ઈશા ફાઉન્ડેશનના 80 ભક્તો ગુમ... સદ્દગુરુએ ચીન પાસે ગ્યારોંગ જવાની પરવાનગી માંગી

આધ્યાત્મિક ગુરુ સદ્દગુરુ જગ્ગી વાસુદેવે ગુરુવારે ચીની અધિકારીઓને એક લાગણીશીલ અપીલ કરી. તેમણે કહ્યું કે તેમને અને તેમની સ્વયંસેવકોની ટીમના કેટલાક સભ્યોને તિબેટના ગ્યારોંગ જવાની મંજૂરી આપવામાં આવે. બુધવારે નેપાળની સરહદે આવેલા આ શહેરમાં ફરી વળેલા ભારે પૂર પછી તેમના જૂથના 80 શ્રદ્ધાળુઓ ગુમ થઈ ગયા હતા. તેઓ કૈલાશ યાત્રાથી પાછા ફરી રહ્યા હતા અને એક ઇમિગ્રેશન સેન્ટરમાં રોકાયા હતા ત્યારે અચાનક પાણીનો પ્રવાહ ઇમારતમાં ઘૂસી ગયો. સદ્દગુરુએ જણાવ્યું કે પૂર પછી તેમને કોઈ માહિતી મળી નથી અને આનાથી તેઓને ખૂબ પીડા થઇ છે.

Sadhguru-Nepal-Tibet-Flood3
facebook.com

સદ્દગુરુએ અધિકારીઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, તેઓ અને ગુમ થયેલા લોકોના પરિવારો ગ્યારોંગ જઈને શોધ કામગીરીમાં મદદ કરવા માંગે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આનાથી બચાવ ટીમના કાર્યમાં કોઈ અવરોધ નહીં આવે, પરંતુ તેઓ ફક્ત પરિવારોના સભ્યોને શોધવામાં મદદ કરવા માંગે છે. સદ્દગુરુ હાલમાં સાકામાં છે અને તેમણે ત્યાંથી ગ્યારોંગ જવાની પરવાનગી માંગી છે.

આ ઉપરાંત, સદ્દગુરુએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક વીડિયો શેર કર્યો, જેમાં તેઓ ગુમ થયેલા લોકોની યાદી વાંચતી વખતે રડી પડ્યા. તેમણે જણાવ્યું કે ગુમ થયેલા લોકોમાંથી 22 USના, 12 કેનેડાના, 11 ઓસ્ટ્રેલિયાના, 9 બ્રિટનના અને 4 જર્મનીના છે. કુલ 80 લોકો ગુમ છે, જેમાં 34 પુરુષો અને બાકીની મહિલાઓનો સમાવેશ થાય છે. આ જૂથમાં 3 સ્વયંસેવકો અને એક ડૉક્ટરનો પણ સમાવેશ થાય છે.

નેપાળ-તિબેટ સરહદ નજીક ગ્લેશિયર હિમપ્રપાતને કારણે પૂર આવ્યું હતું, જેના કારણે સમગ્ર પ્રદેશમાં ભારે વિનાશ થયો હતો. અત્યાર સુધીમાં, નેપાળમાં 163 લોકો મૃત્યુ પામ્યા છે, અને 133 ભારતીય યાત્રાળુઓ સહિત 750થી વધુ લોકો ગુમ છે. અત્યાર સુધીમાં, ગ્યારોંગમાં 558 લોકો ગુમ છે, જેમાં 260 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.

Sadhguru-Nepal-Tibet-Flood4
facebook.com

US ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, આ ભૂસ્ખલન એટલું શક્તિશાળી હતું કે તેનાથી 5.2ની તીવ્રતાના ભૂકંપ જેટલો કંપ આવ્યો. ભૂસ્ખલનને કારણે ભોટે કોશી નદીની ઉપનદી લેંડે ખોલા નદીમાં મોટા પ્રમાણમાં બરફ, ખડકો, કાદવ અને પાણી ફરી વળ્યા. બચાવ ટીમો આ પર્વતીય પ્રદેશમાં ફસાયેલા હજારો લોકોને રાહત પુરવઠો પહોંચાડવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહી છે, અને ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે.

About The Author

Related Posts

Top News

કેન્સરની સારવાર માટે આ દવા જોખમ ઘટાડે છે; સારવારને FDAએ મંજૂરી આપી

સ્વાદુપિંડમાં થનારા કેન્સરના કેસોનું નિદાન મોટાભાગે જ્યારે તે અંતિમ તબક્કામાં હોય છે ત્યારે થાય છે, જેના કારણે દર્દીઓને બચાવવા...
World 
કેન્સરની સારવાર માટે આ દવા જોખમ ઘટાડે છે; સારવારને FDAએ મંજૂરી આપી

ઈશા ફાઉન્ડેશનના 80 ભક્તો ગુમ... સદ્દગુરુએ ચીન પાસે ગ્યારોંગ જવાની પરવાનગી માંગી

આધ્યાત્મિક ગુરુ સદ્દગુરુ જગ્ગી વાસુદેવે ગુરુવારે ચીની અધિકારીઓને એક લાગણીશીલ અપીલ કરી. તેમણે કહ્યું કે તેમને અને તેમની સ્વયંસેવકોની ટીમના...
National 
ઈશા ફાઉન્ડેશનના 80 ભક્તો ગુમ... સદ્દગુરુએ ચીન પાસે ગ્યારોંગ જવાની પરવાનગી માંગી

એવું શું થયું કે ગુજરાતના 2 તાલુકાના આદિવાસી ખેડૂતો સામસામે આવી ગયા? 12 ગામોના ખેડૂતો ધરણા પર બેઠા

છેલ્લા 19 દિવસથી નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડૂતો વચ્ચે જંગલ જમીનનો વિવાદ જોવા મળી રહ્યો...
Gujarat 
એવું શું થયું કે ગુજરાતના 2 તાલુકાના આદિવાસી ખેડૂતો સામસામે આવી ગયા? 12 ગામોના ખેડૂતો ધરણા પર બેઠા

AM/NS પારાદીપ લોજિસ્ટિક્સને પારાદીપ પોર્ટ ઓથોરિટી દ્વારા 30 વર્ષ માટે કેપ્ટિવ ધોરણે ડ્રાય બલ્ક કાર્ગોના હેન્ડલિંગ માટે બર્થનો કન્સેશન એવોર્ડ

સુરત , 27 ઓગસ્ટ, 2026 : ભારત સરકારની દરિયાકાંઠાના શિપિંગને ઇંધણ કાર્યક્ષમ, કરકસરયુક્ત અને પર્યાવરણને અનુકૂળ પરિવહનના માધ્યમ તરીકે પ્રોત્સાહન...
Gujarat 
AM/NS પારાદીપ લોજિસ્ટિક્સને પારાદીપ પોર્ટ ઓથોરિટી દ્વારા 30 વર્ષ માટે કેપ્ટિવ ધોરણે ડ્રાય બલ્ક કાર્ગોના હેન્ડલિંગ માટે બર્થનો કન્સેશન એવોર્ડ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.