આ 10 દેશોમાં થવાની છે મોટી બબાલ, અમેરિકાએ કહ્યું તાત્કાલિક દેશ છોડીને ભાગો

ઈરાન સાથે વધતા યુદ્વ વચ્ચે પોતાને સૌથી તાકતવર દેશ કહેનારા અમેરિકાની પણ હવા ટાઇટ થવા લાગી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશોમાં રહેતા તેમના નાગરિકોના જીવની ચિંતા થઇ રહી છે. આ જ કારણ છે કે અમેરિકાએ એક-બે નહીં, પરંતુ 10 દેશો માટે ઇમરજન્સી એલર્ટ જાહેર કરી દીધું છે. નાગરિકોને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો તેઓ આ વિસ્તારોમાં છે તો તાત્કાલિક બિસ્તરો-પોટલો બાંધે અને ત્યાંથી ભાગી નીકળે. આ યાદીમાં એક દેશનો સમાવેશ થાય છે જેણે તમામને આશ્ચર્યચકિત કરી દીધા છે.

CM-DK-Shivakumar2
tv9hindi.com

UAE, કતાર, ઓમાન, ઇરાક, જોર્ડન, ઇઝરાયલ, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન અને હવે ઇજિપ્તમાં સ્થેત દૂતાવાસોએ અમેરિકનોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ આપતા સુરક્ષા ચેતવણીઓ જાહેર કરી છે. અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈપણ ક્ષણે ફ્લાઇટ રદ થવાની, એરસ્પેસ બંધ થવાની અને પ્રદેશમાં અચાનક યુદ્ધ ફાટી નીકળવાની પૂરી સંભાવના છે.

આ આખ મામલે સૌથી ચૌકાવનારી વાત ઇજિપ્તનું નામ છે. આ પહેલી વાર છે જ્યારે ઇજિપ્તને એવા દેશોની યાદીમાં મૂકવામાં આવ્યું છે જ્યાંથી અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની વાત કહેવામાં આવી છે. માનવામાં આવ રહ્યું છે કે આ પગલું ત્રણ દિવસ પહેલા બનેલી એક મોટી ઘટના બાદ ઉઠાવવામાં આવ્યું છે. ત્રણ દિવસ અગાઉ, ઇજિપ્તમાં એક શંકાસ્પદ ઇરાની હુમલામાં અમેરિકન માલિકીના 'ફ્લોટિંગ પ્લેટફોર્મ'ને નિશાન બનાવ્યું હતું. ત્યારથી સમગ્ર પ્રદેશમાં ભય ફેલાયો છે કે આગામી લશ્કરી હુમલાઓમાં ઇજિપ્ત પણ સીધું યુદ્ધનું મેદાન બની શકે છે.

trump
hindi.news18.com

ગુપ્તચર અહેવાલો અને રાજદ્વારી સૂત્રો અનુસાર, અમેરિકા અને તેના સાથી દેશો આ સપ્તાહના અંતે ઇરાન સામે એક વિશાળ લશ્કરી મિશન શરૂ કરવા માટે તૈયાર છે. આ વખતે લક્ષ્યો ફક્ત ઇરાની લશ્કરી સ્થાપનો સુધી મર્યાદિત રહેશે નહીં; પરંતુ ઇરાનના મોટા-મોટા ઉર્જા માળખાગત સુવિધાઓ અને તેલ સુવિધાઓને પણ નિશાન બનાવી શકાય છે. અમેરિકન દૂતાવાસોએ સ્પષ્ટ ચેતવણી જાહેર કરી છે કે ઇરાન અને તેના સાથી ઉગ્રવાદી જૂથો વિદેશમાં અમેરિકન સંપત્તિઓ, દૂતાવાસો, અમેરિકન વ્યવસાયો અને સંસ્થાઓ પર અચાનક જવાબી હુમલા કરી શકે છે. દૂતાવાસે નાગરિકોને ચેતવણી આપી છે કે, કોઈપણ પૂર્વ ચેતવણી વિના હુમલા થઈ શકે છે. જો કોઇ દેશમાં પહેલા ક્યારેય આવી ઘટના બની ન હોય, તો પણ તેને કોઈપણ રીતે સલામતીની ગેરંટી માનવી જોઈએ નહીં.

About The Author

Related Posts

Top News

શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ

ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન હર્ષિત રાણા ઈજાગ્રસ્ત થયો હતો; ત્યારબાદ તેણે ફિટનેસ મેળવી લીધી છે અને તે અફઘાનિસ્તાન સામેની T20...
Sports 
શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.