અનંત અંબાણી પછી, હાર્દિકે મૂંડન કરાવ્યું; જાણો તિરુમાલામાં વાળનું દાન કેમ કરવામાં આવે છે

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાનું માથું મૂંડાવ્યું છે. પંડ્યાએ આંધ્રપ્રદેશના તિરુમાલામાં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. પંડ્યાએ તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે ભગવાનના દર્શન કર્યા હતા અને ધાર્મિક પૂજા પણ કરી હતી. આ દરમિયાન, તેમણે મંદિરમાં પોતાનું માથું પણ મૂંડાવ્યું હતું. થોડા દિવસો પહેલા, પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ પણ આ મંદિરમાં પોતાનું માથું મૂંડાવ્યું હતું. દેશની ઘણી અગ્રણી હસ્તીઓ અહીં આવીને શા માટે માથું મૂંડાવે છે, તે અંગે તમને વિગતવાર જણાવી દઈએ.

Anant-Ambani
instagram.com

તિરુપતિમાં માથું મૂંડાવવાની પરંપરા સદીઓ જૂની હોવાનું કહેવાય છે. અહીં આવતા ભક્તો પોતાનું માથું મૂંડાવે છે અને સંપૂર્ણ શ્રદ્ધાથી વાળ દાન કરે છે. તેઓ તેને ભગવાન પ્રત્યે ભક્તિ, કૃતજ્ઞતા અને નમ્રતાનું પ્રતીક માને છે. એવી પણ માન્યતા છે કે, કેટલાક લોકો અહીં આવીને પોતાની ઇચ્છા પુરી થઇ હોવાથી પોતાના વાળનું દાન કરે છે. જ્યારે કેટલાક ભક્તો ચોક્કસ સંકલ્પના ભાગ રૂપે પણ પોતાના વાળનું દાન કરે છે.

તિરુપતિમાં વાળ દાન કરવાની પાછળ એક પૌરાણિક વાર્તા પણ છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન વેંકટેશ્વરે પદ્માવતી સાથે લગ્ન કર્યા, ત્યારે પરંપરા મુજબ, તેમણે લગ્ન પહેલાં કન્યાના પરિવારને એક ખાસ ભેટ આપવાની હતી. ભગવાન વેંકટેશ્વર આ ભેટ આપી શક્યા ન હતા, તેથી તેમણે કુબેર મહારાજ પાસેથી લોન લીધી અને પદ્માવતી સાથે લગ્ન કર્યા અને વચન આપીને કહ્યું કે તેઓ કળિયુગના અંત સુધીમાં આખું દેવું ચૂકતે કરી દેશે.

hardikpandya
facebook.com

તેમણે દેવી લક્ષ્મી વતી વચન આપીને એ પણ કહ્યું હતું કે, જે કોઈ ભક્ત તેમને આ દેવું ચૂકવવામાં મદદ કરશે તેને મા લક્ષ્મી દસ ગણી વધુ રકમ આપશે. આ કારણોસર, ભક્તો તિરુપતિમાં તેમના વાળ દાન કરીને ભગવાન વિષ્ણુનું દેવું ચૂકવવામાં મદદ કરે છે.

Anant-Ambani1
aajtak.in

આંધ્રપ્રદેશમાં તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરને દેશના સૌથી પ્રખ્યાત તીર્થસ્થળોમાંનું એક માનવામાં આવે છે. તિરુમાલા ટેકરીઓ પર બનેલ આ ભવ્ય મંદિરમાં હંમેશા ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે. દેશ અને દુનિયાભરના લોકો અહીં દર્શન કરવા આવે છે. અહીં બિરાજમાન ભગવાન વેંકટેશ્વરને બાલાજી અને શ્રીનિવાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન વેંકટેશ્વર ભગવાન વિષ્ણુના અવતાર છે. તેમના દર્શન અને પૂજા કરવાથી વ્યક્તિના પાપોનું પ્રાયશ્ચિત થાય છે. એવું માનવામાં આવે છે કે, આ તે સ્થાન છે જ્યાં ભગવાન વિષ્ણુએ માનવજાતના કલ્યાણ માટે વેંકટેશ્વરનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

About The Author

Top News

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

દિલ્હી બાદ લેફ્ટ-કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાયો, ABVPની જીત, SFIએ પણ રાજ્યની યુનિ.ઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું

કેરળમાં તાજેતરમાં થયેલી યુનિવર્સિટી ચૂંટણીઓના પરિણામોમાં SFIએ રાજ્યની યુનિવર્સિટીઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. CPI(M)ની વિદ્યાર્થી પાંખ ગણાતી ...
National 
દિલ્હી બાદ લેફ્ટ-કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાયો, ABVPની જીત, SFIએ પણ રાજ્યની યુનિ.ઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.