- Tech and Auto
- શું તમારી પાસે OnePlusનો ફોન છે? તો અપડેટ ન કરતા, નહિતર માથાનો દુખાવો બની જશે
શું તમારી પાસે OnePlusનો ફોન છે? તો અપડેટ ન કરતા, નહિતર માથાનો દુખાવો બની જશે
વનપ્લસના ગ્રાહકો લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કર્યા બાદ એક અજીબોગરીબ મુશ્કેલીમાં મુકાયા છે. ઇન્સ્ટોલેશન પછી, ઘણા યુઝર્સના ફોન અચાનક રીસ્ટાર્ટ થવા લાગ્યા. આ સમસ્યાની જાણ થતા જ, કંપનીએ તરત જ અપડેટ પર રોક લગાવી દીધી. જો તમે OnePlus સ્માર્ટફોન વપરાશકર્તા છો અને તમારા ફોનમાં લેટેસ્ટ અરડેટ અપગ્રેડ કરવાનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. અહેવાલો અનુસાર, OnePlusએ તેના ઘણા સ્માર્ટફોન માટે OxygenOS 16.0.7.XXX અને OxygenOS 16.0.5.XXX અપડેટ્સના રોલઆઉટને રોકી દીધું છે, કારણ કે કેટલાક યુઝર્સે આ અપડેટ્સ ઇન્સ્ટોલ કર્યા પછી કેટલીક સમસ્યાઓ અંગે ફરિયાદો કરી હતી.
OnePlus અનુસાર, અપડેટ્સ અટકાવવામાં આવ્યા છે કારણ કે જેમને નવા વર્ઝન્સ મળ્યા હતા, તેમણે તેમના ડિવાઇસને અપડેટ કર્યા બાદ અસામાન્ય રીસ્ટેર્ટ અને બૂટ-સંબંધિત સમસ્યાઓનો અનુભવ કર્યો હતો. OnePlus દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું હતું કે, ડિવાઇસની સ્થિરતા સુનિશ્ચિત કરવા અને વપરાશકર્તાના અનુભવને સુરક્ષિત રાખવા માટે અમે ઉપરોક્ત બિલ્ડ્સના રોલઆઉટને તાત્કાલિક રોકી દીધું છે જ્યારે અમારી એન્જિનિયરિંગ ટીમ મૂળ કારણની તપાસ કરી રહી છે અને ઉકેલ તૈયાર કરી રહી છે.
આ ઉપરાંત, OnePlusએ એમ પણ જણાવ્યું કે રોલઆઉટ ફક્ત ત્યારે જ ફરી શરૂ થશે, જ્યારે સમસ્યાનું નિરાકરણ થશે અને તેની એન્જિનિયરિંગ ટીમ દ્વારા સંપૂર્ણ રીતે ચકાસણી કરવામાં આવશે. જો કે, કંપનીએ હજુ સુધી રોલઆઉટ ક્યારે ફરી શરૂ થશે તે અંગે કોઈ ચોક્કસ સમયસીમા આપી નથી.
અસરગ્રસ્ત યુઝર્સની વાત કરીએ તો, OnePlusએ હજુ સુધી આ સમસ્યાનો અનુભવ કરી રહેલા લોકો માટે સપોર્ટ અથવા કામચલાઉ ઉકેલો અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. એટલે, જો તમારા ડિવાઇસને OxygenOS 16.0.7.XXX અથવા OxygenOS 16.0.5.XXX અપડેટ પ્રાપ્ત થયું છે, તો તે ખૂબ સલાહભર્યું છે કે તમે તેને હાલમાં ઇન્સ્ટોલ કરવાનું ટાળો. OnePlus દ્વારા જણાવ્યા મુજબ, એકવાર સમસ્યાનું નિરાકરણ થઈ જાય, પછી કંપની તેની સત્તાવાર કમ્યુનિટી ચેનલો દ્વારા યોગ્ય જાહેરાત કર્યા બાદ આ અપડેટને ફરી શરૂ કરશે.
