‘ગત વખતે પૈસા આપ્યા હતા છતા 17 મત મળ્યા હતા’, અમદાવાદના અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડનું વિવાદાસ્પદ નિવેદન

અમદાવાદના લાંભા વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા કાળુ ભરવાડનો એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ખુલ્લેઆમ સ્વીકારી રહ્યા છે કે તેમણે અગાઉની ચૂંટણીમાં મતો મેળવવા માટે અને મંદિર બનાવવા માટે પૈસા વહેંચ્યા હતા. જોકે, આ વખતે સ્થાનિક મતદારોએ તેમને બરાબરનો પાઠ ભણાવ્યો છે અને રોકડ રકમ મોઢા પર પરત આપીને તેમને પોતાના વિસ્તારમાંથી ભગાડી દીધા છે.

વીડિયોમાં કાળુ ભરવાડ મતદારોને કહેતા સાંભળાય છે કે ગત ચૂંટણી વખતે સમાજ માટે મઢ બનાવવા પૈસા આપ્યા છતા અહીંથી તેમને માત્ર 17 મત મળ્યા હતા. લિસ્ટ બોલે છે. હું કોઈ જબરજસ્તી કરવા આવ્યો નથી, તમને ગમે તેને મત આપજો. આ નિવેદન બાદ સ્થાનિક રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ સ્થાનિકોએ જણાવ્યું કે પૈસા માતાના નામે આપવામાં આવ્યા હતા અને જરૂર હોય તો પાછા આપવા તૈયાર છીએ.

03

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, વાયરલ થયેલા આ વીડિયોમાં કાળુ ભરવાડે પોતે સ્વીકાર્યું છે કે, તેમણે ગત ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે પૈસાની વહેંચણી કરી હતી. આટલું જ નહીં, તેમણે ગામમાં મંદિર બનાવવાના બહાને પણ પૈસા આપ્યા હોવાનો સ્વીકાર કર્યો છે. જોકે, આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી અને હાસ્યાસ્પદ બાબત એ છે કે, મોટી રકમની વહેંચણી અને લાલચ આપવા છતા ગત ચૂંટણીમાં કાળુ ભરવાડને માત્ર 17 મતો જ મળ્યા હતા. આ આંકડો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો લોકશાહીમાં નાણાંના જોરે મત ખરીદવાના પ્રયાસોની ટીકા કરી રહ્યા છે.

સ્થાનિક મતદારોમાં આ ઘટનાને લઈને અત્યંત રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, મતદારો કાળુ ભરવાડનો ઘેરાવો કરી રહ્યા છે અને તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી રહ્યા છે કે, અમને તમારા પૈસાની જરૂર નથી, આ પૈસા તમે પરત લઈ લો. મતદારોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે, કાળુ ભરવાડ સામાન્ય જનતા સાથે અસભ્ય વર્તન કરે છે અને ગાળો આપે છે. લોકોએ દાવો કર્યો છે કે, તેમની પાસે કાળુ ભરવાડના ગાળો બોલતા હોવાના ઓડિયો રેકોર્ડિંગ પણ પુરાવા તરીકે ઉપલબ્ધ છે. ઘટનાસ્થળે જ્યારે વિવાદ વધ્યો અને લોકોએ વિરોધ કર્યો, ત્યારે કાળુ ભરવાડ સ્થિતિને થાળે પાડવાને બદલે ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના દર્શાવે છે કે હવે જાગૃત મતદારો ચૂંટણીમાં લાલચમાં આવવાને બદલે નેતાઓને રોકડા જવાબો આપી રહ્યા છે.

01

આ બાબતે લાંભાના અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડે જણાવ્યું હતું કે અમે કોઈને પ્રલોભન આપ્યું નથી, અમને ચૂંટણીમાં ડિસ્ટર્બ કરવામાં આવી રહ્યા છે. આ અંગે મેં મામલતદારને પત્ર પાઠવ્યો છે. ચૂંટણી સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્તની પણ મેં માગણી કરી છે.

એડવોકેટ શૈલેષ રાઠોડે જણાવ્યું કે, રીપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951ની કલમ 123 (1) હેઠળ કોઇપણ ઉમેદવાર દ્વારા મતદારોને આર્થિક લાલચ આપવામાં આવે તો તે ગુનો બને છે. જેમાં ઉમેદવારી પણ રદ થઇ શકે છે.

About The Author

Related Posts

Top News

ડિજિટલ છેતરપિંડીનો ભોગ બનેલા પીડિતને 5 બેંકો મળીને 1 કરોડ 31 લાખ ચૂકવશે; તેમણે 23 કરોડ ગુમાવ્યા હતા

ભારતીય રિઝર્વ બેંકે તેની યુનિફાઇડ લોકપાલ સ્કીમ દ્વારા ડિજિટલ ધરપકડ છેતરપિંડીના પીડિતને રાહત આપી છે. આ યોજના દ્વારા, RBI...
National 
ડિજિટલ છેતરપિંડીનો ભોગ બનેલા પીડિતને 5 બેંકો મળીને 1 કરોડ 31 લાખ ચૂકવશે; તેમણે 23 કરોડ ગુમાવ્યા હતા

મુંબઈમાં પ્રદર્શનને કારણે લોકોએ રોડ બ્લોક કરી દીધેલો, વિફરેલી મહિલાએ મંત્રી અને પોલીસને રોડ પર જ ખખડાવી નાંખ્યા

મંગળવારે (21 એપ્રિલ), મુંબઈના વરલી વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો. મહિલા અનામત બિલના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો...
National 
મુંબઈમાં પ્રદર્શનને કારણે લોકોએ રોડ બ્લોક કરી દીધેલો, વિફરેલી મહિલાએ મંત્રી અને પોલીસને રોડ પર જ ખખડાવી નાંખ્યા

‘ગત વખતે પૈસા આપ્યા હતા છતા 17 મત મળ્યા હતા’, અમદાવાદના અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડનું વિવાદાસ્પદ નિવેદન

અમદાવાદના લાંભા વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા કાળુ ભરવાડનો એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે....
Gujarat 
‘ગત વખતે પૈસા આપ્યા હતા છતા 17 મત મળ્યા હતા’, અમદાવાદના અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડનું વિવાદાસ્પદ નિવેદન

ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કાર્યકર્તાઓને કહ્યું- ‘જે કરવું પડે એ કરજો, પરંતુ આપણાં ઉમેદવારો...’

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ વાગી રહ્યા છે. ત્યારે સામાન્ય રીતે રાજકીય નિવેદનબાજીઓ પણ વધતી હોય છે. આ દરમિયાન...
Gujarat 
ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કાર્યકર્તાઓને કહ્યું- ‘જે કરવું પડે એ કરજો, પરંતુ આપણાં ઉમેદવારો...’
Copyright (c) Khabarchhe All Rights Reserved.