‘1,000 પતિ રાખી શકું છું’ કહેવા પર ગર્ભવતી પત્નીને પતાવી દીધી; કોર્ટે આજીવન કેદ હટાવીને સજા ઘટાડી

મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક અત્યંત સંવેદનશીલ કેસની સુનાવણી કરતા એક પુરુષની આજીવન કેદની સજા ઘટાડીને સાત વર્ષની સખત કેદ કરી છે. આ શખ્સે સાત મહિનાની ગર્ભવતી પત્નીનું કાસળ કાઢી નાખ્યું હતું. ન્યાયાધીશ વિવેક અગ્રવાલ અને ન્યોયાધીશ અવનીન્દ્ર કુમાર સિંહની ડિવિઝન બેન્ચે કહ્યું કે તીખી બહેસ દરમિયાન પત્નીનું એમ કહેવું તે પોતાના પતિ જેવા હજારો પતિ રાખી શકે છે’, એક પુરુષના આત્મસન્માન અને ગૌરવ પર સીધો હુમલો હતો. કોર્ટે આ ઘટનાને કાયદા હેઠળ અચાનક અને ગંભીર ઉશ્કોરણી ગણાવી છે.

આ ઘટના જુલાઈ 2021ની છે, જ્યારે છિંદવાડા જિલ્લાના ચૌરાઈ બ્લોકનો રહેવાસી આરોપી, શિવા કહાર તેની પત્ની કિરણ સાથે કુલ બહેરી નદીના ખાર્રા ઘાટ પર ગયો હતો. ત્યાં તેમની વચ્ચે કોઇ વાતને લઇને બહેસ શરૂ થઈ ગઇ. મામલો એ હદ સુધી વકર્યો કે કિરણે ગુસ્સામાં કહી દીધું કે, હું તારા જેવા હજારો પતિ રાખી શકું છું. આ વાતથી ગુસ્સે ભરાયેલા શિવે નજીકનો પથ્થર ઉપાડ્યો અને પત્નીના માથા પર મારી દીધો, જેનાથી તેનો ઘટનાસ્થળે જ જીવ જતો રહ્યો. કિરણ તે સમયે સાત મહિનાની ગર્ભવતી હતી.

MP High court
livelaw.in

નીચલી કોર્ટે શિવને દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી; ત્યારબાદ તેણે હાઇકોર્ટમાં ચૂકોદા સામે અપીલ કરી હતી. પુરાવાઓની સમીક્ષા કર્યા પછી, હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે નક્કી કર્યું કે હત્યા પૂર્વયોજિત નહોતી. કોર્ટે આ નિષ્કર્ષ માટે બે મુખ્ય કારણો જણાવ્યા આરોપી ઘટના પછી તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયો નહોતો, પરંતુ તેના બદલે તેણે તેના સસરા અને પોલીસને ફોન કરીને શું થયું તેની જાણ કરી હતી. તેણે પુરાવાનો નાશ કરવાનો પણ કોઈ પ્રયાસ પણ કર્યો નહોતો.

કોર્ટે ટિપ્પણી કરી કે જ્યારે કોઈ પત્ની તેના પતિને કહે છે કે તેના "તેના જેવા 1,000 પતિ રાખી શકે છે, ત્યારે તે અસરકારક રીતે પતિને સંપૂર્ણપણે મૂલ્યહીન બતાવવા જેવું છે. એક માનવી તરીકે આ તેના અસ્તિત્વના મૂળ પર પ્રહાર છે, જેથે કોઈપણ પોતાનું આત્મ-નિયંત્રણ ગુમાવી શકે છે.

તબીબી અને ફોરેન્સિક અહેવાલોના આધારે કોર્ટે માન્યું કે આ કેસ ઇરાદાપૂર્વકની હત્યા (કલમ 302)ને બદલે ઇરાદા વિના, માત્ર એ માહિતીના આધારે કરવામાં આવેલું કૃત્ય છે કે તેનાથી મોત થઇ શકે છે. (IPCની કલમ 304 (ભાગ II). ત્યારબાદ, કોર્ટે શિવાની સજાને આજીવન કેદમાંથી ઘટાડીને સાત વર્ષની જેલ અને ₹1,000 દંડ કર્યોની સજા સંભળાવી.

MP High court
livelaw.in

મધ્ય પ્રદેશ હાઈકોર્ટે એક અત્યંત સંવેદનશીલ કેસની સુનાવણી કરતા એક પુરુષની આજીવન કેદની સજા ઘટાડીને સાત વર્ષની સખત કેદ કરી છે. આ શખ્સે સાત મહિનાની ગર્ભવતી પત્નીનું કાસળ કાઢી નાખ્યું હતું. ન્યાયાધીશ વિવેક અગ્રવાલ અને ન્યોયાધીશ અવનીન્દ્ર કુમાર સિંહની ડિવિઝન બેન્ચે કહ્યું કે તીખી બહેસ દરમિયાન પત્નીનું એમ કહેવું તે પોતાના પતિ જેવા હજારો પતિ રાખી શકે છે’, એક પુરુષના આત્મસન્માન અને ગૌરવ પર સીધો હુમલો હતો. કોર્ટે આ ઘટનાને કાયદા હેઠળ અચાનક અને ગંભીર ઉશ્કોરણી ગણાવી છે.

