SRH સામે હાર છતા ચેન્નઈ પ્લેઓફમાં પહોંચી શકે છે, આ રહ્યું 'જાદુઈ' સમીકરણ

IPL 2026માં અત્યાર સુધી 63 મેચ રમાઈ ચૂકી છે. આ મેચો બા, ત્રણ ટીમો પ્લેઓફમાં પ્રવેશ મેળવી ચૂકી છે. RCB ક્વોલિફાય થનારી પહેલી ટીમ હતી, ત્યારબાદ ગુજરાત ટાઇટન્સ; અને 18 મેના રોજ રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પણ ટોપ ફોરમાં સ્થાન મેળવ્યું. તેણે ચેન્નઈ સુપર કિંગ્સને તેના ઘર આંગણે એટલે ચેપોક ખાતે 5 વિકેટથી હરાવીને પ્લેઓફમાં પોતાનું ટિકિટ કપાવી. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ માટે, હૈદરાબાદ સામેની મેચ કરો યા મરો જેવી હતી. જો તે જીતી ગઇ હોત, તો તે પ્લેઓફમાં પહોંચવાની મજબૂત દાવેદાર બની ગઇ હોત; જોકે, એવું ન થયું. તેમ છતાં, આ હાર પછી પણ તે ટોપ ફોરની રેસમાં જીવંત છે. ચાલો જાણીએ એ 'જાદુઈ સમીકપણ', જે ચેન્નઈને પ્લેઓફમાં લઈ જશે.

IPL 2026માં 63 મેચો પછી, પ્લેઓફમાં માત્ર એક અંતિમ સ્થાન ખાલી રહ્યું છે, તેના માટે એક કે બે નહીં, પરંતુ 5 ટીમો હાલમાં દાવેદાર છે. એવામાં, CSK ચાહકોના મનમાં એ જ પ્રશ્ન એ છે કે, શું ચેન્નઇ સુપર કિંગ્સ હજુ પણ પ્લેઓફમાં પ્રવેશ કરી શકે છે? જો એમ થઇ શકે, તો કેવી રીતે? ચેન્નઇ માટે એક ખૂબ જ જટિલ અને 'જાદુઈ સમીકરણ' પૂરુ થવું જરૂરી છે, જે એક કે બે નહીં, પરંતુ પાંચ શરતો પર ટક્યું છે.

CSK2
BCCI

ચેન્નઇ સુપર કિંગ્સ હાલમાં ક્યાં છે?

63 મેચો પછી, ચેન્નઇ સુપર કિંગ્સ હાલમાં 13 મેચોમાં 6 જીત અને 7 હાર સાથે પોઈન્ટ ટેબલ પર 12 પોઈન્ટ પર છે, અને છઠ્ઠા સ્થાને સરકી ગયા છે. ચેન્નઇ માટે ક્વોલિફાય થવા માટે, નીચે આપેલી પાંચ શરતોની એક સાથે પૂરી થવી જરૂરી છે.

ચેન્નઈ ગુજરાત ટાઇટન્સને મોટા માર્જિન હરાવે

સૌપ્રથમ, ચેન્નઈ સુપર કિંગ્સે કોઈપણ કિંમતે તેની અંતિમ લીગ મેચ જીતી પડશે. ગુજરાત ટાઇટન્સ સામેનો આ મહત્ત્વપૂર્ણ મેચ 21 મેના રોજ રમાવાની છે. આ મેચને જીતીને ચેન્નઈના પોઈન્ટ 14 થઈ જશે; આ હાંસલ કર્યા પછી તેનું ભાગ્ય અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેશે.

લખનૌ પંજાબ કિંગ્સને હરાવે

પંજાબ કિંગ્સ હાલમાં 13 મેચમાં 13 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. તેની અંતિમ મેચ 23 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે છે. ચેન્નઈને આશા રહેશે કે લખનૌ આ મેચમાં પંજાબને હરાવે, જેના કારણે પંજાબનો કુલ 13 પોઈન્ટ સુધી મર્યાદિત રહેશે.

RR
BCCI

રાજસ્થાન રોયલ્સ તેની બંને મેચ હારી જાય

રાજસ્થાન રોયલ્સ 12 મેચમાંથી 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. તેમની પાસે બે મેચ બાકી છે. જો લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) બંને રાજસ્થાનને હરાવે છે, તો રોયલ્સના મહત્તમ પોઈન્ટ 12 રહેશે, જે CSKના (14 પોઈન્ટ) કરતા ઓછો છે.

KKR દિલ્હી કેપિટલ્સને હરાવે

દિલ્હી કેપિટલ્સ 13 મેચમાં 12 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. તેની અંતિમ મેચ 24 મેના રોજ KKR સામે છે. જો KKR દિલ્હીને હરાવે છે, તો કેપિટલ્સ પણ 12 પોઈન્ટ પર અટકી જશે અને CSK સામેની રેસમાંથી બહાર થઈ જશે.

