બાંકે બિહારી મંદિરમાં યુગલે કરી સગાઈ, વીડિયો વાયરલ થતા મચ્યો હોબાળો

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ફરી એકવાર રિંગ સેરેમની અને વરમાળાની ઘટના સામે આવી છે. આ સગાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, એક યુવક અને યુવતી મંદિરના VIP પરિસરમાં ઉભા રહીને વીંટીઓની પહેરાવતા અને એક-બીજાને માળા પહેરાવતા જોવા મળે છે.

banke-bihari-temple1
instagram.com

એવું કહેવાય છે કે બંને સોશિયલ મીડિયા એનફ્લૂએન્સર છે, જેમને મંદિર પરિસરમાં જ તેમની સિંગ સેરેમની કરી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે જ્યાં એક તરફ મંદિરમાં ભક્તોની ભારે ભીડ રહે છે, ત્યારે બીજી તરફ VIP વ્યવસ્થા વચ્ચે આવા આયોજનને મંજૂરી આપવાથી ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ઘણા ભક્તોએ તેને ધાર્મિક મર્યાદા વિરુદ્ધ ગણાવ્યું હતું.

વીડિયોમાં એક ગોસ્વામી (મંદિરનો પૂજારી) પણ જોવા મળે છે, જે યુવક-યુવતીને આશીર્વાદ આપતા દેખાય છે. જોકે, જ્યારે તેમને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટપણે આ ઘટનામાં કોઈ સંડોવણી હોવાનો ઇનકાર કર્યો હતો. તેમના મતે તેઓ ફક્ત ઘટનાસ્થળે હાજર હતા; જ્યારે યુવક અને યુવતીએ તેમના આશીર્વાદ લીધા, ત્યારે તેમણે પરંપરા અનુસાર તેમને આશીર્વાદ આપ્યા.

સમગ્ર ઘટના પર ટિપ્પણી કરતા મંદિરની હાઇ-પાવરવાળી સમિતિના સભ્ય દિનેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મંદિર પરિસરમાં બનતી આવી ઘટનાઓ પર સમિતિની આગામી બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવા પર વિચાર કરવામાં આવશે આવશે.

banke-bihari-temple2
instagram.com

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બાંકે બિહારી મંદિરમાંથી આવા જ વીડિયો સામે આવ્યા છે, જેના કારણે આવી પ્રવૃત્તિઓને રોકવાની વાત કહેવામાં આવી હતી. છતા આવી ઘટનાના પુનરાવર્તનથી ફરી એકવાર મંદિરના વહીવટી સંચાલન અને પ્રવર્તમાન VIP કલ્ચર અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. મંદિરમાં ભીડભાડ, અવ્યવસ્થા અને વિવાદોની ઘટનાઓનો સામે આવતી રહી છે. એવામાં આ તાજેતરની ઘટનાએ ફરી એકવાર મંદિરના સંચાલન અને દેખરેખની વ્યવસ્થાને લઈને બહેસ છેડી દીધી છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.