સુતેલા પતિ પર પત્નીએ પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પત્ની દ્વારા પોતાના પતિને સળગાવી દેવાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્નીએ પોતાના પતિને જીવતો સળગાવી દીધો. આરોપ હતો કે નશાનો વ્યસની પુરુષ તેને હેરાન કરતો હતો. તેનાથી પરેશાન થઈને પત્નીએ આ ભયાનક પગલું ભર્યું. લેખિત ફરિયાદના આધારે, પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, મલવા પોલીસ સ્ટેશન વિસ્તારના તારાપુર અસ્વાર ગામનો રહેવાસી 38 વર્ષીય અવધેશ ઉર્ફે પવન દારૂડિયા હતો. 2 જુલાઈના રોજ, યુવાનનો સળગેલો મૃતદેહ ઘરના બંધ રૂમમાં મળી આવ્યો હતો. તપાસ પછી, આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી.

નાના ભાઈ રાજકુમારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અવધેશની હત્યાનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રિપોર્ટ નોંધીને કેસની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, અવધેશની પત્ની પ્રીતિ દેવીનું નામ સામે આવ્યું. ત્યારપછી, પોલીસે કાર્યવાહી શરૂ કરી, મહિલાની ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરી. આ દરમિયાન, મહિલાએ ખુલાસો કર્યો કે, તેનો પતિ અવધેશ દારૂડિયા હતો અને દરરોજ તેની પાસેથી પૈસા માંગતો હતો.

45

એટલું જ નહીં, પરંતુ જો પ્રીતિ તેનો વિરોધ કરતી તો તે તેને મારતો પણ હતો. ઘટનાના દિવસે, અવધેશ નશામાં ઘરે પહોંચ્યો અને પૈસા માંગ્યા. જ્યારે તેણે ના પાડી, ત્યારે દંપતી વચ્ચે ઝઘડો થયો. આ દરમિયાન, અવધેશે પ્રીતિને ખૂબ માર માર્યો. ત્યારપછી તે રૂમમાં નશાની હાલતમાં ખાટલા પર સુઈ ગયો. હેરાનગતિથી પરેશાન થઈને, પ્રીતિએ સુઈ રહેલા તેના પતિ અને પલંગ પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી.

44

ત્યારપછી પ્રીતિ રૂમને તાળું મારીને પૈસા ઉપાડવાના બહાને બેંકમાં ગઈ. ઘરે પરત ફરી ત્યાં સુધીમાં, અવધેશનું મૃત્યુ થઈ ગયું હતું. એટલું જ નહીં, પ્રીતિએ તેના પતિનું મૃત્યુ આત્મહત્યા લાગે તે માટે જોર જોરથી બૂમ બરાડા પાડવા લાગી, ત્યારે આજુ બાજુના લોકો અને ગામલોકોનું ટોળું ઘટનાસ્થળે એકત્ર થઈ ગયું. જોકે, તપાસ દરમિયાન મહિલાનું કાવતરું ખુલ્લું પડી ગયું.

43

પોલીસ સ્ટેશનના અધિકારી રાજીવ મિશ્રાએ જણાવ્યું કે, આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે ગુનો કબૂલી લીધો હતો. મહિલાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેને પોલીસ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં સરકારી ચોખા ભરેલો ટ્રક ઇથેનોલ પ્લાન્ટને બદલે ખાનગી મિલમાં પહોંચતા વહીવટીતંત્રમાં મચી ગયો ખળભળાટ

મધ્યપ્રદેશમાં, ઇથેનોલ પ્લાન્ટ માટે નિર્ધારિત સરકારી ચોખા ભરેલો ટ્રક અધવચ્ચેથી જ બીજી કોઈ જગ્યાએ મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે...
National 
મધ્ય પ્રદેશમાં સરકારી ચોખા ભરેલો ટ્રક ઇથેનોલ પ્લાન્ટને બદલે ખાનગી મિલમાં પહોંચતા વહીવટીતંત્રમાં મચી ગયો ખળભળાટ
Copyright (c) Khabarchhe All Rights Reserved.