જામીન પર છૂટીને આરોપીએ પીડિતા અને તેની માતા-નાનીનું ઢીમ ઢાળી દીધું, પોતાની પત્ની અને બાળકોને પણ ન છોડ્યા

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર, જિલ્લાના શાબાદ મંડળ સ્થિત દૈવલગુડામાં એક પાગલ વ્યક્તિએ બદલાની આગમાં એક જ પરિવારના છ સભ્યોને છરી મારીને પતાવી દીધા. પીડિતોમાં આરોપીની પત્ની, તેના બે નાના બાળકો અને તેની વિરુદ્ધ કેસ નોંધાવનાર પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ ભયાનક ઘટનાને અંજામ આપવા પાછળનો ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, 16 મેના રોજ 28 વર્ષીય આરોપી રાજ કુમાર વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ગંભીર કેસ નોંધાવવામાં આવ્યો હતો. પીડિત છોકરીની માતાએ આ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

murdermurder1
hindi.news24online.com

અહેવાલો અનુસાર રાજ કુમાર તાજેતરમાં જામીન પર મુક્ત થયો હતો. તેની મુક્તિ પછી, તેનામાં બદલાની ભાવના જાગી ઉઠી હતી. જેલમાંથી બહાર નીકળતા જ તે સીધો દૈવલગુડા પહોંચ્યો અને ત્યાં હાજર લોકો પર છરીથી જોરદાર હુમલો કર્યો.

6 લોકોનો જીવ લીધા મોત બાદ, આરોપી રાજ કુમાર ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો. ભાગવા દરમિયાન જ તેણે તેના માતા-પિતાને ફોન કર્યો અને ફોન પર કબૂલાત કરી કે તેણે 6 લોકોના જીવ લઇ લીધા છે અને તે પોતે પણ જીવન ટૂંકાવી લેશે. આ માહિતી સામે આવ્યા બાદ, પોલીસ વધુ સતર્ક થઇને કામ કરી રહી છે.

murder3
aajtak.in

આ અંગે ટિપ્પણી કરતા ફ્યૂચર સિટી પોલીસ કમિશનર તરુણ જોશીએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ રાત્રે બે અલગ-અલગ સ્થળોએ જીવ લેવાની ઘટનાને અંજામ આપી. હત્યાઓ પછી તેણે તેના પિતાને ફોન કરીને ગુના વિશે માહિતી આપી હતી. આરોપી હાલમાં ફરાર છે. પોલીસની સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે, અને અમને કેટલાક પુરાવા મળ્યા છે; તેને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે.

ફોરેન્સિક ટીમોએ ગુનાના બંને સ્થળોની તપાસ કરી છે, જ્યારે તપાસ અધિકારીઓ ઘટનાક્રમને સમજવા અને અસલી હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે. વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, અને પોલીસ શંકાસ્પદની શોધ કરી રહી છે. ચેવેલ્લાના DCP યોગેશ ગૌતમ, ACP, સ્થાનિક સર્કલ ઇન્સ્પેક્ટર (CI), ગામના શિક્ષક અને અન્ય લોકો તપાસ અને શંકાસ્પદ વ્યક્તિની શોધમાં જોડાયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યા કરવા માટે મોટા પથ્થરો અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

MGએ 7-સીટર SUV Hector Tomahawk લોન્ચ કરી; જાણી લો કિંમત અને ફીચર્સ

JSW-MGએ તેની નવી કાર લોન્ચ કરી છે. કંપનીએ ભારતીય બજારમાં MG Hector Tomahawk EV લોન્ચ કરી છે. આ કાર...
Tech and Auto 
MGએ 7-સીટર SUV Hector Tomahawk લોન્ચ કરી; જાણી લો કિંમત અને ફીચર્સ

iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

iQOOએ થોડા દિવસ પહેલા તેનો નવો iQOO Z11 5G ફોન લોન્ચ કર્યો છે, જે આજે, 25 ઓગસ્ટના...
Tech and Auto 
iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી, મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

ભાજપે નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, અને રાજકીય નજર હવે સીધું મોદી કેબિનેટ તરફ ટકી ગઇ...
Politics 
મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી,  મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

આસામના જોરહાટમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પર તેના જ ઘરમાંથી આશરે ₹50 લાખ રોકડા...
National 
દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.