KKR
BCCI

મુંબઈ ઇન્ડિયન્સ KKRને હરાવે

કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે હાલમાં 11 પોઈન્ટ છે અને બે મેચ બાકી છે, જેથી તેની કુલ 15 પોઈન્ટ સુધી પહોંચવાની સંભાવના છે. એટલે, મુંબઈ ઇન્ડિયન્સ તેની આગામી મેચમાં KKRને હરાવે અને ત્યારબાદ, KKR દિલ્હી કેપિટલ્સને હરાવે છે. આ પરિસ્થિતિ KKRના કુલ પોઈન્ટ 13 સુધી મર્યાદિત કરશે, જેનાથી ચેન્નઇ સુપર કિંગ્સનું કામ બની શકે.

CSK3
BCCI

ચેન્નઇનું નસીબ ખુલશે

જો આ પાંચેય મેચોની સંભાવનાઓ પૂરી થાય છે, તો ચેન્નઇનું નસીબ ખૂલી શકે છે. આવી સ્થિતિમાં, ચેન્નઇ 14 પોઈન્ટ સાથે ફિનિશ કરતા ચોથા નંબર પર રહીને ટોપ-4માં સ્થાન મેળવશે. ત્યારબાદ KKR 13 પોઈન્ટ સાથે ફિનિશ કરશે. દિલ્હી અને રાજસ્થાન 12 પોઈન્ટ સાથે ફિનિશ કરશે, જ્યારે પંજાબ કિંગ્સ 13 પોઈન્ટ સાથે અટકી જશે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ક્રિકેટમાં કંઈ પણ અશક્ય નથી, પરંતુ આ પાંચેય સમીકરણો એકસાથે સ્થાપિત થાય તે એક ચમત્કારથી ઓછું નહીં હોય. જો એક પણ મેચનું પરિણામ ખોટું આવે તો ચેન્નઇની આશાઓ ઠગારી નીવડી શકે છે.

About The Author

Related Posts

Top News

SRH સામે હાર છતા ચેન્નઈ પ્લેઓફમાં પહોંચી શકે છે, આ રહ્યું 'જાદુઈ' સમીકરણ

IPL 2026માં અત્યાર સુધી 63 મેચ રમાઈ ચૂકી છે. આ મેચો બા, ત્રણ ટીમો પ્લેઓફમાં પ્રવેશ મેળવી ચૂકી...
Sports 
SRH સામે હાર છતા ચેન્નઈ પ્લેઓફમાં પહોંચી શકે છે, આ રહ્યું 'જાદુઈ' સમીકરણ

'વિજય સરકાર ગમે ત્યારે પડી શકે છે', એમ.કે. સ્ટાલિનની ભવિષ્યવાણી, DMK કાર્યકર્તાઓને કહ્યું- 'ચૂંટણી માટે તૈયાર રહો'

DMKના વડા એમ.કે. સ્ટાલિનનું માનેવું છે કે અભિનેતા વિજયના નેતૃત્વ હેઠળની તમિલનાડુ સરકાર ગમે ત્યારે પડી શકે છે. ભૂતપૂર્વ...
Politics 
'વિજય સરકાર ગમે ત્યારે પડી શકે છે', એમ.કે. સ્ટાલિનની ભવિષ્યવાણી, DMK કાર્યકર્તાઓને કહ્યું- 'ચૂંટણી માટે તૈયાર રહો'

કૂતરા પ્રેમીઓની અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું, 'ખતરનાક કૂતરાઓને ઇન્જેક્શન આપો, જો આનું પાલન નહીં થાય તો કાર્યવાહી કરાશે'

સુપ્રીમ કોર્ટે આજે શાળા, કોલેજ, હોસ્પિટલ, રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએથી કૂતરાઓને દૂર કરવાના...
National 
કૂતરા પ્રેમીઓની અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું, 'ખતરનાક કૂતરાઓને ઇન્જેક્શન આપો, જો આનું પાલન નહીં થાય તો કાર્યવાહી કરાશે'

‘અમે તમારા પર વિશ્વાસ કેમ કરીએ?’, નોર્વેમાં ભારતની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે પૂછ્યો સવાલ, જવાબ આખી દુનિયા સાંભળી રહી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં વિદેશ પ્રવાસ પર છે. નોર્વેની તેમની મુલાકાત અંગે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ...
World 
‘અમે તમારા પર વિશ્વાસ કેમ કરીએ?’, નોર્વેમાં ભારતની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે પૂછ્યો સવાલ, જવાબ આખી દુનિયા સાંભળી રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.