દેશનો સૌથી મોટો IPO આવવા માટે તૈયાર, મુકેશ અંબાણીની મોટી જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી AGMમાં ચેરમેન મુકેશ અંબાણીએ Jio IPO અંગે એક મોટી જાહેરાત કરી. બજાર નિષ્ણાતો અનુસાર આ ભારતીય શેરબજારના ઇતિહાસમાં સૌથી મોટો IPO બનવા જઇ રહ્યો છે. AGMમાં મુકેશ અંબાણીએ કહ્યું કે, Jio પ્લેટફોર્મ્સના બોર્ડે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP)ને મંજૂરી આપી છે, અને તેને આજે જ SEBIમાં ફાઇલ કરવામાં આવશે. આ મારા માટે, સમગ્ર રિલાયન્સ પરિવાર અને તેના લાખો શેરધારકો માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે.

તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સનો પોતાના શેરધારકો સાથે ગર્વ, વિશ્વાસ, આદર અને સહિયારી વૃદ્ધિ પર આધારિત એક ઊંડો અને પવિત્ર સંબંધ છે. આ પ્રતિબદ્ધતા ધીરુભાઈ અંબાણી પ્રત્યે ખૂબ જ વ્યક્તિગત હતી અને મુકેશ અંબાણી માટે પણ એટલી જ પવિત્ર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની Jio પ્લેટફોર્મ્સ લિમિટેડ (JPL)ના બોર્ડે IPO માટે SEBI સમક્ષ રજૂ કરવા માટે DRHPને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ₹10ની ફેસ વેલ્યૂવાળા 27 કરોડ ઇક્વિટી શેર જાહેર કરવામાં આવશે. ઇશ્યૂ પ્રાઇઝ બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવશે.

Jio-IPO1
tv9hindi.com

તેમણે જણાવ્યું કે આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી Jio IPO પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહ્યા છે. Jioનું પ્રસ્તાવિત લિસ્ટિંગ વિશ્વને બતાવશે કે ભારત વૈશ્વિક સ્તરે, વૈશ્વિક ક્ષમતાઓ અને વૈશ્વિક મૂલ્ય ધરાવતી ટેકનોલોજી કંપનીઓ બનાવી શકે છે. હું તમને અને બધા નવા રોકાણકારોને ખાતરી આપું છું કે Jioનું ભવિષ્ય ઉજ્જવળ હશે.

રિલાયન્સ Jio ઇન્ફોકોમના ચેરમેન અને Jio પ્લેટફોર્મ્સના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, Jioનો યુઝર બેઝ 524 મિલિયન સબસ્ક્રાઇબરનો આંકડો વટાવી ગયો છે, જે ભારતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટરના રૂપમાં તેની સ્થિતિને વધુ મજબૂત થઇ છે. Jioનો 5G સબસ્ક્રાઇબર બેઝ પણ 268 મિલિયનને વટાવી ગયો છે, જે ચીનની બહાર કોઈપણ દેશમાં સિંગલ ટેલિકોમ ઓપરેટર માટે સૌથી મોટો 5G યુઝર બેઝ છે.

Jio-IPO2
outlookmoney.com

કંપનીના નાણાકીય સ્વાસ્થ્ય પર પ્રકાશ પાડતા આકાશ અંબાણીએ કહ્યું હતું કે Jio પ્લેટફોર્મ્સે નાણાકીય વર્ષ 2026માં ₹1,46,885 કરોડની આવક ઉત્પન્ન કરી હતી, જે વાર્ષિક ધોરણે 14.6%નો વધી છે. તેમણે જણાવ્યું કે કંપનીનો નફો પહેલી વાર ₹30,000 કરોડને વટાવી ગયો છે, જે વાર્ષિક ધોરણે 15.1%ની વૃદ્ધિ છે. આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપની પોતાના સેટેલાઇટ કનેક્ટિવિટી લક્ષ્યોને પૂર્ણ કરવા માટે જરૂરી ગ્રાઉન્ડ સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહી છે.

એ નોંધનીય છે કે Jio IPO સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યૂના રૂપમાં આવશે. તેનાથી મળનારી રકમનો ઉપયોગ Jioના 5G નેટવર્કનું વિસ્તરણ કરવા અને તેની AI ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કરવામાં આવશે. લિસ્ટિંગના સમયે, Jio પ્લેટફોર્મ્સનું કુલ માર્કેટ વેલ્યૂ $110 બિલિયન થી $130 બિલિયનની વચ્ચે હોઈ શકે છે, જે તેને દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સામેલ કરી દેશે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.