‘તાવ તો ઘરે દવા લઇને પણ સારો થઇ જાય...’, 65000ની પોલિસી છતા વીમા કંપનીએ આપ્યો ઝટકો, મહિલાનું દુઃખ વાયરલ

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ વીડિયો શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેનો દાવો છે કે ₹65,000નું ભારે વાર્ષિક પ્રીમિયમ ભરવા છતા વીમા કંપનીએ તેના હોસ્પિટલના ક્લેમને એમ કહીને રિજેક્ટ કરી દીધો કે તાવ તો ઘરે પણ સારો થઇ શકતો હોતો. આ વીડિયા સામે આવ્યા પછી ઇન્ટરનેટ પર લોકોનો રોષ વધી ગયો છે.

Health-Insurance1
x.com/Anuradha6jza

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા પોતાની આપવીતી જણાવતા પરેશાન દેખાય રહી છે. તેણે જણાવ્યું કે તેણે એક મોટી કંપની સાથે આરોગ્ય વીમા પોલિસી લીધી છે અને દર વર્ષે ₹65,000નું પ્રીમિયમ સમયસર ભરે છે. તાજેતરમાં, તેની તબિયત ખૂબ ખરાબ થઇ ગઈ હતી, અને તેને ખૂબ તાવને કારણે હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી; ડૉક્ટરોની સલાહ પર તેને દાખલ કરવી પડી હતી. જો કે, વાસ્તવિક મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે ડિસ્ચાર્જનો સમય આવ્યો અને બિલ વીમા કંપનીને મોકલવામાં આવ્યું.

દર્દીના પરિવારના આશા હતી કે, કેશલેસ સુવિધા બધુ સરળતાથી થઇ જશે, પરંતુ વીમા કંપનીએ ક્લેમ સંપૂર્ણપણે રિજેક્ટ કરી દીધો. જ્યારે મહિલાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે કંપનીનો જવાબ હેરાન કરી દેનારો હતો. કંપનીનું કહેવું હતું કે ખૂબ તાવ માટે હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ જરૂર નહોતી, આ બીમારી તો ઘરે રહીને દવા ખાવાથી પણ સારી થઇ શકતી હતી. કંપનીના આ વિચિત્ર તર્કથી મહિલા સ્તબ્ધ થઈ ગઈ. તેણે હોસ્પિટલના બેડ પરથી જ એક વીડિયો બનાવીને કંપનીની હરકત દુનિયા સામે રાખી દીધી.

health-insurance2
x.com/PradeepMaikhur3

જેવો જ આ વીડિયો ઇન્ટરનેટ પર આવ્યો, લોકોએ ઘડાઘડ શેર કરવાનો શરૂ કરી દીધો, અમે કોમેન્ટ બોક્સમાં વપરાશકર્તાઓનો ગુસ્સો સ્પષ્ટપણે જોવા મળ્યો. લોકો કહી રહ્યા છે કે વીમા કંપનીઓ પૈસા હડપવા માટે મોટા-મોટા વચનો આપે છે પરંતુ જ્યારે હકીકતમાં કોઇને જરૂર હોય ત્યારે તેઓ નાના નિયમ અને શરતોનો સંદર્ભ આપીને મોઢું ફેરવી લે છે. ઘણા લોકોએ પોતાની સાથે થયેલા આવા અકસ્માતોની અનુભવ શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર લોકો હવે કંપનીને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે સરકાર આવા કેસો માટે કડક નિયમો બનાવે.

About The Author

Top News

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

બધાએ આ કહેવત સાંભળી હશે- ‘જો મિયાં બીબી રાજી, તો ક્યાં કરે કાઝી?’ જોકે, ઉત્તર...
National 
મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

તમિલનાડુ સરકાર તરફથી સતત મફત લાભો આપતી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. મફત યોજનાઓની આ યાદીમાં ઘણી નવી...
Politics 
CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો...
National 
મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.