IPLની 5 મેચમાં એક પણ વિકેટ નહીં છતા બૂમરાહની જગ્યાએ આકિબ નબીની પસંદગી કંઈ રીતે કરી?

ભારતીય ક્રિકેટ ટીમના ઘણા સદસ્યો હાલના દિવસોમાં ગંભીર ઈજાની ચિંતાઓનો સામનો કરી રહ્યા છે. મહત્વના ખેલાડીઓ એક પછી એક ઈજાઓનો ભોગ બની રહ્યા છે. શ્રીલંકામાં 15 ઓગસ્ટથી શરૂ થતી 2 ટેસ્ટ મેચની શ્રેણી પહેલા સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પણ ઈજાને કારણે બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ તેના સ્થાને અનકેપ્ડ આકિબ નબીને દાખલ કર્યો છે. નબીને તેના પ્રસ્થાનના એક દિવસ પહેલા જ તેની પસંદગીના સારા સમાચાર મળ્યા. નબીએ IPL 2026માં દિલ્હી કેપિટલ્સ માટે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ 5 મેચમાં એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ ગયો. તો ચાલો આપણે એ જાણી લઈએ કે તેને શા માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો.

Auqib Nabi
bcci.tv

આકિબ નબીનું નામ ભલે કેટલાક ચાહકો માટે નવું હોઈ શકે છે, પરંતુ દિલ્હી કેપિટલ્સની હરાજીમાં જ તે દેખાઈ ગયો હતો. દિલ્હી કેપિટલ્સે હરાજીમાં આકિબ નબી પર રૂ. 8.4 કરોડ ખર્ચ્યા હતા. તેણે 2026માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ 5 મેચમાં એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ ગયો હતો. આમ છતાં, તેને અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં બેકઅપ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.

Auqib Nabi-Jasprit Bumrah
indiatv.in

હવે પ્રશ્ન એ છે કે પસંદગીકારોએ બુમરાહ જેવા બોલરના સ્થાને આકિબને પસંદ કરવાનું કારણ શું હતું? 29 વર્ષીય ખેલાડીએ 2025-26 રણજી ટ્રોફીમાં પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી જમ્મુ અને કાશ્મીરની ટાઇટલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે માત્ર 10 મેચમાં 60 વિકેટ લીધી હતી, જેનાથી પસંદગીકારોનું ધ્યાન ખેંચાયું હતું. આકિબે છેલ્લી બે સીઝનમાં 100 વિકેટ લીધી છે અને તેના સ્થાનિક પ્રદર્શનના આધારે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે.

Jasprit Bumrah
hindi.crictracker.com

ભારતીય ટીમે છેલ્લે 2017માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી, ટીમ ઇન્ડિયામાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે. વર્તમાન ટીમમાં ફક્ત થોડા જ ખેલાડીઓને શ્રીલંકાના ટર્નિંગ ટ્રેક અને ધીમી પિચનો અનુભવ છે. આકિબ નબીએ તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસે જઈને 2 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 6 વિકેટ લીધી હતી. 15 ઓગસ્ટથી ગાલેમાં શરૂ થનારી ટેસ્ટ શ્રેણીમાં તેનો સમાવેશ થશે કે નહીં તે જોવાનું બાકી છે.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.