- Gujarat
- બોલો! મહિને 80 હજારનો પગાર લેનારો રેલવેનો ક્લાર્ક 100 રૂપિયા લાંચ લેતો ઝડપાયો, 9.50 લાખ રૂપિયા...
બોલો! મહિને 80 હજારનો પગાર લેનારો રેલવેનો ક્લાર્ક 100 રૂપિયા લાંચ લેતો ઝડપાયો, 9.50 લાખ રૂપિયા...
સરકારી બાબૂઓ હજારો રૂપિયાનો માસિક પગાર લેતા હોય છે, પરંતુ ખબર નહીં કેટલાક અધિકારીઓને શું ઓછું પડી જતું હશે, કે લાંચ લેવા જરાંય ખચકાચા નથી. કેટલીક વખત તો એવા કિસ્સા સામે આવે છે, જેને જાણ્યા બાદ આપણને હસવું પણ આવે અને ગુસ્સો પણ આવે. આવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે.
કાલુપુર રેલવે સ્ટેશન પર ચીફ કોમર્શિયલ ક્લાર્ક જનરલ ટિકિટ લેવા આવતા હજારો પેસેન્જર પાસેથી મનફાવે તેમ 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી વધારે પડાવતો હતો. આ ક્લાર્ક 100 રૂપિયાની લાંચ લેતો ઝડપાઇ ગયો હતો. આ ક્લાકર છેલ્લા 25 વર્ષથી રેલવે સ્ટેશનની બુકિંગ વિન્ડો પર નોકરી કરતો હતો અને તેનો માસિક પગાર 80 હજાર હતો. પેસેન્જરો પાસેથી એક ટિકિટે 10 રૂપિયાની લાંચ લેતા પહેલા વિચારતો પણ નહોતો.
ACBએ જ્યારે પકડ્યો ત્યારે 9.50 લાખ રૂપિયા મળી આવ્યા હતા. જનરલ ડબ્બામાં બેસીને બહારના રાજ્યમાં જતા પેસેઞ્જઓને ટિકિટ આપવા માટે વિન્ડો પરના કર્મચારીઓ ટિકિટ દીઠ 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી વધારાના રૂપિયા લેતા હોવાની માહિતીના આધારે ACBના PI ધર્મીષ્ઠા ગોસ્વામીએ એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો અને કાલુપુર રેલવે સ્ટેશન પર ટિકિટ લેવા મોકલ્યો હતો. ગ્રાહકની ટિકિટ 4800 રૂપિયાની થઈ હતી, જ્યારે બુકિંગ વિન્ડો પરા ટિકિટ આપનાર ક્લાર્ક શિવકુમાર યાદવે વધારાના 100 રૂપિયા માંગ્યા હતા.
પેસેન્જરે જ્યારે વધારાના પૈસા શા માટે? એમ પુછ્યું તો શિવકુમારે કહ્યું કે, આટલી બધી લાઇનમાં લોકો ટિકિટ લેવા ઊભા છે છતા તમને ટિકિટ આપું છું. આટલું જ નહીં. અત્યારે યુદ્ધના કારણે ગેસ સહિતની વસ્તુઓના ભાવ વધી ગયા છે તો પછી ટિકિટમાં પણ વધરે જ ને. ત્યારબાડ 100 રૂપિયા લેતા જ ટીમે તેને ઝડપી લીધો હતો. શિવકુમાર જૂદી-જૂદી શિફ્ટમાં બુકિંગ વિન્ડો પર નોકરી કરતો હતો.
જે દિવસે પકડોયા તે દિવસે તેની નોકરી બપોરે 2:00 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી હતી. બપોરે 2:0 વાગ્યાથી ટિકિટ વેચીને તેને 9.50 લાખ ભેગા કર્યા હતા, તે જપ્ત કરવામાં આવ્યા હતા. ACB દ્વારા આરોપી કર્મચારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં અન્ય કોઈ કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ હવે તપાસ તેજ કરવામાં આવી છે.

