સોનમ વાંગચુકની ભૂખ હડતાળ પર દુનિયાની નજર; જાણો વિદેશી મીડિયામાં શું અહેવાલ આવી રહ્યા છે?

સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક છેલ્લા 19 દિવસથી જંતર-મંતર પર ભૂખ હડતાળ પર છે. દરેક પસાર થતા દિવસ સાથે, તેમનું વજન ઘટી રહ્યું છે, તેમનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, અને ચિંતા વધી રહી છે. પરંતુ હવે આ મુદ્દો ફક્ત દિલ્હીના જંતર-મંતર પૂરતો મર્યાદિત નથી. બ્રિટનથી લઈને યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની અને પાકિસ્તાન સુધીના મુખ્ય મીડિયા આઉટલેટ્સ આ આંદોલન પર નજર રાખી રહ્યા છે.

વિદેશી મીડિયા કોકરોચ જનતા પાર્ટીના શરૂઆતના પ્રદર્શનથી જ તેને ફોલો કરી રહ્યું છે. હવે, સોનમ વાંગચુકની લાંબી ભૂખ હડતાળ વિશ્વભરમાં ચિંતા વધારી રહી છે. કેટલાકે તેને સરકારના અંતરાત્માને જગાડવાનો પ્રયાસ ગણાવ્યો છે, જ્યારે અન્ય લોકોએ તેને મોદી સરકાર માટે મોટી કસોટી ગણાવી છે. કોણે શું લખ્યું છે? ચાલો, પુરી માહિતી જાણી લઈએ.

બ્રિટિશ મીડિયા આઉટલેટ BBCએ લખ્યું છે, 'વાંગચુકની ભૂખ હડતાળ સરકારને જગાડવાનો એક માર્ગ છે. વાંગચુકની બગડતી તબિયત તેમના સમર્થકોમાં ચિંતાનો વિષય છે. હજારો લોકો તેમને તેમના ઉપવાસ સમાપ્ત કરવા માટે અપીલ કરી રહ્યા છે. પોતાને મહાત્મા ગાંધીના અનુયાયી ગણાવતા વાંગચુક કહે છે કે તેઓ ગાંધીજીના અહિંસક વિરોધના સિદ્ધાંતોમાં માને છે અને તેમની જેમ જ સરકારના અંતરાત્માને જાગૃત કરવા માટે ભૂખ હડતાળનો આશરો લઈ રહ્યા છે.'

Wangchuk-Hunger Strike
instagram.com

BBCએ એ પણ અહેવાલ આપ્યો છે કે, ગરમી અને વધતા તાપમાન છતાં, સેંકડો લોકો વાંગચુકના સમર્થનમાં જંતર મંતર પર આવી રહ્યા છે.

હવે, પડોશી દેશ પાકિસ્તાન વિશે વાત કરીએ. પાકિસ્તાની મીડિયા આઉટલેટ એક્સપ્રેસ ટ્રિબ્યુને તેના લેખની શરૂઆત વાંગચુકના નિવેદનથી કરી હતી. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને લખ્યું હતું કે, 'આબોહવા કાર્યકર્તા સોનમ વાંગચુકે એક વખત કહ્યું હતું કે, તે ફક્ત એક સામાન્ય નાગરિક છે, આધુનિક ગાંધી કે હીરો નથી. તેમણે લોકોને બીજાઓ પાસેથી પ્રેરણા લેવાને બદલે ખુદ હીરો બનવાની અપીલ કરી હતી. સમર્થનમાં બહાર આવેલા લોકોનો આભાર માનતા તેમણે કહ્યું કે, બે પ્રકારના નિવેદનો તેમને ખૂબ દુઃખ પહોંચાડે છે, પ્રથમ, જેઓ તેમને 21મી સદીના ગાંધી કહે છે, અને બીજું, જેઓ તેમને હીરો કહે છે. હું બંનેમાંથી કોઈ નથી. બીજા કોઈમાં તમારા હીરોને શોધશો નહીં. જવાબદાર નાગરિક બનો અને તમારા પોતાના માટે હીરો બનો.'

