પાકિસ્તાને બોર્ડર પર 250 હોવિત્ઝર ટોપની તૈનાતી કરતા ભારત સરકારે કહ્યું- આત્મરક્ષણ માટે જે જરૂરી હશે કરીશું

પાકિસ્તાન દ્વારા સરહદ પર આશરે 250 ચીની બનાવટના SH-15 સ્વ-સંચાલિત હોવિત્ઝર તૈનાત કરવાના અહેવાલો વચ્ચે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. મંગળવારે વિદેશ મંત્રાલય (MEA)ની સાપ્તાહિક મીડિયા બ્રીફિંગ દરમિયાન, પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત આત્મરક્ષણ માટે જરૂરી તમામ પગલાં લેશે.

પાકિસ્તાન દ્વારા તેની આર્ટિલરી આધુનિકીકરણ યોજના હેઠળ કરવામાં આવેલી તૈનાતી અંગેના પ્રશ્નના જવાબમાં, MEAના પ્રવક્તાએ કહ્યું કે, જુઓ, તમે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન જોયું કે આપણે જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારત તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે જે કંઈ પણ જરૂરી હશે તે કરશે.

MEA1
moneycontrol.com

તેમણે કહ્યું કે સરહદ પાર આતંકવાદ અંગે ભારતનું વલણ સંપૂર્ણપણે સ્પષ્ટ છે. સરહદ પાર આતંકવાદ બંધ થવો જોઈએ; ભારત દેશની સુરક્ષા અને તેના રાષ્ટ્રીય હિત માટે જરૂરી તમામ પગલાં લેશે. ભારત આ માટે સતર્કતાથી તૈયાર રહે છે. બ્રીફિંગ દરમિયાન, રણધીર જયસ્વાલે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoK)માં તાજેતરની સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી. તેમણે કહ્યું કે જૂનથી પાકિસ્તાની દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 90 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. પાકિસ્તાન ત્યાંની જનતાના વિરોધ અને અસંતોષને ગોળીઓ, બ્લેકઆઉટ અને દમન દ્વારા દબાવી રહ્યું છે.

હકીકતમાં, મે 2025માં 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાનના આર્ટિલરીને મોટું નુકસાન થયું હતું. આ લશ્કરી નબળાઈઓને દૂર કરવા માટે, રાવલપિંડીએ ચીની કંપની નોરિન્કો પાસેથી આ 250 સિસ્ટમો હાંસલ કરી છે. આ પગલું ચીન અને પાકિસ્તાન વચ્ચેના ગાઢ સંરક્ષણ સંબંધો અને સંયુક્ત લશ્કરી કવાયતોને દર્શાવે છે.

Chinese-SH-15-Howitzers3
news18.com

 6x6 બખ્તરબંધ ટ્રક ચેસિસ પર લાગલ 155mm/52-કેલિબર હોવિત્ઝર રસ્તાઓ પર 90 કિમી/કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે અને 53 થી 72 કિલોમીટરની રેન્જ સાથે રોકેટ-સહાયિત શેલ ફાયર કરી શકે છે. તેની ઓટોમેટિક ફાયર-કંટ્રોલ અને હાઇડ્રોલિક સિસ્ટમ્સ તેને કાઉન્ટ-બેટરી રડારથી બચાવતા, ઝડપથી સ્થાન બદલવામાં મદદ કરે છે.

પાકિસ્તાનની આ ઉચ્ચ ગતિશીલતાવાળી આર્ટિલરી સિસ્ટમ ભારતીય લશ્કરી સ્થાપનો અને સરહદ પરના લોજિસ્ટિકલ રૂટ્સને તેની ફાયરિંગ રેન્જમાં લાવે છે. જ્યારે ભારત પાસે ટ્રેક્ડ K-9 વજ્ર જેવી સુરક્ષિત સિસ્ટમો છે, ત્યારે પાકિસ્તાનની વ્હીલ્ડ ગતિશીલતા તેને લીડ આપે છે. જો કે, ગંભીર આર્થિક તાણ વચ્ચે આટલી મોટી સંખ્યામાં સિસ્ટમો જાળવી રાખવી પાકિસ્તાન માટે પડકારજનક સાબિત થશે.

About The Author

Related Posts

Top News

મધ્ય પ્રદેશ: ભાજપના ધારાસભ્યની ઇનોવા કાર ફાયર બ્રિગેડના પાણીથી ધોવાતા રાજકીય વિવાદ સળગ્યો

મધ્ય પ્રદેશના સિંગરોલીથી ભાજપના ધારાસભ્ય રામનિવાસ શાહના સરકારી બંગલા બહાર તેમની ટોયોટા ઇનોવા કારને ફાયર બ્રિગેડના વાહન વડે ધોવામાં આવી...
Politics 
મધ્ય પ્રદેશ: ભાજપના ધારાસભ્યની ઇનોવા કાર ફાયર બ્રિગેડના પાણીથી ધોવાતા રાજકીય વિવાદ સળગ્યો

વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

ભારતની 2027ની વસ્તી ગણતરી દરમિયાન પહેલીવાર એક કામ નહીં કરવામાં આવે. કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે, જેની નોટિફિકેશન...
National 
વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

હવે દર વર્ષે DGCA દ્વારા તમામ પાઈલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે; તૈયારીઓ શરૂ

નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાયલટોની સુરક્ષાને લઈને મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. મંત્રાલય વર્ષમાં એક વખત તમામ પાઇલટ્સનો ફરજિયાત...
National 
હવે દર વર્ષે DGCA દ્વારા તમામ પાઈલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે; તૈયારીઓ શરૂ

દેવદત્ત પડિક્કલને પડતો મૂકવો હવે અશક્ય, શું ODI ટીમમાં પણ એન્ટ્રી મળશે?

શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને એક નવો સ્ટાર મળ્યો છે. વાત થઇ રહી છે દેવદત્ત પડિક્કલની, જેણે શ્રીલંકા સામે...
Sports 
દેવદત્ત પડિક્કલને પડતો મૂકવો હવે અશક્ય, શું ODI ટીમમાં પણ એન્ટ્રી મળશે?

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.