'મેં તારી પૉટીનો કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?', ટ્રાફિક કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ વચ્ચે તું-તું મેં-મેં; SPએ કરી કાર્યવાહી

સંભલ જિલ્લામાં ગંગા એક્સપ્રેસવે ઇન્ટરચેન્જ પોઇન્ટ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ જય ભગવાન મંગળવારે બપોરે તેમની ફરજ પરથી ગેરહાજર જોવા મળ્યા. જ્યારે ટ્રાફિક પોલીસ ઇન્ચાર્જ દુષ્યંત બાલિયાન અચાનક નિરીક્ષણ કરવા પહોંચ્યા, ત્યારે લહરાવન ગામ નજીક તૈનાત કોન્સ્ટેબલ હાજર નહોતા. ત્યારબાદ તરત જ ઇન્ચાર્જે કોન્સ્ટેબલની ગેરહાજરી અંગે રિપોર્ટ લખી દીધો.

daroga
aajtak.in

કોન્સ્ટેબલનો દાવો છે કે તે પેટ ખરાબ હોવાને કારણે નજીકના પેટ્રોલ પંપ પર શૌચક્રિયા કરવા ગયો હતો. જ્યારે તેણે આ દલીલ કરી, ત્યારે ઇન્ચાર્જે કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કહ્યું કે મેં તારી પૉટી માટે કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ વિવાદ હવે એક મોટો મુદ્દો બની ગયો છે.

આ વિવાદ બાદ, હેડ કોન્સ્ટેબલ જય ભગવાને ટ્રાફિક પોલીસ ઇન્ચાર્જ દુષ્યંત બાલિયાન પર વળતો પ્રહાર કરતા ગંભીર આરોપો લગાવ્યા છે. વાયરલ વીડિયોમાં કોન્સ્ટેબલનો દાવો છે કે ઇન્ચાર્જ ગેરકાયદેસર રીતે ટ્રકોનું સંચાલન કરાવે છે.

કોન્સ્ટેબલના જણાવ્યા મુજબ, કાવડ યાત્રા દરમિયાન તેમણે માટી ભરેલી ડમ્પર ટ્રક રોકી હતી અને ઇન્ચાર્જની ટ્રકોને ચલણ ફટકારવાને કારણે તેઓ તેમની સાથે અદાવત રાખે છે. કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે આ જ કારણે સામાન્ય જરૂરિયાત માટે જવા બદલ તેમનો રિપોર્ટ લખવામાં આવ્યો અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

UP-Police
navbharattimes.indiatimes.com

મામલાનું વધતું સ્વરૂપ જોઈને અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સંભલના પોલીસ અધિક્ષક (SP) કૃષ્ણ કુમાર બિશ્નોઈએ કડક કાર્યવાહી કરી છે. SPએ હેડ કોન્સ્ટેબલ જય ભગવાન અને ટ્રાફિક પોલીસ ઇન્ચાર્જ દુષ્યંત બાલિયાનને તાત્કાલિક અસરથી લાઈન હાજર કરી દીધા છે. SPએ જણાવ્યું હતું કે કોન્સ્ટેબલની ગેરહાજરી તેમજ તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપોની નોંધ લેવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે વિભાગીય આદેશો પણ જાહેર કરવામાં આવ્યા છે જેથી સત્ય બહાર આવી શકે.

About The Author

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.