પંજાબથી અમેરિકા ગયેલા 19 વર્ષના ગૌરવે ટેક્સાસમાં મા-બાપ અને દાદીને ગોળી મારી દીધી

અમેરિકાના વર્જિનિયામાં, 19 વર્ષીય પંજાબી વિદ્યાર્થીએ પોતાના જ પરિવાર પર ગોળીબાર કર્યો. યુવકે પહેલા તેના માતા-પિતાને ગોળી મારી અને પછી તેની નાની (મમ્મીની મા) પર ગોળીબાર કર્યો, જ્યારે તેના મોટો ભાઈનો બચાવ થઇ ગયો.

ઘટના પછી, આરોપીની પિસ્તોલ જામ થઈ ગઈ. યુવક તરત જ તેની કાર લઈને ભાગી ગયો અને ત્યારે જ તેની કારણે અકસ્માત થયો. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી. US પોલીસના જણાવ્યા અનુસાર, યુવાનનો પરિવાર પંજાબના નવાશહરનો રહેવાસી છે, જ્યાં શોક છવાઈ ગયો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તેના ભાઈની ફરિયાદ પછી તરત જ તેમણે આરોપીને ઘેરી લીધો અને પકડી લીધો. જોકે, આરોપીએ ગોળીબાર શું કામ કર્યો તેનું કારણ તપાસવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન આરોપીએ હજુ સુધી કોઈ વિગતો આપી નથી.

Gaurav-Texas-Triple-Murder1
khabarindiatv.in

પોલીસ અહેવાલો અનુસાર, આ ઘટના 17 જૂનની રાત્રે અમેરિકાના વર્જિનિયાના સ્કેનોન ગામમાં બની હતી. આરોપી, ગૌરવ ચોપરા, યુનિવર્સિટી ઓફ ટેક્સાસ રિયો ગ્રાન્ડે વેલીનો વિદ્યાર્થી છે. તેણે અચાનક પોતાના જ ઘરમાં તેના પરિવારના સભ્યો પર ગોળીબાર કરવાનું શરુ કર્યું.

આરોપી ગૌરવે તેની માતા કમલેશ રાની (46), પિતા સીતા રામ (56) અને દાદી મહેન્દ્ર કૌર (73)ના માથામાં ગોળી મારી દીધી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું. તેણે તેના મોટા ભાઈ સજન (21)ને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સદનસીબે તે ભાગી ગયો. ગુનો કર્યા પછી, ગૌરવ ઘટનાસ્થળેથી ભાગી ગયો.

ઘટનાની માહિતી મળતાં, સ્થાનિક કાઉન્ટી શેરિફ ઓફિસની પોલીસે તાત્કાલિક આરોપીની શોધ શરૂ કરી. ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે ગૌરવની કારનો અકસ્માતમાં થઇ ગયો અને પોલીસના જણાવ્યા મુજબ, તેની પિસ્તોલ પણ જામ થઈ ગઈ. પોલીસે તાત્કાલિક તેને કસ્ટડીમાં લઈ લીધો. ગૌરવ પર ચાર ગંભીર હત્યાના આરોપ મૂકવામાં આવ્યા છે અને તેને જામીન વગર રાખવામાં આવ્યો છે.

Gaurav-Texas-Triple-Murder
asianetnews.com

પરિવારનું પૈતૃક ઘર પંજાબના નવાશહરના લખપુર ગામમાં છે. ઘટનાના સમાચાર મળતાં જ આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો. સીતા રામ પામ વ્યૂ વિસ્તારમાં એક વ્યવસાય ધરાવતા હતા. મૃતકના પિતરાઈ ભાઈ માખન સિંહે જણાવ્યું કે આખો પરિવાર લગભગ 20-30 વર્ષથી યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતો હતો. લગભગ પાંચ મહિના પહેલા જ, સીતા રામ, તેમની પત્ની અને બે પુત્રો સાથે, ગામ ફરવા આવ્યા હતા.

માખન સિંહના જણાવ્યા મુજબ, તેમને વિદેશમાં રહેતા એક પરિચિત વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેના પછી તેમને સામૂહિક હત્યાકાંડની જાણ થઈ. જોકે, પરિવાર હજુ પણ એ સમજી શક્યો નથી કે ગૌરવે આટલું આત્મઘાતી પગલું કેમ ભર્યું.

US પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની પૂછપરછ કર્યા પછી હત્યા પાછળનો હેતુ બહાર આવશે.

About The Author

Related Posts

Top News

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ

હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બ્રાન્ડ Vidaએ તેનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. તેના VX2 પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, કંપનીએ...
Tech and Auto 
હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.