- Entertainment
- કંગના રણૌત વિવાદ વચ્ચે શરૂ થયો 'સોરી રિતિક' ટ્રેન્ડ, એક્ટરની પણ આવી પ્રતિક્રિયા
કંગના રણૌત વિવાદ વચ્ચે શરૂ થયો 'સોરી રિતિક' ટ્રેન્ડ, એક્ટરની પણ આવી પ્રતિક્રિયા
અભિનેતા રિતિક રોશને વાયરલ થઇ રહેલા 'સોરી રિતિક' ટ્રેન્ડ પર પ્રતિક્રિયા આપી છે અને લોકોને કહ્યું કે તેઓ સોશિયલ મીડિયાની લાગણીઓ કરતા તથ્યો પર ધ્યાન આપે. એક્ટરે ઇન્ફ્લૂએન્સર ફ્રેડી બર્ડીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટનો જવાબ આપતા અભિનેતાએ સ્પષ્ટતા કરી કે કંગના રણૌત વિવાદ વચ્ચે તેમને મળી રહેલા અચાનક સમર્થનથી તેઓ પ્રભાવિત નથી થઈ રહ્યા.
વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શન પછી Gen-Z અને અભિનેત્રી-સાંસદ કંગના રણૌતને લગતી ચાલી રહેલી બહેસે મીમ્સ, ટ્રોલ અને ક્લિપ્સનો પૂર આવી ગયો છે. જેમાં એક્ટ્રેસને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ચર્ચા વચ્ચે, ઘણા વપરાશકર્તાઓએ રિતિક રોશન સાથે કંગનાની ભૂતકાળની કાનૂની લડાઈને યાદ કરવાનું શરૂ કરી દીધું, જેના કારણે ‘આપણે રિતિક રોશનની માફી માંગવી જોઈએ.’વાળો ટ્રેન્ડ શરૂ થઇ ગયો.
આ ટ્રેન્ડ શા માટે શરૂ થયો?
આ ટ્રેન્ડ ત્યારે તેજ થઇ ગયો, જ્યારે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના પ્રવક્તા સૌરવ દાસે કંગના દ્વારા કરવામાં આવેલી વ્યક્તિગત ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું કે, મારા મિત્રો મને મેસેજ કરીને પૂછી રહ્યા હતા કે, 'તે તમારા જીવની દુશ્મન કેમ બની ગઇ છે?' તેમાંથી એકે ટિપ્પણી કરી કે હું થોડોઘણો યંગ ઋત્વિક રોશન જેવો દેખાઉં છું. મારા મિત્રોએ મને આવું જ કહ્યું. મને નવાઈ લાગી. આખરે મારા જેવા વ્યક્તિ પર, તેમના જેવી મહિલા હુમલો કેમ કરશે?
તેમના આ નિવેદને વાયરલ ટ્રેન્ડમાં વધારો કર્યો અને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે રિતિક અને કંગના વચ્ચે 2016ના હાઇ-પ્રોફાઇલ કાનૂની લડાઇ સાથે તેની સરખામણી કરી. ઇન્ફ્લૂએન્સર ફ્રેડી બર્ડીએ આવી જ એક પોસ્ટ શેર કરી, જેના પર ઋત્વિકે પોતે પ્રતિક્રિયા આપી.
પોસ્ટમાં લખ્યું હતું કે, ‘દુનિયાએ રિતિક રોશનની માફી માંગવી જોઈએ.’ આ પોસ્ટ પર ટિપ્પણી કરતા અભિનેતાએ લખ્યું કે, ‘મારા મિત્ર, ફક્ત એટલા માટે 'A'નો પક્ષ લેવો કારણ કે તમને હવે 'B' પસંદ નથી, તે આપણા સમાજમાં એક મોટા પ્રણાલીગત મુદ્દાનો એક નાનો ભાગ છે. હું રાહ જોઈશ, જ્યારે તેનો સંદર્ભ યોગ્ય હોય અને મામલો તથ્યો પર આધારિત હોય. તે જ યોગ્ય છે. હું રાહ જોઈશ. પરંતુ પછી, હવે કોને ચિંતા છે, ખરું ને?’
કંગના-રિતિક વિવાદ શું છે?
જો કે રિતિક અને કંગના વચ્ચેનો 2016નો વિવાદ ઇન્ટરનેટ પર વારંવાર ચર્ચાનો વિષય રહ્યો છે. રિતિકે પીછો કરવા (સ્ટોકિંગ) અને ઉત્પીડનના આરોપો સાથે-સાથે માનહાનિનો કેસ પણ દાખલ કર્યો હતો. જોકે, અભિનેતાની તાજેતરની ટિપ્પણી સૂચવે છે કે તે હજુ પણ સત્ય પ્રકાશમાં આવે તેની રાહ જોઈ રહ્યો છે. આ વિવાદ ત્યારે વિવાદ શરૂ થયો જ્યારે કંગનાએ દાવો કર્યો હતો કે બંને રિલેશનશિપમાં હતા. રિતિકે આ દાવાને નકારી કાઢ્યો, અને મામલો કાનૂની લડાઈમાં ફેરવાઈ ગયો, જે લોકોની નજરમાં લડવામાં આવ્યો.

તપાસ દરમિયાન ઋતિકે પુરાવા તરીકે પોતાનો પાસપોર્ટ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો રજૂ કર્યા, જ્યારે કંગનાએ પોતાનો લેપટોપ અને આઈપેડ રજૂ કર્યો નહીં, અને કહ્યું કે તે પાણીથી ખરાબ થઇ ગયા હતા. 2021માં તપાસકર્તાઓએ પુરાવાના અભાવે 'નિલ રિપોર્ટ' (કોઈ પુરાવા મળ્યા ન હોવાનું જણાવતો રિપોર્ટ) દાખલ કર્યો.
તેની તાજેતરની ટિપ્પણીમાં રિતિકે લોકોને વિનંતી કરી કે આ બાબોતને ફક્ત સોશિયલ મીડિયા ટ્રેન્ડ સુધી મર્યાદિત ન રાખે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે તે સોશિયલ મીડિયા દ્વારા કહાનીને નિર્દેશિત કરવા કરતા સત્ય બહાર આવે તેની રાહ જોવાનું પસંદ કરશે.

