તેલના મોંઘા ભાવથી દુનિયાને બચાવવાના પ્રયાસમાં અમેરિકા કંગાળ થઈ ગયું!

વૈશ્વિક ઉર્જા બજારમાંથી ખુબ જ ચોંકાવનારા સમાચાર બહાર આવી રહ્યા છે. અમેરિકાનો સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) ઘટવાની આરે છે. ખરેખર, અમેરિકાનો ઇમરજન્સી ઓઇલ રિઝર્વ 43 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. ઇરાન સાથે ચાલી રહેલા યુદ્ધ અને સ્થાનિક બજારમાં તેલના વધતા ભાવને નિયંત્રિત કરવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રે તેલ રિઝર્વમાંથી ક્રૂડ ઓઇલ સતત બહાર કાઢ્યું હતું. આ પગલાથી આ ઇમરજન્સી સ્ટોક 1983 પછીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. એક અહેવાલ મુજબ, US અધિકારીઓએ છેલ્લા અઠવાડિયાની અંદર જ આ અનામતમાંથી 89 લાખ બેરલ ક્રૂડ ઓઇલ બજારમાં મોકલ્યું છે.

48

રિપોર્ટ મુજબ, 12 જૂન, 2026 સુધીમાં, આ અનામતમાં તેલનો સ્ટોક ઘટીને 34.03 કરોડ બેરલ થઈ જશે, જે અમેરિકન ઇતિહાસમાં એક ખતરનાક સંકેત છે. રાષ્ટ્રપતિ જો બાઇડેનના કાર્યકાળ દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન જુલાઈ 2023માં નોંધાયેલા સ્તરથી નીચે તેલ ભંડારનું વર્તમાન સ્તર ઘટી ગયું છે. હાલના સમયમાં આ તેલનો ભંડાર જુલાઈ 1983 પછી સૌથી નાનો જથ્થો છે. રસપ્રદ વાત એ છે કે, 1983માં, જ્યારે રોનાલ્ડ રીગનનું વહીવટીતંત્ર પહેલી વાર આ વ્યૂહાત્મક અનામત બનાવી રહ્યું હતું, ત્યારે અમેરિકન અર્થતંત્રનું કદ આજના કરતા ઘણું નાનું હતું.

જ્યારે આજના સમયમાં દેશની જરૂરિયાતોમાં ઝડપથી વધારો થયો છે, ત્યારે આ સ્તરે અનામતનો ઘટાડો અમેરિકન અર્થશાસ્ત્રીઓને ચિંતામાં મૂકી રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર માટે, આ વ્યૂહાત્મક અનામત ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે અર્થતંત્રને બચાવવા માટેનું સૌથી મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. ફેબ્રુઆરીના અંતમાં ઈરાન સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી સતત ચાલુ રહેલા આ સંઘર્ષને કારણે આ અનામતમાંથી 7.5 કરોડ બેરલ તેલ કાઢવામાં આવ્યું છે, જે તેની ક્ષમતામાં 18 ટકાનો મોટો ઘટાડો છે.

45

વર્તમાન પરિસ્થિતિ એ છે કે, યુનાઇટેડ સ્ટેટ્સના આ કટોકટી ભંડારમાં તેની કુલ ક્ષમતાનો અડધો ભાગ પણ નથી બચ્યો. તેલ બજારના નિષ્ણાતો કહે છે કે, જો આ તેલને અમેરિકન સરકાર, અન્ય દેશો અને ચીન દ્વારા લેવામાં આવેલા પગલાં દ્વારા બજારમાં લાવવામાં ન આવ્યું હોત, તો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 150 ડૉલરને વટાવી ગયા હોત, જેના કારણે આખી દુનિયામાં ગભરાટ ફેલાઈ જાતે. નિષ્ણાતો કહે છે કે, કટોકટીના સ્ટોકમાં ઘટાડો યુનાઇટેડ સ્ટેટ્સ માટે ખુબ મોટું જોખમ ઊભું કરે છે.

જો આગામી દિવસોમાં મેક્સિકોના અખાતમાં કોઈ મોટું વાવાઝોડું આવે અને તેલનું ઉત્પાદન થોડા અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવે, તો યુનાઇટેડ સ્ટેટ્સ પાસે પરિસ્થિતિને સંભાળવા માટે કોઈ બેકઅપ નહીં રહે. જોકે, માર્ચમાં જાહેર કરાયેલ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા 17.2 કરોડ બેરલ તેલ મુક્ત કરવાના લક્ષ્યાંક પૂર્ણ થયા પછી આ અનામતમાંથી તેલ નીકળવાની ગતિ ધીમી પડી શકે તેવી અપેક્ષા છે. આ તેલ અનામતમાંથી ક્રૂડ તેલના ઝડપી નીકાળવા પાછળ રાજકીય કારણો પણ હોવાનું માનવામાં આવે છે.

47

2022માં તેમના ત્રીજા રાષ્ટ્રપતિ પ્રચાર દરમિયાન, ટ્રમ્પે મધ્યસત્ર ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે કટોકટી તેલ અનામતનો ઉપયોગ કરવા બદલ તત્કાલીન રાષ્ટ્રપતિ જો બાઇડેનની આકરી ટીકા કરી હતી. જો કે, હવે અમેરિકા મધ્યસત્ર ચૂંટણીઓ પહેલા મોંઘવારીને કાબુમાં લેવા માટે રેકોર્ડ માત્રામાં તેલ મુક્ત કરી રહ્યું છે. જો તેલ નીકળવાનું આ જ ઝડપે ચાલુ રહેશે, તો આ અનામત સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દેશે. અમેરિકન પેટ્રોલિયમ રિઝર્વના વડાઓના મતે, આ સિસ્ટમ ચાલુ રાખવા માટે રિઝર્વમાં  ઓછામાં ઓછું 20 ટકા તેલ હોવું જરૂરી છે.

About The Author

Related Posts

Top News

MGએ 7-સીટર SUV Hector Tomahawk લોન્ચ કરી; જાણી લો કિંમત અને ફીચર્સ

JSW-MGએ તેની નવી કાર લોન્ચ કરી છે. કંપનીએ ભારતીય બજારમાં MG Hector Tomahawk EV લોન્ચ કરી છે. આ કાર...
Tech and Auto 
MGએ 7-સીટર SUV Hector Tomahawk લોન્ચ કરી; જાણી લો કિંમત અને ફીચર્સ

iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

iQOOએ થોડા દિવસ પહેલા તેનો નવો iQOO Z11 5G ફોન લોન્ચ કર્યો છે, જે આજે, 25 ઓગસ્ટના...
Tech and Auto 
iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી, મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

ભાજપે નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, અને રાજકીય નજર હવે સીધું મોદી કેબિનેટ તરફ ટકી ગઇ...
Politics 
મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી,  મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

આસામના જોરહાટમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પર તેના જ ઘરમાંથી આશરે ₹50 લાખ રોકડા...
National 
દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.