ગુજરાતના લોકો ટેસ્ટ આપ્યા વિના જ આ રાજ્યમાંથી ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી રહ્યા છે

ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવામાં ઓનલાઇન સિસ્ટમ હોવાથી વાહનચાલકોને લાયસન્સ માટે ભારે પરેશાની ઉઠાવવી પડે છે. છેલ્લાં ઘણા સમયથી ગુજરાતના કેટલાક એજન્ટ દ્વારા રાજસ્થાન તેમજ ઉત્તર પૂર્વીય રાજ્યોના RTO સાથે સાંઠગાંઠ કરીને ગુજરાતના વ્યક્તિને ત્યાં મોકલ્યા વિના જ જે-તે રાજ્યના બનાવટી સરનામા પર ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવે છે. ત્યારબાદ તે ગુજરાતના RTOમાં સરનામું બદલવા માટે અરજી કરવામાં આવે છે. આ કૌભાંડ વાહન વ્યવહાર કમિશનરના ધ્યાનમાં આવતા તેમણે અન્ય રાજ્યોમાંથી ગુજરાતનું સરનામું બદલવાની થતી અરજીઓ અંગે તપાસના આદેશ આપ્યા છે.

Photo-(2)

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, રાજસ્થાન અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી ઇશ્યૂ થયેલા ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા કેટલાક લોકો દ્વારા ગુજરાતમાં અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં સરનામું બદલવાની મોટા પ્રમાણમાં અરજી કરવાના કિસ્સાઓમાં વધારો થયો હતો. ત્યારે આ અંગે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા નિયમોનો ભંગ કરીને ગેરકાયદે લાયસન્સ ઇશ્યૂ કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું.

driving licence
cars24.com

જેમાં અમદાવાદ કે અન્ય જિલ્લાઓમાં રહેતી વ્યક્તિને ગુજરાતના RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ટેસ્ટ આપવી ફરજિયાત છે. પરંતુ, RTO ટ્રેક સેન્સર બેઝ હોવાથી મોટાભાગના લોકોને સફળ થતા ન હોવાથી ગુજરાતના કેટલાક RTO એજન્ટ રાજસ્થાન, સિક્કિમ, મણિપુર, આસામ સહિતના રાજ્યોના RTOના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને મોટું કૌભાંડ ચાલુ કરી દીધું છે.

રાજસ્થાનના જોધપુર RTOમાં સૌથી વધારે પ્રમાણમાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવે છે અને એક બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ માટે 20 હજાર રૂપિયા સુધી ચાર્જ કરવામાં આવે છે. ગુજરાતમાં આ પેટર્નથી અત્યાર સુધીમાં 3000થી વધુ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યાની વિગતો સામે આવી છે.

driving licence
sandesh.com

જે બાબતના અનુસંધાનમાં વાહનવ્યવહાર કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે હાલ અન્ય રાજ્યોમાંથી ઇશ્યૂ થયેલ ડ્રાઇવિંગ લાયસન્સનું સરનામું બદલવાની થયેલી અરજીઓ અંગે તપાસ કરવી અને જો કોઈ શંકાસ્પદ માહિતી મળે તો લાયસન્સ રદ કરવાની સાથે ગુનો નોંધવા સુધીની કાર્યવાહી પણ કરવી.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, ગુજરાતમાં રહેતા વ્યક્તિનું આધાર કાર્ડ અને સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ અન્ય રાજ્યોના RTOમાં મોકલે છે. જ્યાં જે તે વ્યક્તિનું નામ અને જન્મ તારીખ સહિતની વિગતો યોગ્ય રાખીને સરનામું ખોટું લખવામાં આવે છે. જેના આધારે કાચું લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવે છે. જે લાયસન્સના આધારે ડ્રાઇવિંગ ટેસ્ટ કર્યા વિના જ પાકું ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરીને ગુજરાતમાં રહેતા વ્યક્તિને મોકલી દેવામાં આવે છે. ત્યારબાદ તે વ્યક્તિ દ્વારા સરનામું બદલવા માટે ગુજરાતના RTOમાં અરજી કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

સુરતમાં પોલીસકર્મીએ નશામાં ધૂત થઈને કારથી BRTS બસને ટક્કર મારી, ગાડીમાંથી વર્દી અને દારૂની બોટલ પણ મળી

સુરતમાંથી દારૂબંધીના લીરે-લીરા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અઠવાગેટ જેવા અતિવ્યસ્ત વિસ્તારમાં મોડી રાત્રે કાયદાના રક્ષકે જ...
Gujarat 
સુરતમાં પોલીસકર્મીએ નશામાં ધૂત થઈને કારથી BRTS બસને ટક્કર મારી, ગાડીમાંથી વર્દી અને દારૂની બોટલ પણ મળી

કોંગ્રેસનો હજારથી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોને લઈને ગાંધીનગર મોરચો, સરકાર સામે 5 માંગણીઓ કરી

ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને આજે કોંગ્રેસ અને વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા વિશાળ સ્તરે ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં...
Gujarat 
કોંગ્રેસનો હજારથી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોને લઈને ગાંધીનગર મોરચો, સરકાર સામે 5 માંગણીઓ કરી

સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો

(ઉત્કર્ષ પટેલ) લઘુભારતની ઓળખ ધરાવતું સુરત શહેર આજે ટેક્ષટાઇલ અને હીરાઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે પરંતુ આ શહેરના વિકાસ પાછળ...
Opinion 
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો

1 જુલાઈથી ટાટા મોટર્સની કારની કિંમતમાં થવાનો છે વધારો, જાણો કંઈ કારના કેટલા ભાવ વધશે

દેશની બીજી સૌથી મોટી કાર ઉત્પાદક કંપની, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ (TMPV)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી...
Tech and Auto 
1 જુલાઈથી ટાટા મોટર્સની કારની કિંમતમાં થવાનો છે વધારો, જાણો કંઈ કારના કેટલા ભાવ વધશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.