બોલો ઈલેક્ટ્રિક કારનું પ્રદૂષણ ફેલાવવા માટે ચલણ ફાડી દેવાયું, કાર માલિક કહેતો રહ્યો- ‘કારમાં ન તો સાયલેન્સર છે, ન તો ધૂમાડો છોડે છે’

જો તમારી પાસે ઇલેક્ટ્રિક વાહન (EV) હોય, તો તમને કદાચ લાગતું હશે કે PUC એટલે કે પ્રદૂષણવાળું ચલણ નહીં ફાટે. તો બરાબર છે કારણ કે EVમાં સાયલેન્સર હોતું જ નથી, તો પ્રદૂષણની વાત જ વાહિયાત લાગે છે. પરંતુ ભાઈ સહેબ, જો તમે રાજસ્થાનમાં તમારી EV ચલાવી રહ્યા છો, તો તેમારો PUC’વાળું ચલણ ફાટી શકે છે. આ વાંચીને તમને લાગશે કે ભૂલ થઈ ગઈ હશે..ગાડીનો નંબર ખોટો ચડી ગયો હશે.. નહીં ભાઈ, એવું કંઈ થયું નથી. દંડ પોલીસ અધિકારી દ્વારા ચલણ આપવામાં આવ્યું હતું.

EV-challan
paytm.com

ઇલેક્ટ્રિક કારને પ્રદૂષણ નિયંત્રણ (PUC) પ્રમાણપત્ર ન હોવા બદલ દંડ ફટકારવાની આ વિચિત્ર ઘટના રાજસ્થાનના નાગૌર જિલ્લામાંથી સામે આવી છે. ત્યાં, પોલીસે ઇલેક્ટ્રિક કાર સામે જ પ્રદૂષણ પ્રમાણપત્ર માટે ચલણ પકડાવી દીધું. આ કાર્યવાહી બાદ, સમગ્ર ઘટનાક્રમનો વીડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

જોધપુરના રહેવાસી પુનરામે લગભગ 3 મહિના પહેલા એક નવી ઇલેક્ટ્રિક કાર ખરીદી હતી. તેણે કદાચ વિચાર્યું હશે આ વાહન ન ફક્ત તેમના ચલાવવાના ખર્ચમાં જ ઘટાડો કરશે, પરંતુ પ્રદૂષણ પ્રમાણપત્ર મેળવવાની ઝંઝટ પણ નહીં રહે. પરંતુ, 6 એપ્રિલના રોજ જ્યારે તેમનું વાહન નાગૌરમાં હતું, ત્યારે પોલીસે તેને 440-વોલ્ટનો ઝટકો આપી દીધો. એવું કહેવાય છે કે તે સમયે, પુનરામના મોટા ભાઈ, અશોક પંવાર કાર ચલાવી રહ્યા હતા. આ દરમિયાન RTO રોડ પર મુસાફરી કરતી વખતે, એક પોલીસ અધિકારીએ વાહન રોક્યું અને ચલણ ફાડી દીધું.

જ્યારે પુનરામને તેમના મોબાઇલ ફોન પર દંડ અંગે સૂચના મળી, ત્યારે તેણે તરત જ તેના ભાઈને ફોન કરીને જાણ કરી. અશોક પંવારે ઘટનાસ્થળે હાજર ASI રાજકુમાર પાસે પહોંચ્યા અને અને મેમો ફટકારવાનું કારણ પૂછ્યું. તેણે કહ્યું કે વાહન ઇલેક્ટ્રિક હતું અને એટલે તેનાથી પ્રદૂષણ થતું નથી. આના પર, ASIએ જવાબ આપ્યો કે તેમના મશીનમાં વાહનનું PUC સ્ટેટસ ‘NIL’ બતાવી રહ્યું છે છે, જેના કારણે મેમો ફટકારવામાં આવ્યો છે.

EV-challan2
gomechanic.in

એટલે કે જો આપણી સિસ્ટમ ‘NIL’ દર્શાવે છે, તો તમારું બિલ ફાડી દેવામાં આવશે. પોલીસે ₹1,500નું PUC (પ્રદૂષણ નિયંત્રણ હેઠળ) ચલણ અને રંગીન બારીઓ માટે ₹200નું ચલણ જાહેર કર્યું, જેનાથી કુલ ₹1,700નો દંડ વસૂલવામાં આવ્યો. વાહનના ડ્રાઇવર અશોક પંવારનો આરોપ છે કે આ કાર્યવાહી સંપૂર્ણપણે નિયમોની વિરુદ્ધ છે.

તેમનું કહેવું છે કે ઇલેક્ટ્રિક વાહનમાંથી ધુમાડો નીકળતો નથી, એટલે PUC પ્રમાણપત્રની જરૂર નથી. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે વાહનની બારીઓ પર કાળી ફિલ્મ ફીટ કરવામાં આવી ન હતી, પરંતુ સૂર્ય સામે રક્ષણ આપવા માટે જાળી લગાવવામાં આવી હતી. જો કે, તમારી માહિતી માટે જણાવી દઈએ કે વાહનો પર કોઇ પણ ફિલ્મ કે જાળી નહીં લગાવી શકાય. તેના માટે ચલણ કપાશે જ. અત્યાર સુધી, નાગૌર પોલીસે આ સમગ્ર ઘટના અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

About The Author

Related Posts

Top News

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર...
Tech and Auto 
શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

DK શિવકુમાર કર્ણાટકના નવા CM બનશે. સિદ્ધારમૈયા સરકાર ભંગ થઈ રહી છે, અને તેઓ ગુરુવારે બપોરે લોકભવનમાં CM પદ...
Business 
852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.