચ્ચે, આશરે 150 દુલ્હનો તેમના 450 સંબંધીઓ સાથે ભારત આવી હતી.
અહેવાલ મુજબ, લગ્ન માટે ભારતમાં આવેલી મોટાભાગની દુલ્હનોની સગાઇ ઓપરેશન સિંદૂર પહેલા થઇ ચુકી હતી. ગયા વર્ષે ઘણા યુગલોએ તેમના લગ્નનું આયોજન કર્યું હતું, પરંતુ બદલાતા સંજોગો અને સરહદ બંધ થવાને કારણે લગ્નમાં વિલંબ થયો. લાંબા ગાળાના વિઝા પર ભારતમાં રહેતા ઇન્કેશ જશનાનીએ ઓપરેશન સિંદૂર પહેલા સગાઈ કરી હતી. ત્યારપછી તેઓએ તેમના લગ્નનું આયોજન કર્યું. તેની મંગેતર સિંધના ખાનપુર તાલુકાથી ભારત આવી રહી હતી, પરંતુ વાઘા બોર્ડર બંધ થવાને કારણે તે આવી શકી નહીં.
લગભગ એક વર્ષ પછી, આરતીએ હવાઈ માર્ગ પસંદ કર્યો. તેણે મસ્કત થઈને નાગપુર જવાનું નક્કી કર્યું. વિઝા પ્રતિબંધોને કારણે, ફક્ત તેનો ભાઈ જ તેની સાથે જઈ શકતો હતો. આરતી ઈચ્છે છે કે, જો સરહદ ફરી ખુલે અને તે ફરીથી તેના માતાપિતાને મળી શકે.
ભારતીય નાગરિકત્વ મેળવનાર સંજય કલાનીની સગાઈ 3 વર્ષ પહેલાં સિંધના ઘોટકી જિલ્લાની કાજલ સાથે થઈ હતી. જોકે, તેને આશા નહોતી કે તેમના લગ્ન સરળતાથી થશે. લગ્ન ગયા વર્ષે થવાના હતા, પરંતુ ઓપરેશન સિંદૂર પછી, તેની મંગેતરને વિઝા મેળવવામાં મુશ્કેલી પડી. સંજયની મંગેતર કાજલ તાજેતરમાં કરાચીથી મસ્કત અને પછી ત્યાંથી નાગપુર આવી. ત્યારે જ સંજય અને આરતીના લગ્ન થયા.
અહેવાલો દર્શાવે છે કે, સિંધના ઘોટકીમાં પ્રખ્યાત શદાની દરબારમાં પાકિસ્તાનમાં ફસાયેલી દુલ્હનોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. 18મી સદીના સંત શદારામ સાબીબના માનમાં બનેલ શદાની દરબાર બંને દેશોમાં રહેતા સમુદાય માટે ખાસ મહત્વ ધરાવે છે. સમુદાયના એક સભ્યએ જણાવ્યું હતું કે, આ સિંધથી આવેલું પહેલું જૂથ છે અને ભારત સરકારે અન્ય ફસાયેલી દુલ્હનોને મદદ કરવા માટે પગલાં લેવા જોઈએ.