આ ઘટના જુલાઈ 2021ની છે, જ્યારે છિંદવાડા જિલ્લાના ચૌરાઈ બ્લોકનો રહેવાસી આરોપી, શિવા કહાર તેની પત્ની કિરણ સાથે કુલ બહેરી નદીના ખાર્રા ઘાટ પર ગયો હતો. ત્યાં તેમની વચ્ચે કોઇ વાતને લઇને બહેસ શરૂ થઈ ગઇ. મામલો એ હદ સુધી વકર્યો કે કિરણે ગુસ્સામાં કહી દીધું કે, હું તારા જેવા હજારો પતિ રાખી શકું છું. આ વાતથી ગુસ્સે ભરાયેલા શિવે નજીકનો પથ્થર ઉપાડ્યો અને પત્નીના માથા પર મારી દીધો, જેનાથી તેનો ઘટનાસ્થળે જ જીવ જતો રહ્યો. કિરણ તે સમયે સાત મહિનાની ગર્ભવતી હતી.

નીચલી કોર્ટે શિવને દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી; ત્યારબાદ તેણે હાઇકોર્ટમાં ચૂકોદા સામે અપીલ કરી હતી. પુરાવાઓની સમીક્ષા કર્યા પછી, હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે નક્કી કર્યું કે હત્યા પૂર્વયોજિત નહોતી. કોર્ટે આ નિષ્કર્ષ માટે બે મુખ્ય કારણો જણાવ્યા આરોપી ઘટના પછી તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયો નહોતો, પરંતુ તેના બદલે તેણે તેના સસરા અને પોલીસને ફોન કરીને શું થયું તેની જાણ કરી હતી. તેણે પુરાવાનો નાશ કરવાનો પણ કોઈ પ્રયાસ પણ કર્યો નહોતો.

કોર્ટે ટિપ્પણી કરી કે જ્યારે કોઈ પત્ની તેના પતિને કહે છે કે તેના "તેના જેવા 1,000 પતિ રાખી શકે છે, ત્યારે તે અસરકારક રીતે પતિને સંપૂર્ણપણે મૂલ્યહીન બતાવવા જેવું છે. એક માનવી તરીકે આ તેના અસ્તિત્વના મૂળ પર પ્રહાર છે, જેથે કોઈપણ પોતાનું આત્મ-નિયંત્રણ ગુમાવી શકે છે.

તબીબી અને ફોરેન્સિક અહેવાલોના આધારે કોર્ટે માન્યું કે આ કેસ ઇરાદાપૂર્વકની હત્યા (કલમ 302)ને બદલે ઇરાદા વિના, માત્ર એ માહિતીના આધારે કરવામાં આવેલું કૃત્ય છે કે તેનાથી મોત થઇ શકે છે. (IPCની કલમ 304 (ભાગ II). ત્યારબાદ, કોર્ટે શિવાની સજાને આજીવન કેદમાંથી ઘટાડીને સાત વર્ષની જેલ અને ₹1,000 દંડ કર્યોની સજા સંભળાવી.

About The Author

Related Posts

Top News

સ્વદેશી ઇલેક્ટ્રિક બાઇક Revolt RVX થઇ લોન્ચ, 160 Km રેન્જ, આટલી છે તેની કિંમત

રિવોલ્ટ મોટર્સે તેની ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લાઇનઅપનો વિસ્તાર કર્યો છે. આના ભાગ રૂપે, કંપનીએ RVX બાઈક લોન્ચ કર્યું છે. કંપનીએ...
Tech and Auto 
સ્વદેશી ઇલેક્ટ્રિક બાઇક Revolt RVX થઇ લોન્ચ, 160 Km રેન્જ, આટલી છે તેની કિંમત

‘1,000 પતિ રાખી શકું છું’ કહેવા પર ગર્ભવતી પત્નીને પતાવી દીધી; કોર્ટે આજીવન કેદ હટાવીને સજા ઘટાડી

મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક અત્યંત સંવેદનશીલ કેસની સુનાવણી કરતા એક પુરુષની આજીવન કેદની સજા ઘટાડીને સાત વર્ષની સખત કેદ કરી છે....
National 
‘1,000 પતિ રાખી શકું છું’ કહેવા પર ગર્ભવતી પત્નીને પતાવી દીધી; કોર્ટે આજીવન કેદ હટાવીને સજા ઘટાડી

આફ્રિકા 8,000 કિલોમીટર લાંબી 'વૃક્ષોની દિવાલ' કેમ બનાવી રહ્યું છે?

આફ્રિકા હાલમાં વિશ્વના સૌથી મહત્વાકાંક્ષી પર્યાવરણીય પ્રોજેક્ટ્સમાંના એક પર કામ કરી રહ્યું છે. તેને ગ્રેટ ગ્રીન વોલ કહેવામાં આવે છે....
World 
આફ્રિકા 8,000 કિલોમીટર લાંબી 'વૃક્ષોની દિવાલ' કેમ બનાવી રહ્યું છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-07-2026 દિવસ: સોમવાર મેષ: આજનો દિવસ મિશ્રીત રહે, અમુક મુદાઓ ઉપર પરિવારમાં તણાવ રહે, આત્મવિશ્વાસમાં વધારો થાય, મિત્રો સાથે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.