‘અમે તમારા પર વિશ્વાસ કેમ કરીએ?’, નોર્વેમાં ભારતની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે પૂછ્યો સવાલ, જવાબ આખી દુનિયા સાંભળી રહી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં વિદેશ પ્રવાસ પર છે. નોર્વેની તેમની મુલાકાત અંગે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી ત્યારે એક સ્થાનિક મહિલા પત્રકારે એવો પ્રશ્ન પૂછ્યો જેનો ખૂબ લાંબો જવાબ મળ્યો. વિદેશી પત્રકારે મંત્રાલયના સચિવને ઘણી વખત ટોકવાનો પ્રયાસ પણ કર્યો. પત્રકારે અંગ્રેજીમાં પૂછ્યું હતું કે, અમે તમારા પર કેમ વિશ્વાસ કરીએ? શું તમે વચન આપી શકો છો કે તમે તમારા પોતાના દેશમાં થતા માનવાધિકાર ઉલ્લંઘનોને રોકવા માટે પ્રયાસો કરશો?’ ત્યારબાદ વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જનો જવાબ આપવાનો વારો આવ્યો. ખૂબ જ ગંભીરતાથી તેમણે ભારત બાબતે સમજાવવાનું શરૂ કર્યું, હવે સમગ્ર વિશ્વ તેને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યું છે.

પ્રથમ, એ જાણી લઇએ કે સિબી જ્યોર્જ ભારતીય વિદેશ સેવા (IFS)ના 1993 બેચના અધિકારી છે. કેરળના કોટ્ટાયમ જિલ્લાના વતની, સિબી ખ્રિસ્તી છે. તેઓ અગાઉ વેટિકન સિટીમાં ભારતના રાજદૂત તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ચાલો હવે પ્રશ્નોત્તરીના પર પાછા ફરીએ, જેનો એક વીડિયો વાયરલ થયો છે.

Sibi-George2
x.com/ANI

જી હાં, સિબી જ્યોર્જે પત્રકારનો પ્રશ્ન પહોલા જ નોંધ લીધો હતો. તેમણે પોતાનો જવાબ આપવાનો શરૂ કર્યો, તેમણે પહેલા આખો પ્રશ્ન વાંચ્યો અને ફક્ત કહ્યું, ‘ઓકે. તે ક્ષણે, પત્રકારે વચ્ચે કંઇક કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ સિબીએ નમ્રતાથી કહ્યું કે, ‘તમે એક પ્રશ્ન પૂછ્યો છે તો મને તેનો જવાબ આપવા દો. આ મારી પ્રેસ કોન્ફરન્સ છે. સિબીએ કહ્યું કે, ‘તમે કોઈ દેશ પર કેવી રીતે વિશ્વાસ કરશો? સૌ પ્રથમ એ સમજવું પડશે કે દેશ શું છે? આજના સમયમાં, દેશનો મતલબ તેની પાસે વસ્તી, સરકાર, સાર્વભૌમત્વ અને ટેરિટોરિયલ ટેરેટરી હશે. અમને ખૂબ ગર્વ છે કે અમારી સભ્યતા 5,000 વર્ષથી વધુ જૂની છે. તે સભ્યતા સતત ચાલતી આવી રહી છે.

તેમણે આગળ ઉમેર્યું કે, ‘તમે દુનિયામાં ચારેય તરફ જુઓ, તમને દરેક જગ્યા 'ભારત જોડાયેલું' દેખાશે. તમારા ફોન પર તમે જે નંબર જુઓ છો તેની ઉત્પત્તિ ભારતમાં થઇ. ભારતે વિશ્વને 'શૂન્ય' આપ્યો. ચેસની રમતનો જન્મ ભારતમાં થયો હતો. અને યોગ એ ભારતની દેન છે. (વચ્ચે પત્રકારે ફરીથી ટોક્યા, ત્યારે સિબીએ પોતાની રીતે, તેમને વચ્ચે ખલેલ ન પહોંચાડવા માટે કહ્યું.) પોતાની વાત ચાલુ રાખતા, સિબીએ કહ્યું કે,જ્યારે કોવિડનો સમય આવ્યો, ત્યારે ભારતે શું કર્યું? અમે છુપાઇને બેઠા નહીં. અમે આગળ વધ્યા અને વિશ્વને મદદનો હાથ લંબાવ્યો. આનાથી વૈશ્વિક સ્તરે વિશ્વાસની ભાવના જાગી. સમગ્ર વિશ્વએ આ પ્રયાસની પ્રશંસા કરી. અમે 150થી વધુ દેશોને રસીઓ અને દવાઓ પૂરી આપી.

https://twitter.com/ANI/status/2056498005424078977?s=20

સિબીએ વધુમાં જણાવ્યું કે આનાથી વિશ્વભરમાં ભારતને લઇને ભરોસો પેદા થયો. અમે G20 સમિટનું આયોજન કર્યું હતું. રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે સમગ્ર વિશ્વ વિભાજિત હતું. G20-2023 અગાઉ, એક સંયુક્ત ઘોષણાપત્ર આવી શક્યો નહોતો; પરંતુ, ભારતના પ્રયાસોને કારણે હાલના મતભેદો હોવા છતા સમગ્ર વિશ્વ એક સાથે આવ્યું, જેના કારણે 'દિલ્હી ઘોષણાપત્ર' જાહેર થઇ શક્યું. આનાથી ભારતને લઇને વૈશ્વિક વિશ્વાસ વધુ મજબૂત બન્યો. (પત્રકારે ફરી ટોક્યા.)

