'હું અબજોની માલિક છું' લખનારી ગરિમા ફ્રોડ નીકળી, રેલવે ઓફિસર પિતાની પણ ધરપકડ; રૂ. 1.67 કરોડની ઠગાઈ આચરી

ઉત્તર પ્રદેશના ગોરખપુરના એમ્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મહાદેવ ઝારખંડી કોલોનીમાં રહેતા રેલવે સ્ટેશન સુપ્રિન્ટેન્ડેન્ટ ધ્રુવ નારાયણ સિંહ અને તેમની પુત્રી ગરિમા સિંહે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. બંને બાપ-દીકરીએ મળીને રૂ. 1.67 કરોડનું ફ્રોડ કરી નાખ્યું હતું. 1 ઓગસ્ટના રોજ સાથી રેલવે કર્મચારી સત્યપ્રકાશ સિંહ દ્વારા એમ્સ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે આ કડક કાર્યવાહી કરી છે.

10

આરોપી પિતા-પુત્રીએ કાર લોન ચૂકતે કરવાની અને પર્સનલ લોન અપાવવાની લાલચ આપીને 6 અલગ-અલગ બેંકોમાંથી રૂ. 1.67 કરોડની લોન પાસ કરાવી લીધી હતી અને સમગ્ર રકમ પોતાની પાસે રાખી લીધી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કર્યા છે.

ધરપકડ દરમિયાન એમ્સ પોલીસને ગરિમા સિંહ પાસેથી એક વ્યક્તિગત ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં ગરિમાએ પોતે ખૂબ જ અમીર હોવાની અને તેની પાસે અઢળક સંપત્તિ હોવાની વાતો લખી રાખી હતી. ડાયરીના પાનાઓ પર તેણે લખ્યું હતું કે તે અબજો રૂપિયાની માલિક છે અને તેની પાસે લક્ઝરી ગાડીઓ છે, જેના માટે તેણે ભગવાનનો આભાર પણ માન્યો હતો.

09

પીડિત સત્યપ્રકાશ સિંહના જણાવ્યા મુજબ ધ્રુવ નારાયણ સિંહે તેમની કાર લોન ચૂકતે કરાવી આપવાનું વચન આપીને પોતાની પુત્રી ગરિમા સાથે મુલાકાત કરાવી હતી. ત્યારબાદ ગરિમાએ સત્યપ્રકાશના દસ્તાવેજોનો ઉપયોગ કરીને HDFC, SBI, YES, ICICI, SNFG અને બંધન બેંકમાંથી પર્સનલ લોન મંજૂર કરાવી લીધી હતી. લોનની કુલ રકમમાંથી માત્ર 10 લાખ રૂપિયા સત્યપ્રકાશના ખાતામાં ટ્રાન્સફર કરીને શરૂઆતના 3 મહિના સુધી તેના હપ્તા ભર્યા હતા, પરંતુ ત્યારબાદ હપ્તા ભરવાનું સાવ બંધ કરી દીધું હતું.

08

એમ્સ થાણા પોલીસે આ મામલે ગરિમા, તેના પિતા ધ્રુવ નારાયણ, પતિ ભાનુપ્રતાપ સિંહ તથા સહયોગીઓ વિશાલ, રાજેન્દ્ર, ચંદ્રપ્રકાશ, દિનકર મણિ અને સંજય સામે ગુનો નોંધ્યો છે. એસપી સિટી નિમેષ પાટીલના જણાવ્યા અનુસાર, આ ગિરોહનો ભોગ બનેલા અન્ય પીડિતોની ફરિયાદો પણ સતત મળી રહી છે. પોલીસે પિતા-પુત્રીને જેલહવાલે કરીને આ કૌભાંડમાં સામેલ અન્ય સહયોગીઓની શોધખોળ અને આગળની કાનૂની તપાસ તેજ કરી છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.