રેન્કિંગ 10 વર્ષના નીચલા સ્તરે અમેરિકન પાસપોર્ટ; ભારત કયા ક્રમે?

વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની રેન્કિંગ બતાવનાર હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મા અમેરિકાને મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે અમેરિકન પાસપોર્ટ છેલ્લા એક દાયકામાં તેના સૌથી નીચલા ક્રમે આવી ગયો છે. હવે 30 થી વધુ દેશોના પાસપોર્ટ અમેરિકાથી આગળ નીકળી ગયા છે. જો કે, આનો અર્થ એ નથી કે અમેરિકન પાસપોર્ટ નબળો બની ગયો છે. વાસ્તવિક કારણ એ છે કે ઘણા અન્ય દેશોએ તેમના નાગરિકો માટે વધુ દેશોમાં વિઝા-મુક્ત અથવા વિઝા-ઓન-અરાઇવલની સુવિધા હાંસલ કરી છે.

ભારતની વાત કરીએ તો, તે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં 81મા સ્થાને છે. ભારતીય પાસપોર્ટ ધારકો 55 દેશોમાં વિઝા વિના પહેલાથી જ મુસાફરી કરી શકે છે. ગયા વર્ષે ભારત 85મા ક્રમે હતું, એટલે કે આ વખતે તેના રેન્કિંગમાં સુધરો થયો છે. જો કે, વિઝા-મુક્ત સ્થળોની સંખ્યા 57 થી ઘટીને 55 થઈ ગઈ છે; આનું કારણ માટે કેટલાક દેશોની વિઝા નીતિઓમાં થયેલો ફેરફાર છે.

9'

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ વિશ્વના સૌથી અગ્રણી પાસપોર્ટ રેન્કિંગમાંનો એક છે. તે 199 દેશો અને 227 પ્રવાસ સ્થળોના પાસપોર્ટનું મૂલ્યાંકન કરે છે. આ રેન્કિંગ એ આધારે નક્કી થાય છે કે કોઈ દેશના નાગરિકો વિઝા વિના અથવા વિઝા-ઓન-અરાઇવલ સુવિધાઓ સાથે કેટલા દેશમાં જઇ શકે છે.

અહેવાલ મુજબ, તાજેતરના વર્ષોમાં ઘણા દેશોએ નવા કરારો કર્યા છે અને અન્ય દેશો સાથે સંબંધો મજબૂત કર્યા છે. જેના કારણે, તેમના નાગરિકો વધુ દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીનો આનંદ માણે છે. આ કારણે ઘણા દેશો અમેરિકાનેને પાછળ છોડીને આગળ નીકળી ગયા છે. અમેરિકન નાગરિકોને હવે પહેલા કરતાં વધુ સ્થળો માટે અગાઉથી વિઝા અથવા મુસાફરી ઓથોરાઇઝેશન લેવાની જરૂર પડે છે. આ રેન્કિંગ કોઇ દેશની આર્થિક શક્તિ અથવા રાજકીય પ્રભાવને બદલે મુસાફરી સ્વતંત્રતાને દર્શાવે છે.

10

સિંગાપોર આ વર્ષે પણ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. જાપાન, દક્ષિણ કોરિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સંયુક્ત રીતે બીજા સ્થાને છે, જ્યારે સ્વીડન ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત, બેલ્જિયમ, ડેનમાર્ક, ફિનલેન્ડ, જર્મની, આયર્લેન્ડ, ઇટાલી, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે અને સ્પેન સૌથી મજબૂત પાસપોર્ટ ધરાવતા દેશોમાં સામેલ છે. તો, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, કેનેડા, સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રિયા અને ગ્રીસ પણ ટોપ-10 દેશોમાં છે.

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 દર્શાવે છે કે, આજના સમયમાં કોઇ દેશના નાગરિકો કેટલા દેશોમાં સરળતાથી મુસાફરી કરી શકે છે, આ તેની વૈશ્વિક પહોંચનું મુખ્ય માપદંડ બની ગયું છે. અમેરિકન પાસપોર્ટ અત્યારે પણ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટમાંનો એક છે, ત્યારે અન્ય દેશોએ વિઝા-મુક્ત મુસાફરીના વિસ્તરણમાં વધુ ઝડપથી પ્રગતિ કરી છે.

About The Author

Related Posts

Top News

RBI દ્વારા રજુ થનારા નવા નિયમો વિશે જાણીને લોન લેનારાઓએ પોતાની EMI વિશે આ બાબતો યાદ રાખવી જોઈએ

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફ્લોટિંગ રેટ લોન મેળવતા ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરી છે. કેન્દ્રીય બેંકે...
Business 
RBI દ્વારા રજુ થનારા નવા નિયમો વિશે જાણીને લોન લેનારાઓએ પોતાની EMI વિશે આ બાબતો યાદ રાખવી જોઈએ

CM રેવંત રેડ્ડીની માયા ટ્યુડર સાથેની મુલાકાત પર BJP ગુસ્સે; જાણો આ ઓક્સફર્ડના પ્રોફેસર કોણ છે?

તેલંગાણાના CM રેવંત રેડ્ડી હાલમાં યુરોપના પ્રવાસ પર છે. સરકારે તેમને અમેરિકા જવાની પરવાનગી નકારી કાઢતાં તેમનો કાર્યક્રમ ચર્ચાનો વિષય...
National 
CM રેવંત રેડ્ડીની માયા ટ્યુડર સાથેની મુલાકાત પર BJP ગુસ્સે; જાણો આ ઓક્સફર્ડના પ્રોફેસર કોણ છે?

આવા ચોર જોયા છે, જે જ્વેલરીની દુકાનથી જ પોલીસને ફોન કરીને કહી રહ્યા છે સાહેબ અમને બચાવી લો...

ગુજરાતના વલસાડ જિલ્લામાં ચોરીના પ્રયાસ દરમિયાન એક ઘટના બની. જ્વેલરીની દુકાનમાંથી ચોરીનો પ્રયાસ કરનારા બે ચોરોએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું....
Gujarat 
આવા ચોર જોયા છે, જે જ્વેલરીની દુકાનથી જ પોલીસને ફોન કરીને કહી રહ્યા છે સાહેબ અમને બચાવી લો...

Gen Zને આકર્ષવા ભાજપે ખાસ ટીમ બનાવી, હર્ષ સંઘવી અને સ્મૃતિ ઈરાની પણ ટીમમાં

BJPએ દેશના યુવાનો અને 'Gen Z' મતદારો સુધી પહોંચવા માટે એક ખાસ ટીમ બનાવી છે. PM નરેન્દ્ર મોદીના નિર્દેશ...
National 
Gen Zને આકર્ષવા ભાજપે ખાસ ટીમ બનાવી, હર્ષ સંઘવી અને સ્મૃતિ ઈરાની પણ ટીમમાં

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.