તેમણે માનવ અધિકારોની વાત કરી છે. હું તેમના પ્રશ્નનો જવાબ આપું છું. ભારતનું પોતાનું બંધારણ છે. તે વિશ્વનું સૌથી મોટું લોકશાહી છે. જ્યારે ભારતમાં ચૂંટણીઓ યોજાઈ, ત્યારે એક અબજ લોકોએ ભાગ લીધો હતો. લોકશાહીનો સાચો ઉત્સવ મનાવવામાં આયો. દુનિયાના કેટલાક દેશોની જેમ, ભારતમાં સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે થાય છે. અમારી પાસે એક બંધારણ છે, જે તમામ નાગરિકોને મૂળભૂત અધિકારોની ગેરન્ટી આપે છે. ભારતની સુંદરતા એ છે કે દેશના દરેક વ્યક્તિને આ બંધારણમાંથી અધિકારો મળ્યા છે. આપણી પાસે સ્વતંત્ર ન્યાયતંત્ર છે; જો કોઈના અધિકારોનું ઉલ્લંઘન થાય છે, તો તે પાસે કોર્ટ જઇ શકે છે.

Sibi-George1
x.com/ANI

તાજેતરમાં જ એક આવા દ પ્રશ્નના જવાબમાં, સિબીએ કહ્યું હતું કે ભારતનો એ લોકોને શરણ આપવાનો લાંબો ઇતિહાસ છે કે જેમને બીજી જગ્યાએ સતાવવામાં આવ્યા છે યહૂદીઓને અહીં ક્યારેય સતાવણીનો સામનો કરવો પડ્યો નથી. અમારે ત્યાં 30 મિલિયન ખ્રિસ્તી વસ્તી છે. અહીં ઇસ્લામનો વિકાસ થયો છે. જ્યારે પણ લઘુમતીઓ પર હુમલાઓ થયા, તેઓ હંમેશાં અહીં આશ્રય લેવા આવ્યા છે. આપણી લઘુમતી વસ્તી સ્વતંત્રતા સમયે આશરે 11% થી વધીને 100 મિલિયનથી વધુ થઈ ગઈ છે. આજે, તે 20% થઇ ગઇ છે. મહિલાઓને સમાન અધિકારો મળે છે. ભારતમાં 200થી વધુ ચેનલો છે, જ્યાં બ્રેકિંગ ન્યૂઝ ચાલતા રહે છે.

About The Author

Top News

26-27 સપ્ટેમ્બરે બેંકની રજા, 28-30 તારીખ સુધી કર્મચારીઓની 3 દિવસની હડતાળ; 9 દિવસમાં માત્ર 2 દિવસ જ કામ ચાલશે

જો તમારી પાસે કોઇ સરકારી બેંકમાં બચત ખાતું હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. જો તમારે...
Business 
26-27 સપ્ટેમ્બરે બેંકની રજા, 28-30 તારીખ સુધી કર્મચારીઓની 3 દિવસની હડતાળ; 9 દિવસમાં માત્ર 2 દિવસ જ કામ ચાલશે

શ્રીકાંતે એશિયન ગેમ્સ માટે પસંદ કરેલી ટીમ પર પ્રહારો કરતા કહ્યું, 'કૃણાલ, પાટીદાર અને ભુવીએ શું ગુનો કર્યો છે?'

2026 એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં અચાનક ફેરફાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ભારતીય સ્પિનર ​​વરુણ ચક્રવર્તીની ઈજા પછી...
Sports 
શ્રીકાંતે એશિયન ગેમ્સ માટે પસંદ કરેલી ટીમ પર પ્રહારો કરતા કહ્યું, 'કૃણાલ, પાટીદાર અને ભુવીએ શું ગુનો કર્યો છે?'

મહિલાને પીવાના પાણીથી સાફ-સફાઈ કરવાનું મોંઘું પડ્યું, તંત્રએ ફટકારી દીધો મોટો દંડ

હૈદરાબાદના પોશ વિસ્તાર જુબિલી હિલ્સમાં પીવાના પાણીના ઉપયોગ અંગે જળ બોર્ડે કડક વલણ અપનાવ્યું છે. રોડ નંબર 23 પર એક...
National 
મહિલાને પીવાના પાણીથી સાફ-સફાઈ કરવાનું મોંઘું પડ્યું, તંત્રએ ફટકારી દીધો મોટો દંડ

જો કોઈ મુસ્લિમને ગરબામાં આવવું હોય તો તેણે તિલક લગાવી માતાજીની પૂજા કરવી પડશેઃ BJP MLA

મુંબઈના બોરીવલીમાં યોજાનારા એક મુખ્ય ગરબા આયોજનમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ અને ચોક્કસ શરતો લાદવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના...
Politics 
જો કોઈ મુસ્લિમને ગરબામાં આવવું હોય તો તેણે તિલક લગાવી માતાજીની પૂજા કરવી પડશેઃ BJP MLA
Copyright (c) Khabarchhe All Rights Reserved.