OnePlusએ તેના આગામી મોટા સોફ્ટવેર અપગ્રેડ, OxygenOS 17 પર કામ કરવાનું શરૂ કરી દીધું છે, જે Android 17 પર આધારિત હશે. આ અપડેટ આ વર્ષના અંતમાં એક ડઝનથી વધુ યોગ્ય ડિવાઇસ માટે રીલિઝ કરવામાં આવશે; પરંતુ, આમાંથી કેટલાક ઉપકરણો માટે આ અંતિમ મોટું અપગ્રેડ હશે. નીચે એવા સ્માર્ટફોનની યાદી આપવામાં આવી છે જેના માટે Android 17 પર આધારિત OxygenOS 17 અંતિમ મોટું સોફ્ટવેર અપગ્રેડ હશે.
1. OnePlus ઓપન
લોન્ચ OS: Android 13
સોફ્ટવેર સપોર્ટ: 4 મુખ્ય OS અપગ્રેડ સુધી
અંતિમ OS અપડેટ: Android 17
OnePlus ઓપનને 2023ના અંતમાં Android 13 પર આધારિત OxygenOS 17 13 સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. તેના લોન્ચ સમયે કંપનીએ જાહેરાત કરી હતી કે આ ડિવાઇસને ચાર મુખ્ય Android અપગ્રેડ પ્રાપ્ત થશે. અત્યાર સુધી, OnePlusએ આ ફોન માટે ત્રણ OS અપડેટ્સ રીલિઝ કરી દીધા છે; જ્યારે તે Android 17 માટે એલિજિબલ છે, આ તેનું અંતિમ મોટું અપડેટ હશે.
2. OnePlus 12R
લોન્ચ OS: Android 14
સોફ્ટવેર સપોર્ટ: 3 મુખ્ય OS અપગ્રેડ સુધી
અંતિમ OS અપડેટ: Android 17
OnePlus 12R જાન્યુઆરી 2024માં Android 14 પ્રી-ઇન્સ્ટોલ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ડિવાઇસ ત્રણ મોટા OS અપગ્રેડ માટે એલિજિબલ હતું. તે Android 17 માટે પણ એલિજિબલ છે, પરંતુ આ તેનું અંતિમ મોટું અપડેટ હશે.
3. OnePlus 11
લોન્ચ OS: Android 13
સોફ્ટવેર સપોર્ટ: 4 મુખ્ય OS અપગ્રેડ સુધી
અંતિમ OS અપડેટ: Android 17
OnePlus 11 ચાર મોટા OS અપગ્રેડ માટે એલિજિબલ હતું. તેને Android 13 સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. તે Android 17 માટે પણ એલિજિબલ છે, પરંતુ આ તેનું અંતિમ મોટું અપડેટ હશે.
4. OnePlus Pad 2
લોન્ચ OS: Android 14
સોફ્ટવેર સપોર્ટ: 3 મુખ્ય OS અપગ્રેડ સુધી
અંતિમ OS અપડેટ: Android 17
Onlus Pad 2 પણ આ યાદીમાં શામેલ છે. તે Android 14 સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું અને ફક્ત ત્રણ મોટા OS અપગ્રેડ માટે એલિજિબલ હતું. તે Android 17 માટે પણ એલિજિબલ છે, પરંતુ આ તેનું અંતિમ મોટું અપડેટ હશે.
આ ચાર ડિવાઇસમાં Android 17 પછી કોઈ વધુ OS અપડેટ્સ નહીં આવે
આ ચાર OnePlus ડિવાઇસમાં આ વર્ષના અંતમાં અથવા આગામી વર્ષની શરૂઆતમાં તેમના અંતિમ મોટા OS અપગ્રેડ, Android 17 મળશે. ત્યારબાદ, આ ડિવાઇસો હવે મોટા અપગ્રેડ માટે એલિજિબલ રહેશે નહીં, જોકે આ ડિવાઇસોને થોડા સમય માટે સુરક્ષા અપડેટ્સ પ્રાપ્ત થતા રહેશે.

