'રોડ પર વેરાઈ ગયું છે સોનું...' ગુજરાતમાં હવાની જેમ ફેલાઈ ગઈ આ વાત; મહિલાઓ અને બાળકો જે હાથમાં આવ્યું તે લઈને દોડ્યા

ગુજરાતના વલસાડના એક રસ્તા પર અચાનક એક દ્રશ્ય જોવા મળ્યું કે જાણે ભાગ્ય પોતે લોકોના ઘરઆંગણે આવી ગયું હોય. ઉમરગામ તાલુકાના નારગોલ કોસ્ટલ હાઇવે પર બપોરના બળબળતા તડકામાં, રસ્તા પર કેટલાક ચમકતા ટુકડાઓ વિખેરાયેલા જોવા મળ્યા. સૂર્યના કિરણો તેમના પર પડતાંની સાથે જ તે સોનાની જેમ ચમકવા લાગ્યા, અને પછી થયું એવું કે, આ વાત થોડીવારમાં જ હવાની જેમ ફેલાઈ ગઈ કે, રસ્તા પર સોનું વિખરાયેલું પડ્યું છે.

આ અફવા જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ ગઈ. આજુબાજુના ગામડાઓ અને રોડ નજીકની વસાહતો સુધી આ સમાચાર પહોંચતા જ, લોકો કોઈની પણ રાહ જોયા વિના રસ્તા પર દોડી ગયા. ખાસ કરીને મહિલાઓ અને બાળકો સૌથી પહેલા ત્યાં પહોંચી ગયા. કેટલાકના હાથમાં દુપટ્ટો હતો, તો કેટલાક હાથમાં થેલી લઈને આવ્યા હતા, જેથી જેટલું મળી શકે એટલું 'સોનું' ભેગું કરી લઈએ. સખત ગરમી અને બળબળતા તડકામાં રસ્તા પર ભારે ભીડ એકઠી થઈ ગઈ.

Gold-on-Road-Rumor
gujarati.news18.com

દરેક વ્યક્તિ આ ચમકતા ટુકડાઓ માટે વાંકા વળીને તેને લેવા લાગ્યા. કેટલાક લોકો એકબીજાને બતાવી રહ્યા હતા, જ્યારે અન્ય લોકો જલ્દી જલ્દી તેને તેમના કપડાં અથવા સાથે લાવેલી થેલીઓમાં ભરી રહ્યા હતા. બાળકોના ચહેરા ઉત્સાહથી ભરાઈ ગયા હતા, જાણે તેમને કોઈ ખજાનો મળી ગયો હોય.

કોઈએ આ ઘટનાનો વીડિયો પણ પોતાના મોબાઈલ ફોન પર બનાવી લીધો હતો. વીડિયોમાં લોકો રસ્તા પર વિખરાયેલા ટુકડાઓ ઉપાડવા માટે ભાગતા દેખાતા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ થતાં જ તે વાયરલ થઈ ગયો. દરેક વ્યક્તિ હેરાન થઇ ગયા કે, રસ્તા પર એવું શું પડ્યું હતું જેને લોકો સોનું માની બેઠા હતા. પરંતુ ટૂંક સમયમાં જ, 'સોનાની વાર્તા' પાછળનું સત્ય બહાર આવી ગયું.

Gold-on-Road-Rumor
aajtak.in

જ્યારે આ ટુકડાઓની સ્થાનિક સ્તરે તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે તે સોનું નથી, પરંતુ તાંબા કે પિત્તળ જેવા ધાતુના ટુકડા હતા. મતલબ કે, લોકો જે ખજાનો સમજીને જેને ભેગું કરી રહ્યા હતા તે એક સામાન્ય ધાતુ હોવાનું બહાર આવ્યું. જોકે, સત્ય બહાર આવે ત્યાં સુધીમાં તો, લોકો આ ટુકડાઓનો મોટો જથ્થો પોતાની સાથે લઈ ગયા હતા. ઘણા લોકો પાછળથી એ જાણીને નિરાશ થયા કે, તેઓ જેને સોનું માનીને લાવ્યા હતા તે ખરેખર એટલું કિંમતી નથી.

વલસાડમાં બનેલી આ ઘટનાએ એક તરફ લોકોને 'અચાનક નસીબ ખુલી ગયું'નો ક્ષણિક અહેસાસ કરાવ્યો, જ્યારે બીજી તરફ, તેણે તેમને એ પણ શીખવ્યું કે, જે ચમકે છે તે બધું સોનું નથી હોતું. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને તેના પર લોકો પોતાની રીતે ટિપ્પણીઓ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.