OnePlusનો સૌથી સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, મળશે 7000mAhની બેટરી; જાણો કિંમત અને ફીચર્સ

OnePlusએ ભારતમાં તેનો નવો એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન OnePlus N6x લોન્ચ કરી દીધો છે. આ ફોન 7000mAhની મોટી બેટરી, 120Hz ડિસ્પ્લે અને MediaTek Dimensity 6360 Apex ચિપસેટ સાથે આવ્યો છે. કંપનીએ તેને બે સ્ટોરેજ વેરિયન્ટ અને બે કલર વિકલ્પોમાં રજૂ કર્યો છે. આ સ્માર્ટફોન 4 ઓગસ્ટથી વેચાણ માટે ઉપલબ્ધ થશે અને બેંક ઑફર્સ સાથે ખરીદી શકાશે.

OnePlus-N6x4
oneplus.in

OnePlus N6xની કિંમત અને ફીચર્સ

OnePlus N6xની શરૂઆતની કિંમત ₹18,999 છે, જેમાં 4GB RAM અને 64GB સ્ટોરેજવાળા વેરિયન્ટ મળે છે. તેનો 4GB RAM અને 128GB સ્ટોરેજવાળો વેરિયન્ટ ₹20,999માં ઉપલબ્ધ થશે. કંપની પસંદગીના બેંક કાર્ડ્સ પર ₹1,500નું ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. આ ઉપરાંત, ગ્રાહકોને 6 મહિના સુધી નો-કોસ્ટ EMI વિકલ્પ મળશે. આ સ્માર્ટફોન 4 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી એમેઝોન અને વનપ્લસ ઓનલાઈન સ્ટોર પર ખરીદી માટે ઉપલબ્ધ થશે. તે બર્ગન્ડી રેડ અને આઈસ બ્લૂ કલર વિકલ્પોમાં ખરીદી શકાશે.

OnePlus-N6x
oneplus.in

OnePlus N6x ડ્યુઅલ સિમ સાથે આવે છે અને તેમાં એન્ડ્રોઇડ 16 પર આધારિત OxygenOS 16 આપવામાં આવ્યું છે. ફોનમાં 6.8-ઇંચ HD+ LCD ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ, 900 nits પીક બ્રાઇટનેસ અને 254 PPI ની પિક્સેલ ડેન્ટિસીને સપોર્ટ કરે છે. તેમાં ડાર્ક મોડ, આઇ પ્રોટેક્શન મોડ, સ્ક્રીન કલર ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ અને વિવિધ સ્ક્રીન કલર મોડ્સ છે. ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 6360 એપેક્સ ઓક્ટા-કોર ચિપસેટ પર ચાલે છે. તેની સાથે 4GB RAM અને 128GB સુધી સ્ટોરેજ મળે છે. કંપનીએ સારા થર્મલ મેનેજમેન્ટ માટે 13,280 વર્ગ મિલીમીટરના એરિયાવાળી વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમથી પણ આપ્યું છે.

OnePlus-N6x2
oneplus.in

ફોટોગ્રાફી માટે OnePlus N6Xમાં 13-મેગાપિક્સલનો સિંગલ રીઅર કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં f/2.2 અપર્ચર, CMOS સેન્સર, ઓટોફોકસ અને 10x ડિજિટલ ઝૂમનો સપોર્ટ મળે છે. તેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોન 1080p  30 fps પર સુધીના વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. તેમાં 7,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 15W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 5W વાયર્ડ રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનની સાઇઝ 166.38×78.13 × 8.65 mm છે અને તેનું વજન લગભગ 214 ગ્રામ છે.

About The Author

Related Posts

Top News

RBI દ્વારા રજુ થનારા નવા નિયમો વિશે જાણીને લોન લેનારાઓએ પોતાની EMI વિશે આ બાબતો યાદ રાખવી જોઈએ

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફ્લોટિંગ રેટ લોન મેળવતા ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરી છે. કેન્દ્રીય બેંકે...
Business 
RBI દ્વારા રજુ થનારા નવા નિયમો વિશે જાણીને લોન લેનારાઓએ પોતાની EMI વિશે આ બાબતો યાદ રાખવી જોઈએ

CM રેવંત રેડ્ડીની માયા ટ્યુડર સાથેની મુલાકાત પર BJP ગુસ્સે; જાણો આ ઓક્સફર્ડના પ્રોફેસર કોણ છે?

તેલંગાણાના CM રેવંત રેડ્ડી હાલમાં યુરોપના પ્રવાસ પર છે. સરકારે તેમને અમેરિકા જવાની પરવાનગી નકારી કાઢતાં તેમનો કાર્યક્રમ ચર્ચાનો વિષય...
National 
CM રેવંત રેડ્ડીની માયા ટ્યુડર સાથેની મુલાકાત પર BJP ગુસ્સે; જાણો આ ઓક્સફર્ડના પ્રોફેસર કોણ છે?

આવા ચોર જોયા છે, જે જ્વેલરીની દુકાનથી જ પોલીસને ફોન કરીને કહી રહ્યા છે સાહેબ અમને બચાવી લો...

ગુજરાતના વલસાડ જિલ્લામાં ચોરીના પ્રયાસ દરમિયાન એક ઘટના બની. જ્વેલરીની દુકાનમાંથી ચોરીનો પ્રયાસ કરનારા બે ચોરોએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું....
Gujarat 
આવા ચોર જોયા છે, જે જ્વેલરીની દુકાનથી જ પોલીસને ફોન કરીને કહી રહ્યા છે સાહેબ અમને બચાવી લો...

Gen Zને આકર્ષવા ભાજપે ખાસ ટીમ બનાવી, હર્ષ સંઘવી અને સ્મૃતિ ઈરાની પણ ટીમમાં

BJPએ દેશના યુવાનો અને 'Gen Z' મતદારો સુધી પહોંચવા માટે એક ખાસ ટીમ બનાવી છે. PM નરેન્દ્ર મોદીના નિર્દેશ...
National 
Gen Zને આકર્ષવા ભાજપે ખાસ ટીમ બનાવી, હર્ષ સંઘવી અને સ્મૃતિ ઈરાની પણ ટીમમાં

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.