સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સુંદર પિચાઈનો વિરોધ, જાણો શું છે આખો મામલો?

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગૂગલના CEO સુંદર પિચાઈને એ સમયે એક અજીબોગરીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તેમના નિર્ધારિત ભાષણ પહેલાં જ વોકઆઉટ કર્યું. આ વિદ્યાર્થીઓએ જોરદાર સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.

અહેવાલો અનુસાર, પિચાઈ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાષણ આપવાના હતા, પરંતુ આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. પેલેસ્ટાઇનના સમર્થનમાં વિદ્યાર્થીઓએ પિચાઇના ભાષણ દરમિયાન વોકઆઉટ કર્યું હતું; કેટલાક વિદ્યાર્થી પેલેસ્ટિનિયન ધ્વજ અને બેનરો લઈને સ્થળ છોડી ગયા, જ્યારે અન્યએફ્રી પેલેસ્ટાઇનના નારા લગાવ્યા હતા.

sundar-pichai1
ndtv.com

કહેવામાં આવી રહ્યું છે કે, વિરોધ કરનારા જૂથોસ્ટુડન્ટ્સ ફોર જસ્ટિસ ઇન પેલેસ્ટાઇનઅનેનો ટેક ફોર એર્થિડહતા. તેમનો આરોપ છે કે ગૂગલ અને તેની પેરેન્ટ કંપની, આલ્ફાબેટ ઇન્ક એવી તકનીકી સેવાઓ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરે છે જેનો ઉપયોગ ઇઝરાયલી સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે. પ્રદર્શનકારીઓ ઇઝરાયલ સાથે જોડાયેલા સંરક્ષણ કરારો અને અમેરિકન સરકારી એજન્સીઓ સાથે ગૂગલના કાર્યનો વિરોધ કરી રહ્યા હતા.

પ્રોજેક્ટ નિમ્બસનો વિરોધ શા માટે?

અનેક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ પિચાઈના ભાષણ પહેલાં ગૂગલનાપ્રોજેક્ટ નિમ્બસનો વિરોધ કરવા માટે વોકઆઉટ કરી ગયા હતા. 1.2 અબજ ડોલરના મૂલ્યનો આ પ્રોજેક્ટ નિમ્બસમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ અને AI ટેકનોલોજીનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્રોજેક્ટને ગુગલ અને એમેઝોન દ્વારા ઇઝરાયલી સરકાર માટે સંયુક્ત રીતે તૈયાર કર્યો છે. આ પહેલ હેઠળ, ગુગલ અને એમેઝોન ઇઝરાયલી સરકારને ક્લાઉડ કમ્પ્યુટિંગ, AI અને ડેટા સ્ટોરેજ સેવાઓ પૂરી પાડે છે.

sundar-pichai2
bbc.com

નોંધનીય છે કે સુંદર પિચાઈ 2015થી ગુગલનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેઓ પોતે પણ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. AI અંગે પિચાઈએ કહી ચૂક્યા છે કે આ ટેકનોલોજી ટેક ઉદ્યોગ માટે એક મોટું પરિવર્તન છે અને વર્તમાન પેઢીના સ્નાતકો ન ફક્ત તેને વિકાસિત કરશે, પરંતુ તેના પ્રભાવો સાથે જીવન પણ જીવશે.

About The Author

Related Posts

Top News

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ

હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બ્રાન્ડ Vidaએ તેનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. તેના VX2 પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, કંપનીએ...
Tech and Auto 
હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.