જર્મન મીડિયા આઉટલેટ DWએ પણ આ વિરોધ શેર કર્યો છે. તેમાં સોનમ વાંગચુકનો ડોક્ટરો વચ્ચે સુઈ રહેલા છે એ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. લેખનું મથાળું હતું, 'સોનમ વાંગચુકની ભૂખ હડતાળ PM મોદીની પરીક્ષા લે છે.' તેમાં લખ્યું હતું કે, 'ભારતીય કાર્યકર્તા સોનમ વાંગચુક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના વિરોધમાં બે અઠવાડિયાથી વધુ સમયથી ઉપવાસ કરી રહ્યા છે. જેમ જેમ તેમનું સ્વાસ્થ્ય બગડતું જાય છે, તેમ તેમ PM નરેન્દ્ર મોદી પર દબાણ વધી રહ્યું છે. વાંગચુકના સમર્થનમાં ઘણા ભારતીય નેતાઓ જંતર-મંતર પહોંચી રહ્યા છે, પરંતુ તેમાંથી કોઈ પણ શાસક ભારતીય જનતા પાર્ટીના નહોતા. CJPના સ્થાપક અભિજીત દિપકેએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે, વાંગચુક ઝડપથી વજન અને સ્નાયુઓ ઘટાડી રહ્યા હતા, અને તેમનું બ્લડ સુગર અસામાન્ય રીતે નીચલા સ્તર પર આવી ગયું હતું.'

Wangchuk-Hunger Strike
facebook.com

જ્યારે, અમેરિકન મીડિયા આઉટલેટ બ્લૂમબર્ગે આ ભૂખ હડતાળને મોદી સરકાર વિરુદ્ધ એક દુર્લભ પગલું ગણાવ્યું હતું. બ્લૂમબર્ગે લખ્યું, 'વાંગચુકનો વિરોધ PM નરેન્દ્ર મોદીની સરકારના વિરોધનું એક દુર્લભ ઉદાહરણ છે. અભિજીત દિપકેએ વાંગચુકને તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરવા કહ્યું હતું, પરંતુ તેમણે ના પાડી. વાંગચુકે પ્રશ્ન કર્યો કે, સરકાર આ બાબતે પ્રદર્શનકારીઓ સાથે કેમ વાતચીત કરી રહી નથી. ભારતના શિક્ષણ મંત્રાલયે હજુ સુધી હડતાળ પર કોઈ ટિપ્પણી કરી નથી. વિપક્ષી નેતાઓ વાંગચુકને તેમના ઉપવાસ સમાપ્ત કરવા અપીલ કરી રહ્યા છે. તેમની હાલત બગડી રહી છે.'

આ ઉપરાંત, બ્રિટિશ સમાચાર એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે, પેપર લીકને લઈને ભારતમાં લોકોનો ગુસ્સો ભભૂકી રહ્યો છે. એજન્સીએ લખ્યું છે કે, 'ભૂખ હડતાળ પર બેઠેલા એક વ્યક્તિ બેહોશ થઈ ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ધર્મેન્દ્ર પ્રધાન કે તેમનું મંત્રાલય હડતાળ પર કોઈ પ્રતિક્રિયા આપી રહ્યું નથી. પેપર લીકથી યુવાનો ગુસ્સે થયા છે.'

જંતર-મંતરથી શરૂ થયેલો આ વિરોધ હવે આંતરરાષ્ટ્રીય હેડલાઇન્સનો ભાગ બન્યો છે. વિદેશી મીડિયા અહેવાલો વારંવાર સોનમ વાંગચુકના બગડતા સ્વાસ્થ્ય અને સરકારના મૌનને પ્રકાશિત કરે છે. આ  દરમિયાન, વિરોધીઓની માંગણીઓ એ જ રહેલી છે, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને પરીક્ષા પ્રણાલીમાં જવાબદારી નક્કી કરવાની.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.