આ શહેરમાં વેચાઈ રહ્યો છે 500 કરોડ રૂપિયામાં એક ફ્લેટ

તમે કદાચ એક કે બે કરોડના વૈભવી ફ્લેટ વિશે ઘણું સાંભળ્યું હશે. આજકાલ, 500 કરોડની આસપાસના ફ્લેટ વિશે ચર્ચા ચાલી રહી છે. 500 કરોડના ફ્લેટની કિંમત જોઈને, દરેકને આશ્ચર્ય થાય છે કે તેની અંદર એવું તે શું હશે. પરંતુ આ ફ્લેટ ભારતમાં નહીં, પરંતુ ન્યુ યોર્ક શહેરમાં વેચાઈ રહ્યો છે. જોકે, ત્યાંના રહેવાસીઓ પણ તેના આટલા વધુ ભાવથી આશ્ચર્યચકિત છે. અહીં તમને બતાવી દઈએ કે, ન્યુ યોર્કમાં ફ્લેટિરન બિલ્ડિંગમાં ઘણા વૈભવી ફ્લેટ બનાવવામાં આવ્યા છે, જેમાં એક એપાર્ટમેન્ટની કિંમત 58.5 મિલિયન ડૉલર અથવા ભારતીય રૂપિયામાં જોઈએ તો તે 500 કરોડ રૂપિયા સુધીનો છે.

photo_2026-07-26_17-46-21

ફ્લેટિરન બિલ્ડિંગ એક વિશિષ્ટ ત્રિકોણાકાર આકાર ધરાવે છે અને તે એકદમ ડિઝાઇનર છે. તે કંઈ આજથી જ નહીં, પરંતુ ઘણા વર્ષોથી ન્યુ યોર્ક શહેરના સૌથી પ્રખ્યાત સીમાચિહ્નોમાંનું એક છે અને તે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ બની રહ્યું છે. છેલ્લા 7 વર્ષથી ફ્લેટિરન બિલ્ડિંગમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ પ્રખ્યાત ઇમારતમાં પહેલા ઓફિસો હતી અને હવે તેમાં અતિ-લક્ઝરી એપાર્ટમેન્ટ્સ બનાવવામાં આવ્યા છે. ન્યૂ યોર્કના આ પ્રખ્યાત પર્યટન સ્થળને ત્યારથી રહેણાંક ઇમારતમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે.

આ એપાર્ટમેન્ટ્સની કિંમતમાં સૌથી વધારે પૈસા તેના લોકેશનમાં છે. સમગ્ર ફ્લેટિરન બિલ્ડિંગમાં 36 ઓપન-કન્સેપ્ટ એપાર્ટમેન્ટ્સ હશે, કેટલાક અડધા માળના અને કેટલાક સંપૂર્ણ માળના. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, 3 બેડરૂમના યુનિટ માટે કિંમતો 11 મિલિયન ડૉલરથી લઈને બાલ્કનીવાળા ફુલ-ફ્લોર 5 બેડરૂમના યુનિટ માટે 58.5 મિલિયન ડૉલર સુધીની છે. ઇમારતના બેઝમેન્ટ અને કોમન એરિયામાં 60 ફૂટનો સ્વિમિંગ પૂલ, બિલિયર્ડ્સ રૂમ, વેલનેસ સેન્ટર અને પિયાનો લાઉન્જ જેવી સુવિધાઓ પણ હશે.

આ મોંઘા એપાર્ટમેન્ટ્સ હવે સોશિયલ મીડિયા પર ઘણી વધારે ચર્ચા જગાવી રહ્યા છે. ઘણા વપરાશકર્તાઓ આશ્ચર્યચકિત થાય છે કે, આટલો મોંઘો એપાર્ટમેન્ટ કોણ ખરીદવા માંગશે, જ્યારે અન્ય લોકોના મનમાં સવાલ ઉભો થાય છે કે, આમાં રૂ. 500 કરોડની કિંમત શું.

આટલા વર્ષો પછી લોકો ઇમારતમાં લાઇટિંગ જોઈને ઉત્સાહિત છે. જ્યારે, ઘણા વર્ષોથી બંધ હોવાને કારણે, મુલાકાત લેનારા મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેના સુંદર બ્યુક્સ-આર્ટ્સ-શૈલીના બાહ્ય ભાગને જોઈ શક્યા ન હતા. માલિકોનું કહેવું છે કે, નવા રહેવાસીઓ આગામી મહિનાઓથી રહેવા પણ આવી જશે. બધા એકમો અને સુવિધાઓ 2027ની શરૂઆતમાં બનીને તૈયાર થઈ જશે.

photo_2026-07-26_17-46-19

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ન્યુ યોર્ક શહેરમાં ફક્ત 21 મિલકતો વેચાણ માટે જાહેરમાં ઉપલબ્ધ છે જે આનાથી પણ વધુ મોંઘી છે. આ તો, 120 વર્ષથી વધુ સમયથી આ ઇમારત સ્થાપત્ય શ્રેષ્ઠતા અને એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રતીક રહી છે. 1902માં બનેલી, તે એક સ્થાપત્ય અજાયબી હતી, જેમાં સ્ટીલ-ફ્રેમ બાંધકામ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે તે શહેરના પ્રથમ ગગનચુંબી ઇમારતોમાંનું એક બની ગયું હતું.

About The Author

Related Posts

Top News

ભારતના મખાના કેવી રીતે બન્યા ગ્લોબલ સુપરફૂડ

વૈજ્ઞાનિક રીતે Euryale ferox તરીકે ઓળખાતું મખાના, એક જળચર પાક છે જે મુખ્યત્વે છીછરા તળાવો, તળાવો અને જળપ્લાવિત...
National 
ભારતના મખાના કેવી રીતે બન્યા ગ્લોબલ સુપરફૂડ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-08-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

CM ફડણવીસની તાકાત વધી, મંત્રીઓના નિર્ણય બદલી શકશે, જાણો કયા નિયમો બદલાયા

મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારે નવા નિયમો ઘડ્યા છે, જેની અંદર CM દેવેન્દ્ર ફડણવીસ મંત્રીએ લીધેલા નિર્ણયને બદલી શકે છે, ...
National 
CM ફડણવીસની તાકાત વધી, મંત્રીઓના નિર્ણય બદલી શકશે, જાણો કયા નિયમો બદલાયા

વિદ્યાર્થીઓ સામેની FIR રદ ન થવાથી નારાજ કોકરોચ જનતા પાર્ટી

NEET પેપર લીક પર કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અને પોલીસ અધિકારીઓ સામે થયેલી હિંસાની તપાસ માટે...
National 
વિદ્યાર્થીઓ સામેની FIR રદ ન થવાથી નારાજ કોકરોચ જનતા પાર્ટી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.