નસીરુદ્દીન શાહે પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ માટે એવો વીડિયો બનાવ્યો કે તેમનું એકાઉન્ટ જ ડીલિટ કરી દેવાયું

પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહે દિલ્હીના જંતર-મંતરથી શરૂ નીકળેલી 'ચલો સંસદ' માર્ચ દરમિયાન થયેલી હિંસા પર પહેલી વાર પ્રતિક્રિયા આપી. સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર સ્પષ્ટ વિચારો વ્યક્ત કરવા માટે જાણીતા શાહે એક ઇન્સ્ટાગ્રામ વીડિયો શેર કર્યો હતો, જેમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીની આકરી ટીકા કરી. આ વીડિયો હવે ઇન્સ્ટાગ્રામ પર દેખાતો નથી; હકીકતમાં, તેમનું આખું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હવે દેખાતું નથી.

આ વીડિયોમાં, તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. નસીરુદ્દીન શાહે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, NEET પેપર લીક અને શિક્ષણ ક્ષેત્રમાં સુધારાની હાકલ કરી રહેલા વિદ્યાર્થીઓને પોતાનો ટેકો આપ્યો. તેમણે વીડિયોમાં સરકારને ચેતવણી પણ આપી.

Naseeruddin-Shah1
thelallantop.com

નસીરુદ્દીન શાહે કહ્યું કે તેઓ પોતે વિદ્યાર્થીઓ પાસેથી શીખે છે અને જે રીતે વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો તે સંપૂર્ણપણે ખોટું છે. 22 જુલાઈના રોજ ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં બોલતા નસીરુદ્દીન શાહે કહ્યું કે, "આદાબ. નમસ્કાર. હું નસીરુદ્દીન શાહ તમારી સાથે બે વિચારો શેર કરવા માંગુ છું. પહેલી વાત એ છે કે જો કોઈ જાહિલ આ દેશનું નેતૃત્વ છે, તો તેમનું હૃદય એવું જ ઈચ્છશે કે આખો દેશ તેમના જેવો જ જાહિલ, નાસમજ, અસમર્થ અને નિર્દયી બને. અભિનયના બે અલગ અલગ કોર્સ રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા- NSD) અને પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII)માં પૂર્ણ કરવા છતા મેં અભિનય વિશે જે સૌથી મોટા પાઠ શીખ્યા છે તે બાળકો, વિદ્યાર્થીઓ પાસેથી શીખ્યા છે જેમને મેં શીખવવાનો પ્રયાસ કર્યો છે. મારી સંપૂર્ણ સહાનુભૂતિ તેમની સાથે છે. હું તેમને હજાર-હજાર, દરેક શ્વાસ સાથે દુઆઓ આપું છું, અને હું દરેક શિક્ષક દિવસે તેમને સલામ કરું છું.

તેમણે કહ્યું કે, આ ક્ષણે, મારું દિલ ભરાયેલું છે અને મને ગુસ્સો આવી રહ્યો છે કે આપણા આ બાળકો પર આટલી ક્રૂરતા કેવી રીતે કરવામાં આવી રહી છે. એ ગુંડાઓના હાથે જે મને અમેરિકાના ICE એજન્ટોની યાદ અપાવે છેય ચહેરા પર નકાબ, હાથમાં ડંડા લઇને. ક્યારેક તમારા પોતાના બાળકો વિશે વિચારવું જોઈએ, અને ધ્યાનમાં લેવું જોઈએ કે તમારે પણ એક દિવસ અનિવાર્યપણે તમારો હિસાબ ચૂકવવો પડશે. આ બધા બાળકોને, હું કહેવા માંગુ છું: હિંમત ન હારશો. ઘણા લોકોવી તમારી સાથે સહાનુભૂતિ છે; ઘણા લોકો તમારી સાથે ઉભા છે. તમે લડતા રહો. મને હંમેશાં આપણા દેશના યુવા પેઢી પર આશા છે, અને  હવે તે આશા વધુ મજબૂત થઈ છે. તમે પોતાની લડાઈ લડતા રહો; અમે બધા તમારી સાથે છીએ.

Naseeruddin-Shah2
ndtv.com

પછી, નસીરુદ્દીન શાહ સરકારને કહે છે કે, આ દેશની સરકારને, હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે બધું યાદ રાખવામાં આવશે. આ પહેલા, એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નસીરુદ્દીન શાહ નવી દિલ્હીના જંતર મંતર પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉભા છે.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.